________________
(૧૪) કાઢે કષાયની કોટડીમાંથી..
૨૪૯
૨૫૦
પ્રતિક્રમણ
આપણા અભિમાનથી કોઈને દુઃખું ન હો ને સુખ થાવ.” એવો ભાવ કરવાનો. પછી દુખ થઈ જાય તો પ્રતિક્રમણ કરવાનાં ને આગળ ઠંડવા માંડવાનું. ત્યારે શું કરે છે ? કંઈ આખી રાત ત્યાં આપણે બેસી રહેવું ? બેસી રહેવાય એવું નથી આ પાછું. આપણે બેસી રહેવું હોય તોય બેસાય એવું નથી, તો શું કરવાનું ?
છતાં આ લોકોને દુઃખ ના થાય એવી રીતે આપણે પગલું ભરવું જોઈએ.
પ્રશ્નકર્તા : એ હિસાબે તો આખો સંસાર અહંકારનું પરિણામ જ છે. ‘હું ચંદુભાઈ છું' એનું પરિણામ જ આખો સંસારને ?
દાદાશ્રી : પણ હવે એ અહંકાર આ “જ્ઞાન” પછી તમને ગયો. ફરી અહંકાર રહેતો હોય તો પરિણામ ઊભાં થયા કરે ! આ ‘જ્ઞાન પછી તો નવાં પરિણામ ઊભાં થાય નહીંને ! અને જૂનાં પરિણામ ઊડ્યા જ કરે. જૂનાં એકલાં જ ઊડી જવાનાં. એટલે ઉકેલ આવી ગયો. એ ટાંકી નવી ભરાતી નથી. કોઈની ટાંકી પચાસ ગેલનની હોય ને કોઈની પચ્ચીસ લાખ ગેલનની હોય. મોટી ટાંકી હોય ત્યારે વાર લાગે. પણ ખાલી થવા માંડ્યું અને શું ?
પ્રશ્નકર્તા : પણ ટાંકી ખાલી થતાં થતાં તો પેલા ફલડ (પૂર)ની માફક કોઈને ગબડાવી દે, કોઈને અથડાય ને કોઈને મારી દેને, પાછું.
દાદાશ્રી : હા. એ તો બધું જે મારે છેને, તે તો એનાં પરિણામ છે ને ! એમાં આપણને શું લેવાદેવા ? પણ કોઈને દુઃખ થાય તો એનું પ્રતિક્રમણ કરી લેવાનું.
ક્રોધતાં પ્રતિક્રમણ પ્રશ્નકર્તા : મને ક્રોધ આવે છે એનું પ્રતિક્રમણ કેવી રીતે કરવું ?
દાદાશ્રી : આ જ્ઞાન પછી તમને ક્રોધ થાય જ નહીં. પરવસ્તુમાં તાંતો રહે એને આપણે ક્રોધ કહીએ છીએ. આ જ્ઞાન પછી હવે તમને તાતો રહે નહીં. હવે ઉગ્રતા રહી. એ પરમાણુના ગુણ રહ્યા.
આ જ્ઞાન લીધા પછી ક્રોધ-માન-માયા-લોભ બધુંય જતું રહે છે. આમને જો ક્રોધ થયો હોય ને, તો કોઈ બીજો એક માણસ કહેશે. ‘ના.' આ ગુસ્સે થતા'તા. મેં કહ્યું ગુસ્સો ને ક્રોધ બે જુદી વસ્તુ છે. ગુસ્સો એ પૌલિક વસ્તુ છે. ક્રોધ એ પુદ્ગલ ને આત્માની તન્મયાકાર વસ્તુ છે. હવે એ ગુસ્સો થાય ને, એ ગુસ્સે થાય તો ય ક્રોધ કેમ ના કહેવાય ? કારણ કે ક્રોધ હંમેશાંય હિંસકભાવ એની પાછળ હોય, ત્યારે આમને હિંસકભાવ ના હોય. આમને મહીં પાછળ પ્રતિક્રમણ કરતાં હોય જોડે, જોડે. એક બાજુ ક્રોધ થતો હોય ને, એક બાજુ પ્રતિક્રમણ કરતાં હોય, એક બાજુ આ થયાનાં પ્રતિક્રમણ કરતા હોય. મહીં કરો છો કે નહીં ? નિરંતર પ્રતિક્રમણ કરે. પ્રતિક્રમણ કરે છે, માટે હિંસકભાવ ત્યાં નથી.
અને તાંતો ના હોય. તાંતો એટલે શું ? રાતે કંઈ ઝઘડો થયો હોયને તે સવારમાં પ્યાલા ખખડે !
આ જગતના લોકોને સજીવ ક્રોધ છે ને તમને નિર્જીવ ક્રોધ છે. પણ નિર્જીવ ક્રોધ કોને નિમિત્તે થાય છે. એને બિચારાને થોડુંક તો નુકસાન થાય ને ?
ફેર, ક્રોધ અને ગુસ્સામાં તાંતો અને હિંસકભાવ આ બે હોય તો એ ક્રોધ કહેવાય, તો માન કહેવાય, કષાય કહેવાય, એ તીર્થંકર ભગવાને કહેલી વાત છે. છતાંય પણ જો ગુસ્સો થવા માંડે, કો'કને બહુ દુઃખ થાય એવું બોલાઈ ગયેલું હોય, તો આપણે ચંદુભાઈને કહેવું કે, “ચંદુભાઈ, ચુમ્મોત્તેર વર્ષ થયાં. જરા પાંસરા રહો ને ! અને પ્રતિક્રમણ કરો, પશ્ચાત્તાપ કરો. શા માટે આવું કર્યું ?” કહેવાય કે ના કહેવાય ?
પ્રશ્નકર્તા : કહેવાય, કહેવું જ જોઈએ.
દાદાશ્રી : આમ ભલે ગવર્મેન્ટ (સરકાર)ના મોટા ઑફિસર (સાહેબ) હોય, ત્યાં એમની શરમ નહીં રાખવી જોઈએ. આપણે કહેવું