________________
૨૪૬
પ્રતિક્રમણ
દાદાશ્રી : જો શબ્દો બોલે ને, તો એ સામી થઈ જાય એવી હોય તો મનથી મારે. વહુથીયે, ધણી સામો થઈ જતો હોય તો એ મનથી મારે. મારા લાગમાં આવે તો તેને તે વખતે હું સીધો કરીશ, લાગ ખોળે !
[૧૪] કાઢે કષાયતી કોટડીમાંથી...
પ્રશ્નકર્તા : એક ખરાબ પ્રસંગ આવ્યો હોય, સામેથી વ્યક્તિ તમારા માટે ખરાબ બોલતી હોય કે, કરતી હોય તો એના રિએકશનથી અંદર આપણને જે ગુસ્સો આવે છે, એ જીભથી શબ્દો કાઢી નાખે છે. પણ મન અંદરથી કહે છે કે, આ ખોટું છે, તો બોલે છે એના દોષ વધારે કે મનથી કરેલા તેના દોષ વધારે ?
દાદાશ્રી : જીભથી બોલે તેનો ? જીભથી એની જોડે ઝઘડો કર્યો તે ?
પ્રશ્નકર્તા : હા.
દ્વેષ થયો ત્યાં પ્રતિક્રમણ આ તો જંજાળ છે બધી. તને એમના માટે જેટલા વિચાર આવે, એટલાં પ્રતિક્રમણ કર કર કરવાં. જે દહાડે કો'ક વિચાર આવે, તેનાં પ્રતિક્રમણ કર કર કરવાં બસ. એ ભૂંસી નાખવાં તરત. પ્રતિક્રમણ કરવાથી આપણા બધા એટેકના વિચાર બંધ થઈ જાય પછી. એટલે પછી મનને દ્વેષ ના આવે. જેના તરફ મન અકળાતું હોય એનાં પ્રતિક્રમણ કરીએ તો બંધ થઈ જાય પછી.
પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરવાનાં હોય, તે મનથી કરવાં કે વાંચીને અથવા બોલીને ?
દાદાશ્રી : ના. મનથી જ, મનથી કરીએ, બોલીને કરીએ, ગમે તેનાથી કે મારો એના પ્રત્યે જે દોષ થયો છે તેની ક્ષમા માગું છું. તે મનમાં બોલીએ તોય ચાલે. માનસિક એટેક થયો એટલે એનાં પ્રતિક્રમણ કરવાનાં બસ. હલકી નાતોમાં મારમાર કરે. અને આપણામાં શબ્દ મારે. નહીં તો મનથી મારે, શબ્દ મારે કે ન મારે ?
પ્રશ્નકર્તા : મારે.
દાદાશ્રી : આ બેનો તો કહે, હજુ તો કાળજેથી શબ્દ જતો નથી એવો ઘા વાગ્યો છે મને. એવા શબ્દો બોલે ! અને મનથી મારે તે ય એના ઘરનાં હોય.
પ્રશ્નકર્તા : મનથી એટલે બોલ્યા વગર જ ને ?
દાદાશ્રી : જીભથી કરેને, તે ઝઘડો અત્યારે ને અત્યારે હિસાબ આપીને જતો રહે છે. અને મનથી કરેલો ઝઘડો આગળ વધશે. જીભથી કરે ને, તે તો આપણે સામાને કહ્યું એટલે આપી દે. તરત એનું ફળ મળી જાય. અને મનથી કરે તો એનું ફળ તો એ ફળ પાકશે, એ અત્યારે બીજ રોપ્યું એટલે કૉઝિઝ કહેવાય. એટલે કૉઝિઝ ના પડે એટલા માટે મનથી થઈ ગયું હોય તો મનથી પ્રતિક્રમણ કરવું.
રોગ સામે પ્રતિક્રમણ પ્રશ્નકર્તા : આપણે અત્યાર સુધીનાં પ્રતિક્રમણ કરીએ છીએ, તે કોઈની સાથે કંઈ ગુસ્સો કર્યો, વૈષ થયો એટલે વૈષનાં પ્રતિક્રમણ કર્યા. તો રાગનાં પણ આપણે પ્રતિક્રમણ કરવાં કે કેમ ?
દાદાશ્રી : એ તો પછી પ્રતિક્રમણ કરવાનાં ના હોય. આ રાગ થાય છે, એ આપણે બંધ કરવાની જરૂર છે. બસ એટલું જ.
પ્રશ્નકર્તા : એ કેવી રીતે બંધ કરવું ?