________________
૨૩૮
પ્રતિક્રમણ
(૧૩) વિમુક્તિ, આર્ત-રૌદ્ર ધ્યાન થકી
૨૩૭ પ્રશ્નકર્તા : હા, ઊઘાડીએ.
દાદાશ્રી : અને પછી શું કહો, એ લોકોને ? પાછા જાવ એમ કહે ?
પ્રશ્નકર્તા : ના. ના. પાછા જાવ, એમ કેમ કહેવાય ? દાદાશ્રી : ત્યારે શું કહો ? પ્રશ્નકર્તા : અંદર બોલાવીએ આપણે. ‘આવો અંદર.”
દાદાશ્રી : ‘આવો પધારો પધારો.” આપણા સંસ્કાર છેને ? એટલે આવો પધારો કહીએ, બધાને સોફાસેટ ઉપર બેસાડીએ. સોફા ઉપર છોકરું સૂઈ ગયું હોય તો ઝટ ઝટ ઊઠાડી દઈએ અને બાજુમાં ફેંકી દઈએ. સોફા ઉપર બેસાડીએ. પણ મનમાં એમ થાય કે, “અત્યારે ક્યાંથી મૂઆ આવ્યા આ ?”
હવે આ આર્તધ્યાન નથી, રૌદ્રધ્યાન છે. સામા માણસની ઉપર આપણે આ ભાવ બગાડીએ, આર્તધ્યાન તો પોતે પોતાની જ પીડા ભોગવવી. આ તો પારકાની ઉપાધિ પોતે કરીને પારકા ઉપર આ ‘બ્લેમ' (આરોપ) કર્યો. ‘અત્યારે કંઈથી મૂઆ ?”
- હવે તોય પાછા આપણે શું કહીએ ? આપણા સંસ્કાર તો છોડે નહીંને ? ધીમે રહીને કહે, ‘જરાક... જરાક... જરાક.' અલ્યા પણ શું ? ત્યારે કહે, થોડીક ચા... ત્યારે કહે પેલા એવા હોય તે કહે, “ચંદુભાઈ, અત્યારે ચા રહેવા દોને, અત્યારે ખીચડી-કઢી કરી નાખોને, બહુ થઈ ગયું.” જો આ તારી બૈરીની ગાડી ચાલી ! રસોડામાં શું થઈ જાય ?
હવે અહીં શું કરવાનું છે ? ભગવાનની આજ્ઞા, જેને મોક્ષે જવું હોય તેને શું કરવું જોઈએ કે અત્યારે કંઈથી મૂઆ એવો ભાવ આવી જ જાય માણસને. અત્યારે તો આ દુષમકાળનું દબાણ એવું છે, વાતાવરણ એવું છે, એટલે એને આવી જાય. મોટો માણસ હોય તેનેય આવી જાય. સંયમીનેય આવી જાય. પણ સંયમી ત્યાં આગળ ફેરફાર કરે કે આ રહેવાના જ છે. હવે આને શા હારુ તું મહીં આ ચીતરે
છે ? બહાર સારું કરું છું અને અંદર ઊંધું ચીતરે છે. એટલે આ ગયા અવતારનું ફળ ભોગવીએ છીએ. આપણે આ સારી રીતે બોલાવીએ, કહીએ છીએ અને નવું આવતા અવતારનું બાંધીએ છીએ આપણે અંદરના હિસાબે. અત્યારે કંઈથી મૂઆ એટલે અત્યારના અવળું બાંધીએ છીએ.
એટલે ત્યાં આગળ આપણે ભગવાન પાસે માફી માંગી લઈને કહેવું, કે ભગવાન મારી ભૂલ થઈ ગઈ, આ વાતાવરણના દબાણને લઈને બોલી ગયો પણ આવી મારી ઇચ્છા નથી. એ ભલે રહે. તેનું તમે ભૂંસી નાખોને, એટલે તમારો પુરુષાર્થ કહેવાય.
આવું થાય તો ખરું જ, એ તો મોટામાં મોટા સંયમીઓને થાય. એવો કાળ વિચિત્ર છે આ. પણ તમે જો ભૂંસી નાખો તો તમને એવું ફળ મળશે.
અને સ્ત્રીઓ પણ અંદર ભૂંસી નાખે કે, બળ્યું હવે આજે આ માથા પર હશે, તો એ ખાધા વગર રહેવાના નથી. તો પછી આ આવું શા હારુ કરું ? એના કરતાં કહીએ આવો, નિરાંતે જમો.
એટલે આપણે આમ ઉપાય કરવો પડે. ઉપાય ના કરીએ અને માથે જે પડ્યા છે તો ચાર દહાડા એ ખસે જ નહીં.
પ્રશ્નકર્તા ઃ અમે તો રાતના જમાડીએ જ નહીં, અમે બધા ચોવિહાર કરીએ.
દાદાશ્રી : તો તમે શું કહો અહીં. જમવાનું નહીં મળે ? પ્રશ્નકર્તા : ના પાડી દઈએ. દાદાશ્રી : ચા માંગે તો ? પ્રશ્નકર્તા : માંગે તોય ન આપીએ.
દાદાશ્રી : એમ ? પછી લોક શું કરે છે ? અમે બહાર જઈને જમાડી આવીએ.