________________
(૧૩) વિમુક્તિ, આર્ત-રૌદ્ર ધ્યાન થકી
૨૩૧
૨૩૨
પ્રતિક્રમણ
પ્રતિક્રમણ કરવું જોઈએ, કે આમ કેમ થાય છે ? એવું ના થવું જોઈએ. બસ એટલું જ. એ તો જેવો માલ ભર્યો હોયને, એવું બધું નીકળે. એને આપણે ભરેલો માલ એવું આપણી સાદી ભાષામાં બોલીએ ને ભગવાને એને દ્રવ્ય કહ્યું. ભરેલો માલ બહાર નીકળે એવું કહીએ, એટલે તરત સમજણ પડી જાય સામાને. હવે એને શાસ્ત્રીય ભાષામાં દ્રવ્ય પરિણામ છે કહેશે. અને ભાવ પરિણામ છે એવું કહેશે.
હવે એવું આ બધું ઝીણું આ બધાને શી રીતે આવડે ? ને આ બધાને શીખવાડવા જાય તો ઊલટું બીજું વળી ભૂલી જાય. એના કરતાં આપણી ગામડાની ભાષા સારી, તરત સમજણ પડી જાય. આપને સમજાયુંને ? આ ભરેલો માલ છે, તે હવે ખાલી થાય છે.
પ્રશ્નકર્તા : એવું બને છે કે, ધારો કે આપણે કોઈની પાછળ ખરાબ બોલીએ કે આવી છે, તેવો છે, નાલાયક છે અને પછી પોતાની જાતને માનીએ કે, હું બરાબર છું. મારું બધું કરેક્ટ છે. હું જરાયે દોષિત નથી, મારી કોઈ ભૂલ જ નથી, તો એવાં આર્તધ્યાન-રૌદ્રધ્યાન અંદર ક્ષણે ક્ષણે થયા જ કરતાં હોય છે. તો એમાં જાગૃતિ કેવી રીતના રાખવી કે જેથી કરીને આનાથી છૂટું રહેવાય ?
દાદાશ્રી : એ તો થયા જ કરે. ત્યાર પછી આપણે જાણીએ કે, આ જાગૃતિ રહેતી નથી. તો આખા દહાડામાં જે થઈ ગયું હોય તે સાંજે પછી નક્કી કરવું કે, મારે રાતે નવથી અગિયાર સુધી પ્રતિક્રમણ કરવાં.
પ્રશ્નકર્તા : બરાબર છે, પ્રતિક્રમણ એ એનો ઉપાય છે.
દાદાશ્રી : હા. આ બધા જે રસ્તામાં, પોળમાં મળ્યા હોય, બીજા મળ્યા હોય, એ બધાના પ્રતિક્રમણ રાતે બેસીને કરો.
પ્રશ્નકર્તા : જેટલા જેટલા મળ્યા હોય.
દાદાશ્રી : ભેગો થયો કે ના થયો, પણ બધાનાં પ્રતિક્રમણ કરો. કલાક, બે કલાક તે ઘડીયે એની એટલી બધી શક્તિ વધશે કે ન પૂછો વાત !! ને આનંદેય પુષ્કળ થશે.
પ્રશ્નકર્તા : સમજી ગયો. એટલે જે છેવટે નિવૃત્તિમાં પ્રતિક્રમણ કરી લેવું. દાદાશ્રી : યાદ કરીને પ્રતિક્રમણ કરો.
એનું નામ ધર્મધ્યાન પ્રશ્નકર્તા : આર્તધ્યાનનું પ્રતિક્રમણ કરે તો શેમાં જાય ?
દાદાશ્રી : કશાયમાં જાય નહીં, પ્રતિક્રમણ કરી નાખ્યું, એટલે ડાઘ પડ્યો તે ધોવાય.
પ્રશ્નકર્તા : અને રૌદ્રધ્યાનનું પ્રતિક્રમણ કરે તો ? દાદાશ્રી : એ તો સામાનું કરવું પડે.
પ્રશ્નકર્તા : પણ હવે આ ચોપડીમાં એવું છાપ્યું છે કે ધર્મધ્યાનમાં જાય.
દાદાશ્રી : હા. એટલે રૌદ્રધ્યાનનું પ્રતિક્રમણ કરે એટલે ધર્મધ્યાનમાં જ જાય છે. કારણ કે રૌદ્રધ્યાન અટકાવ્યું.
પ્રશ્નકર્તા : તો પછી આર્તધ્યાનનું પ્રતિક્રમણ કરે તો શેમાં જાય ?
દાદાશ્રી : એવું નહીં, એવું નહીં લખ્યું. ચોપડીમાં જુદું લખ્યું, રૌદ્રધ્યાનને અટકાવ્યું એનું નામ ધર્મધ્યાન. એવું લખ્યું નથી ?
પ્રશ્નકર્તા ઃ અને આર્તધ્યાનને ?
દાદાશ્રી : રૌદ્રધ્યાન અટકાવે એનું નામ ધર્મધ્યાન અને આર્તધ્યાનને અટકાવે તોય ધર્મધ્યાન. હા. બેઉનું, બન્નેનું.
પ્રશ્નકર્તા : અને પશ્ચાત્તાપ કરે તો ? દાદાશ્રી : અને પશ્ચાત્તાપ કરે તો ધોઈ નાખે એનું ! પ્રશ્નકર્તા ઃ આપ ઘણીવાર સત્સંગમાં એવું કહો છો કે આર્તધ્યાન