________________
(૧૩) વિમુક્તિ, આર્ત-રૌદ્ર ધ્યાન થકી
૨૨૭
૨૨૮
પ્રતિક્રમણ
પણ વખતે, હું તો પહેલેથી કહી દઉં, કે ભઈ, ચેતતો રહેજે. પછી તું કહ્યું કે, હવે મને આમાંથી છોડો, આ પંદર ભવમાંથી એ નહીં છૂટાય. કારણ કે, જ્ઞાનીનો સિક્કો છે. કોઈથી ભૂંસી ના શકાય, છેકો ના મારી શકાય.
જ્ઞાની એટલે લાયસન્સદાર માણસ કહેવાય. આખા વર્લ્ડનું લાયસન્સ હોય એમની પાસે, જ્યાં દેવલોકો બેસે છે, દેવલોકો સાંભળવા આવે એવું આ વિજ્ઞાન છે. આ પરમહંસની સભા કહેવાય. જ્યાં આત્મા ને પરમાત્મા સિવાય બીજી વાત નથી, સંસારસંબંધી વાત નથી, પણ ધર્મધ્યાન સાથેનું છે. આપણું અક્રમ છે ને !
આત્મજ્ઞાન ત્યાં નહીં આર્ત-રૌદ્રધ્યાત આર્તધ્યાન ને રૌદ્રધ્યાન એ તિર્યંચગતિનું ને નર્કગતિનું કારણ છે.
પ્રશ્નકર્તા : આર્તધ્યાન ને રૌદ્રધ્યાન કરવું જ નથી હોતું. છતાં થઈ જાય છે ?
દાદાશ્રી : મારું કહેવાનું છે કે, એ થઈ જાય, તેનો વાંધો નથી આપણને, તમે પ્રતિક્રમણ કરો ને ? અમે એનો વાંધો ઊઠાવ્યો જ નથી. કે કેમ તમે આમ કરો છો ? તમે પ્રતિક્રમણ કરો. એમ કહીએ છીએ. અમે કોઈને કાઢવા માંગતા નથી. આપણા અહીં ‘નેગેટિવસેન્સ’ (નકારાત્મક) જ નથી, ‘પોઝિટિવસેન્સ’ (હકારાત્મક) છે. અમે કોઈનું નિકંદન કાઢવા માંગતા નથી. તમે રહો કહીએ અને અમે પ્રતિક્રમણ કરીએ. એટલે એ એની મેળે જતા રહેશે.
આપણું જ્ઞાન જ એવું છે કે, આર્તધ્યાન ને રૌદ્રધ્યાન થાય જ નહીં. આર્તધ્યાન ને રૌદ્રધ્યાન થવા જ ના દે એવું છે. અને જે આર્તધ્યાન ને રૌદ્રધ્યાન દેખાય છે, તે આપણું ધ્યાન નથી, પણ ગૂંગળામણ છે ખાલી. ખરેખર એ ના થાય કોઈ દહાડોય ! આત્મજ્ઞાન જો છે તો આર્તધ્યાન ને રૌદ્રધ્યાન નથી અને આર્તધ્યાન ને રૌદ્રધ્યાન છે, તો ત્યાં આત્મજ્ઞાન નથી. બે ભાષા જુદી જુદી ના હોય.
- દેહમાં ધર્મધ્યાન હોય ને આત્મામાં શુક્લધ્યાન હોય. પણ પેલી ગૂંગળામણ આવે ને મનમાં એમ લાગે કે, આ રૌદ્રધ્યાન ને આર્તધ્યાન થઈ ગયું. બસ એટલા માટે આપણે કહેવાનું કે, અતિક્રમણ કેમ કર્યું ? માટે પ્રતિક્રમણ કરો.
આત્મજ્ઞાન છે ત્યાં આર્તધ્યાન ને રૌદ્રધ્યાન હોય નહીં. નહીં તો આત્મા પ્રાપ્ત થાય નહીં કોઈ દહાડો ય. હવે તમને જે આર્તધ્યાન ને રૌદ્રધ્યાન થાય છે તે ખાલી ગુંગળામણ છે. આર્તધ્યાન ને રૌદ્રધ્યાન કોને થાય ? કે જે પેલો જીવતો ઈગોઈઝમ હોય તેને થાય. તે જીવતો ઈગોઈઝમ મેં ખલાસ કરી નાખ્યો. હવે મડદાલ ઈગોઈઝમ રહ્યો. તેને કંઈ આર્તધ્યાન, રૌદ્રધ્યાન થાય નહીં. મરેલું કંઈ નવું હાલ-ચાલે નહીં.
એટલે વિગતમાં કશું છે નહીં, સમજો બરાબર. હું શું કહું છું ? સમજો તો આમાં કશું જ નથી.
આ જ્ઞાન જ એવું આપેલું છે કે, ઈટસેલ્ફ (સ્વયં) બધું કામ કર્યા કરે અને પૂરેપૂરું સમજો. વિગતપૂર્વક સમજો. અને છેવટે ના સમજણ પડે તો પ્રતિક્રમણ કર્યા કરો ને, એટલે જેને સમજણ ના પડે, તેને પ્રતિક્રમણ કરવાનું કહ્યું છે અને સમજે તો તો પોતાને કશું થતું જ નથી, બહાર જ વાગે છે, અને એના મનમાં એમ લાગે છે કે અહીં જ વાયું. ખરેખર વાગે છે બહાર !
પ્રશ્નકર્તા : એટલે આ બધી ભ્રમણા જ છે ?
દાદાશ્રી : ના. ભ્રમણા નથી. આ તો બધું ગૂંગળામણ ઊભી થાય ને. કર્મના બહુ ડખા હોય ને, તો એવું થાય. અહીં બહુ ધૂળ ઊડાડે તો શું થાય ? આપણને આગળનું ના દેખાય.
પ્રશ્નકર્તા : આવરણો છે ?
દાદાશ્રી : આ તો બધાં મોહનીય કર્મો છે, જે ભરેલાં તે બધાં ઊખડે, તેમ તેમ એ નીકળ્યા કરે.
આપણે હવે કામ કાઢી લો ! પ્રતિક્રમણ કર્યા કરજો. એ એનો