________________
૨૩૪
પ્રતિક્રમણ
(૧૩) વિમુક્તિ, આર્ત-રૌદ્ર ધ્યાન થકી
૨૩૩ રૌદ્રધ્યાન થવાની જગ્યા હોય તો કંટ્રોલ હોય એ ધર્મધ્યાન.
દાદાશ્રી : એ ધર્મધ્યાન કેવી રીતે કંટ્રોલમાં રહે કે, આ મારા જ કર્મનો ઉદય છે. એમાં એ નિમિત્ત છે, એનું એ ધર્મધ્યાન કહેવાય.
પ્રશ્નકર્તા : હા. પણ એ કંટ્રોલમાં રહે તો ને ? દાદાશ્રી : હા. ગોળી છૂટી ગઈ તો પ્રતિક્રમણ કરવું પડે. પ્રશ્નકર્તા: રૌદ્રધ્યાનનાં પ્રતિક્રમણથી સીધું ધર્મધ્યાન થાય ?
દાદાશ્રી : નહીં, એવું નહીં. એવું છેને, યથાર્થ શબ્દ ઉપર છે આ. પ્રતિક્રમણ ને પશ્ચાત્તાપ એ બેમાં ફેર. યથાર્થ પ્રતિક્રમણ કરવું એટલે પોતે શુદ્ધભાવે કરવું.
આપણે જોઈ લેવું, બસ. પ્રતિક્રમણ વિધિના શબ્દોમાં બીજા કોઈનો હસ્તક્ષેપ નથી, એટલું જોઈ લેવું. એમાં મારો શબ્દ હોય છે કે નહીં ? એટલું જ તમારે જોઈ લેવાનું. એમાં બીજાની ડખલ હોય તો તે જોઈ લેવું. બીજાની ભૂલ જોવાની આપણે જરૂર જ ના હોય.
પ્રશ્નકર્તા : ભૂલની વાત નથી, પણ એક્કેક્ટ (યથાર્થ) જાણવું તો જોઈએને ?
દાદાશ્રી : નહીં, એ બધા શબ્દ એક-એક સાચા હોય ! એમાં ફેરફાર કરવાનો, આમાં છકો મારવાનો, ભવિષ્યમાં કોઇનેય અધિકાર નથી !
યથાર્થ પ્રતિક્રમણ પ્રશ્નકર્તા છેકો મારવાનું નહીં કહેતો, કારણ કે બે-ત્રણ વાક્યો સાથે આવ્યા ને..
દાદાશ્રી : ના, એ તો એવો કોઈ સંજોગવશાત્ એ આખું પુસ્તક લાવ્યો ત્યારે મારાથી કહેવાય કે કેવા સંજોગોમાં, કેવી વાત થઈ હોય... એની આજુબાજુનું કનેક્શન (સાંધો) જોઈએ. તમે અદ્ધર વાક્ય લો ને
તેનો અર્થ ના થાય બરાબર.
પ્રશ્નકર્તા : નહીં, નહીં, આપ્તવાણી ૨માં પાના નંબર ૧૦૯ ઉપર છે કે રૌદ્રધ્યાનમાં પશ્ચાત્તાપ થાય તો તે આર્તધ્યાનમાં જાય અને જો રૌદ્રધ્યાનમાં યથાર્થ પ્રતિક્રમણ થાય તો ધર્મધ્યાનમાં જાય.
દાદાશ્રી : પૂરું વાક્ય જે આખું બોલેલું છે. એટલે આમાં તમારે તો એટલું જ જોવાનું કે બીજાની ડખલ છે કે નહીં. ડખલ હોય તો મને કહેવું. બીજું, આને તોલવા ના જશો. આનો અર્થ આ થાય કે નહીં, એ સંજોગોના અનુસાર હોય.
યથાર્થ એટલે જેમ હોવું જોઈએ એવું વાક્ય જ્ઞાની પુરુષ કરી શકે. બીજું કોઈ ના કરી શકે.
પ્રશ્નકર્તા : એ યથાર્થનો ફોડ પાડો.
દાદાશ્રી : યથાર્થ એટલે જેમ હોવું જોઈએ તેવું સંપૂર્ણ. હવે એવું સમજાય નહીં ? અમુક, અમુક મોટા માણસ આપણામાં થયેલા હોય, તમે જો સમજતા હો, તો કરી શકો એમ છો.
પ્રશ્નકર્તા : અત્યાર સુધી હું એવું સમજતો હતો કે, આપણને આમ કો'કનું ખોટું કરવાનું મનમાં આવેને, તો એ આપણું કામ આપણાથી ના થાય. એને હું ધર્મધ્યાન માનતો હતો. આણે મારું નુકસાન કર્યું. એટલે મને તરત રિએક્શન (પ્રતિક્રિયા) થાય કે, આમનું આમ કરું. તો કહે કે, ભઈ, એ આપણું કામ નહીં.
દાદાશ્રી : હા. તે ધર્મધ્યાન કહેવાય. પણ એ તો ધર્મધ્યાન છે એ જ તો જોવા જેવું કે આર્તધ્યાન-રૌદ્રધ્યાન અટકાવ્યું. એ તો ધર્મધ્યાન રોકડું જ છે. પણ આ યથાર્થ પ્રતિક્રમણ કરવું એ તો બહુ મોટી વાત છે. નહીં તો એ પ્રતિક્રમણ જુદી વાત છે. તમે કહો છો એ પ્રમાણે, પણ યથાર્થ,
પ્રશ્નકર્તા : દાદા, કૉમન લેંગ્વજ (સામાન્ય ભાષા)માં જતું રહ્યું, ચોપડીમાં છપાયું એટલે.