________________
૨૪૪
પ્રતિક્રમણ
(૧૩) વિમુક્તિ, આર્ત-રૌદ્ર ધ્યાન થકી
૨૪૩ પ્રશ્નકર્તા : પ્રારબ્ધકર્મ ભોગવતાં ભોગવતાં અતિક્રમણ થઈ જાય ને પણ...
દાદાશ્રી : પછી પ્રતિક્રમણ કરવાં જ પડે. એની પાસે જ કરાવડાવવાનું અને એની પાસે જ ધોવડાવવાનું.
પ્રશ્નકર્તા : એ ના ધૂએ તો શું થાય ? દાદાશ્રી : ફરીથી ધોવું પડે. પ્રશ્નકર્તા : ફરી એટલે કેટલા અવતાર થાય ?
દાદાશ્રી : ફરી એટલે એક-બે અવતાર વધારે થાય. બધી આપણી જ જોખમદારી છે, બીજો કોઈ બહારનો જોખમદાર નથી. ‘ચંદુભાઈએ ખોટું કર્યું એટલે ‘ચંદુભાઈ’ને આપણે કહીએ, કેમ અતિક્રમણ કર્યું ? માટે પ્રતિક્રમણ કરો. આપણે એની પાસે જ ધોવડાવી લેવું. કપડું બગાડ્યું, માટે ધોઈ નાખજે.
પ્રશ્નકર્તા : એ મજૂરી પડે એટલે ફરી ના થાય. તો પછી આખો દહાડો ઉપયોગ રહે જ નહીં ને ?
દાદાશ્રી : એ જ ઉપયોગ. પ્રશ્નકર્તા : એ કયો ઉપયોગ થયો ? દાદાશ્રી : એ જ શુદ્ધ ઉપયોગ. પ્રશ્નકર્તા : પણ આ અતિક્રમણ કર્યું ને ? દાદાશ્રી : હા. પણ પ્રતિક્રમણ કરાવીએ એ શુદ્ધ ઉપયોગ. પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કે અતિક્રમણ ?
પ્રશ્નકર્તા : સામાન્ય રીતે એક કલાકની અંદર પાંચ-પચીસ અતિક્રમણ થઈ જાય, તો ?
દાદાશ્રી : એ ભેગાં કરીને કરવાં. સામટાં થાય. એ સામટાં પ્રતિક્રમણ કરું છું, કહીએ.
પ્રશ્નકર્તા : તો કેવી રીતે કરવું ? શું કહેવું ?
દાદાશ્રી : આ બધાં બહુ થયાં એટલે આ બધાનાં સામટા પ્રતિક્રમણ કરું છું. વિષય બોલવા કે આ વિષય પર, આ બોલવા અને સામટા પ્રતિક્રમણ કરું છું. એટલે ઉકેલ આવી ગયો, અને છતાં બાકી રહ્યું તો એ ધોઈ નાખીશું. આગળ ધોવાશે. પણ એની પર બેસી ના રહેવું. બેસી રહીએ તો બધું આખુંય રહી જાય. ગુંચવાડામાં પડવાની જરૂર નથી.
દાદાશ્રી : અતિક્રમણ થાય તેની પર પ્રતિક્રમણ કરાવીએ એ શુદ્ધ ઉપયોગ. અતિક્રમણ કરવા માટે આપણે એને લેવા-દેવા નહીં. અતિક્રમણ ફક્ત જાણ્યું, અને પ્રતિક્રમણ એ શુદ્ધ ઉપયોગ.