________________
(૧૩) વિમુક્તિ, આર્ત-રૌદ્રધ્યાન થકી
ઉપાય અને એ જ એનો ઈલાજ ! તમારે કશું લેવા-દેવા નહીં, એટલે મહાત્માઓને આર્તધ્યાન થાય જ નહીં. આત્માને આર્તધ્યાન-રૌદ્રધ્યાન થાય જ નહીં. આપણા મહાત્માઓને આર્તધ્યાન, રૌદ્રધ્યાન થાય જ નહીં. કારણ કે એ શુદ્ધાત્મા છે, નામરૂપ નથી પોતે.
૨૨૯
પ્રશ્નકર્તા : ભૂતકાળમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાનમાં જે મુંઝાઈ ગયા હોય, અને પૂર્વે જ્યારે એવાં ને એવાં કામ કરી ચૂક્યાં હોય, તો આજે એનાં પરિણામો ઉદયમાં આવે તો શું કરવું ?
દાદાશ્રી : એ તો એ જ આવે ને ! એ જ આવવાનાં ને. પણ આજે એને જ્ઞાને કરીને છોડીએ. તે દાડે જ્ઞાન નહીં એટલે છોડાય નહીં. હવે આપણે જ્ઞાને કરીને છોડી શકીએ. પ્રતિક્રમણ તેને લીધે કરવાનું. તે દા'ડે પ્રતિક્રમણ કર્યાં નથી. અપ્રતિક્રમણ દોષ લાગેલો છે. જગત આખું આ દોષને લઈને ઊભું રહ્યું છે. જ્યારે પ્રતિક્રમણ થાય છે, ત્યારથી છૂટકારો થવા માંડે છે.
‘જ્ઞાત' પછી કર્મ ક્યારે બંધાય ?
પ્રશ્નકર્તા : જ્ઞાન લીધા પછી, જાણે અજાણે, આર્તધ્યાન-રૌદ્રધ્યાન થાય અને તે જ ક્ષણે મનમાં ખૂબ પસ્તાવો થયા પછી પ્રતિક્રમણ કરવામાં આવે, તો જ્ઞાન લીધા પછી મહાત્માઓને કર્મ બંધાય ખરું ? દાદાશ્રી : પ્રતિક્રમણ કરે તો ના બંધાય, પ્રતિક્રમણ કરે છે દરેક વખતે ?
પ્રશ્નકર્તા ઃ પ્રતિક્રમણ કરી લઉં છું તરત.
દાદાશ્રી : અને તું ‘ચંદુલાલ' કે ‘શુદ્ધાત્મા’ છે ?
પ્રશ્નકર્તા : હું તો શુદ્ધાત્મા છું.
દાદાશ્રી : તો તો વાંધો નહીં. પ્રતિક્રમણ કરે એટલે વાંધો નહીં.
પ્રશ્નકર્તા : રૌદ્રધ્યાનનું કંઈ નિમિત્ત બન્યું ને પ્રતિક્રમણ ના થયું તો અને એ ગૂંચવાડામાં રહ્યું. તો એ કર્મ બંધાઈ ગયું ?
પ્રતિક્રમણ
દાદાશ્રી : કર્મ તો બંધાય ક્યારે ? કે દર્શન ફરે તો બંધાય. દર્શન ફરે, શ્રદ્ધામાં ડામાડોળ થાય, નહીં તો કર્મ બંધાય નહીં. પ્રતીતિ એની ખસે નહીં, તેને કશું થાય નહીં.
૨૩૦
પ્રશ્નકર્તા : એટલે ટાઈમ લિમિટ કોઈ નહીં ? કે આટલા ટાઈમમાં કર્મ બંધાઈ જાય ?
દાદાશ્રી : કર્મ ક્યારે બંધાય ? કે પ્રતીતિ ડામાડોળ થાય, આમતેમ થાય, ખાંડ ને મીઠું મિક્સ કરવાથી શું થાય ?
પ્રશ્નકર્તા ઃ ફેરફાર થઈ જાય.
દાદાશ્રી : એટલે પછી બધું કર્મ બંધાય, ખાંડ-ખાંડમાં રહેવા દે. મીઠાને-મીઠામાં રહેવા દે. એટલે પ્રતીતિ બગડવી ના જોઈએ. પ્રતીતિ પર ડાઘ ના પડવો જોઈએ.
દ્રવ્ય પરિણામ અને ભાવ પરિણામ
હવે આર્તધ્યાન-રૌદ્રધ્યાન ના થાયને ?
પ્રશ્નકર્તા : હવે થતું નથી. દસ દિવસથી બંધ થઈ ગયું છે.
દાદાશ્રી : પછી ક્યારે થશે ?
પ્રશ્નકર્તા : બીજાના દોષ જોશે ત્યારે થશે ?
દાદાશ્રી : દોષ જુએ તો પ્રતિક્રમણ કરવું. હવે આપણે કર્તા નથીને, એટલે આર્તધ્યાન-રૌદ્રધ્યાન ના થાય. અને કોઈના દોષ જોતો હોય એ એનું પહેલાંનું દ્રવ્ય છે, એ ભાવ નથી, ભાવ હોય ત્યારે આર્તધ્યાન-રૌદ્રધ્યાન કહેવાય. આ તો દ્રવ્ય છે, એટલે જેવું મહીં ભર્યું હોય એવું બોલે.
પ્રશ્નકર્તા : બીજાના દોષ જુએ એટલે આર્તધ્યાન-રૌદ્રધ્યાન થાય ?
દાદાશ્રી : હા. તે બીજાના દોષો જોવાનો, મહીં માલ ભરી લાવ્યો હોય, તો એવું જુએ. તો પણ એ પોતે દોષમાં નથી આવતો. એણે