________________
(૧૩) વિમુક્તિ, આર્ત-રૌદ્ર ધ્યાન થકી
૨૩૯
૨૪૦
પ્રતિક્રમણ
પ્રશ્નકર્તા : બહાર જઈને જમાડ્યા એ એકનું એક જ થયુંને ?
દાદાશ્રી : તો શું કરે ? ભૂખ્યા સુવાડે ? આપણા હિન્દુઓ કોઈને ભૂખ્યા ના સુવાડે. આપણા સંસ્કાર એવા !
એ જે આવ્યા છે એ કર્મના ઉદયથી આવ્યા છે. આપણા કર્મનો ને એના કર્મનો ઉદય ! હવે કર્મના ઉદય જ્યાં સુધી પૂરા ના થાય, ત્યાં સુધી જવાના નથી.
હવે બૈરી શું કહે, ચંદુભાઈને ? આ તમારા ઓળખાણવાળા ક્યારે જશે ? ત્યારે એ કહે, “મારા શેના ઓળખાણવાળા ?” એ તો ગમે ત્યાંથી આવ્યા. એટલે પછી ઓળખાણવાળાની વાતો ન કરે.
અત્યારે તો લોકો ડેવલપ (વિકસિત) થયેલા છેને ! એટલે બૈરી કહે કે, તમારા ઓળખાણવાળા તો એના પિયરના આવે તો કહે, “એ તમારા ઓળખાણવાળા ! એટલે એની વઢવાડ કરે. એટલે લોકો લેટ ગો (જવા દો) કરતા હોય એને.
- હવે આમાં મોટું મન કરી નાખ્યું છે લોકોએ. કે ભઈ, આવું કશું ડખોડખલ કરવી નહીં. પણ છેવટે આ રહેવાના તો છે જ. એટલે આપણે મનમાં એમ માનવું કે, ભલે કર્મના ઉદય છે, ત્યાં સુધી ભલે રહો. મારા ને એમના કર્મના ઉદય પૂરા થશે તો એની મેળે જ જશે. એમ કહીએ એટલે એવાં આર્તધ્યાન ને રૌદ્રધ્યાન ન કરવાં. હવે ભલે રહે.
હવે જે વખતે જતા હોયને, જ્યારે ચાર દહાડા પછી જતા હોયને, તો આપણે કહીએ, ના, આજ તો તમારે રહેવું જ પડશે. તોય એ તમારો હાથ છોડીને તરત નાસી જશે. કારણ કે કર્મના ઉદય છે. એ રહેશે જ નહીં. એની પોતાની મરજીથી નહીં રહેતો. કર્મ રાખે છે. અને જો તમે રાખવા માંગશોને છેલ્લે દહાડે, આજ તો જવાનું નથી. તોય ઝાટકો મારીને જતો રહે.
એટલે કર્મના આધીન છે માટે તમારે શું કરવું કે, આ તમારા
આવતા ભવનું ચિતરામણ બગાડશો નહીં. ભાવકર્મથી આવતો ભવ બંધાય છે. માટે આટલું સાચવશો તો બહુ થઈ ગયું.
આર્તધ્યાન ને રૌદ્રધ્યાન સાચવોને તો આવતો ભવ તો સારો આવે, બળ્યો ?
મત તા બગડે માટે પ્રશ્નકર્તા : આપ શું સલાહ આપો છો ? અમારે ત્યાં તો એવો રિવાજ છે કે બધા ચોવિહાર કરે તો રાતના આવે તો અમારે જમાડવા કે નહીં ?
દાદાશ્રી : એ તો કહીએ કે એમને જમાડો. એ શેઠ તો મારે માથે દોષ નાખશે કે એમની આજ્ઞાથી જમાડીએ છીએ, તો એનોય વાંધો નહીં. દર અસલ તમારો ગુનો નહીં. અમે આજ્ઞા આપીને, એટલે ગુનો અમારો પણ જમાડો. એ કહે કે, મને જમાડો તો ભૂખ્યા ના રાખશો.
પ્રશ્નકર્તા : આમાં અતિથિ દેવો ભવ એવું ધર્મમાં આવે છે, એમાં ખરું શું ?
દાદાશ્રી : એ એટલા માટે જ અતિથિ દેવો ભવ મૂકેલું. પહેલેથી કે લોકોનાં મન બગડે નહીં, એટલા માટે મૂકેલું. અતિથિ એટલે શું કે, પહેલેથી કાગળ લખ્યા વગર, તિથિ લખ્યા વગર આવે. આપણે જોઈએ ત્યારે ખબર પડે કે, ઓહોહો ! ચંદુ શેઠ આવ્યા અત્યારે !
મહીં થાય કે, આ કંઈથી મૂઆ આવ્યા ? એવો ભાવ ન બગડવા દેવા. ભાવ ન બગડે તો આવતો ભવ સુધરી જાય. ભાવ બગડે તો તરત પ્રતિક્રમણ કરી નાખવું. અને આર્તધ્યાન-રૌદ્રધ્યાન કરવા જેવા છે જ નહીં.
જમે કરીને છૂટી જાવ બધું કર્મના ઉદયે છે, એ ગાળ ભાંડે તેય આપણા કર્મના ઉદય