________________
૨૨૪
પ્રતિક્રમણ
(૧૩) વિમુક્તિ, આર્ત-રૌદ્ર ધ્યાન થકી
૨૨૩ આપણા જ કષાયો આપણા શત્રુ તમારે નિમિત્ત આવે કોઈ દહાડો ? પ્રશ્નકર્તા : આવે કોઈક વખત.
દાદાશ્રી : હા. એ તો નિમિત્ત જ છે આ. ખરેખર નથી. આ ચોર આપણા ગજવામાંથી રૂપિયા કાપી જાય, તે નિમિત્ત છે. એ ખરેખર ગુનેગાર એ નથી. ખરેખર ગુનેગાર આપણા કષાય છે.
પોતાના દુશ્મનો જ પોતાના કષાય છે. બીજું કોઈ બહાર દુશ્મન છે જ નહીં. અને એ કષાય જ એને મારી રહ્યા છે. એને બહારનો કોઈ મારતો નથી.
પશ્ચાતાપ પQિર્તાને ધ્યાન હવે જબરજસ્ત રૌદ્રધ્યાન કર્યું હોય, પણ પ્રતિક્રમણથી તે આર્તધ્યાન થઈ જાય છે. બે જણાએ રૌદ્રધ્યાન એક જ પ્રકારનું કર્યું. બે જણે કહ્યું કે ફલાણાને હું મારી નાખીશ. એવું બે જણે મારવાનો ભાવ કર્યો. તે રૌદ્રધ્યાન કહેવાય. પણ એકને ઘેર જઈને પસ્તાવો થયો કે ‘બળ્યો મેં આવો ભાવ ક્યાં કર્યો.” એટલે એ આર્તધ્યાનમાં ગયું અને બીજા ભાઈને રૌદ્રધ્યાન રહ્યું.
એટલે પસ્તાવો કરવાથી રૌદ્રધ્યાન પણ આર્તધ્યાન થઈ જાય છે. પસ્તાવો કરવાથી નર્કગતિ અટકીને તિર્યંચગતિ થાય છે. અને વધુ પસ્તાવો કરે તો ધર્મધ્યાન બંધાય. એક વખત પસ્તાવો કરે તો આર્તધ્યાન થાય ને વધુ પસ્તાવો કર કર કર્યા કરે, તો ધર્મધ્યાન થઈ જાય. એટલે ક્રિયા તેની તે જ, પણ ફેરફાર થયા કરે છે.
રૌદ્રધ્યાન પર પશ્ચાત્તાપનો પૂંઠ દીધો કે ફેરફાર થાય, અને આનંદનો પૂંઠ દીધો કે નહીં, એને મારવો જ જોઈએ. મેં વિચાર કર્યો તે બરોબર હતો’ એવું કહે ત્યારે એ નિગોદ સુધી પહોંચે. ફરી મનુષ્યમાં આવવું મુશ્કેલ થઈ જાય ત્યાં સુધી પેસે, એટલે રૌદ્રધ્યાનમાં આનંદ એ નિગોદ સુધી પહોંચી જાય.
એટલે રૌદ્રધ્યાન કરીશ જ નહીં અને રૌદ્રધ્યાન થઈ જાય તો પશ્ચાત્તાપ કરજે. આર્તધ્યાન કરીશ જ નહીં અને આર્તધ્યાન થઈ જાય તો પશ્ચાત્તાપ કરજે.
આર્તધ્યાન થઈ જાય અને “એ” પશ્ચાત્તાપ કરે તો ભગવાને કહ્યું કે, તારું ધર્મધ્યાન અમે જમે કરીશું. શું ખોટું કહ્યું ભગવાને ? ભગવાન કંઈ ડાહ્યા હશે કે ચક્કર હશે ?
પ્રશ્નકર્તા : ભગવાનને ચક્કર કહીને ક્યાં જવું છે ? ભગવાન ડાહ્યા જ છે.
પ્રતિક્રમણથી પુદ્ગલ પામે ધર્મધ્યાન દાદાશ્રી : ‘દાદા'ના નામથી પસ્તાવો કરજો. તો ત્યાં આગળ એનું ધર્મધ્યાન થઈ જશે. જેટલું આવડ્યું તેટલું તો ઠંડ્યું ! રૌદ્રધ્યાન થાય તોય પસ્તાવો કરજો. અને આર્તધ્યાન થાય તોય પસ્તાવો કરજો. ધર્મધ્યાન તો આવડે એવું નથી આ કાળમાં. માટે આ રૌદ્રધ્યાન અને આર્તધ્યાન પર પસ્તાવો કરીને ધર્મધ્યાન બનાવ્યું એટલું કારખાનું કરી નાખજો. ધર્મધ્યાન માણસને સીધી રીતે નથી આવડે એવું આજ. કારણ કે ભગવાનનાં દર્શન કરે ને, તે ઘડીયે ધ્યાન બહાર જોડામાં હોય. એટલે ભગવાન ખુદ જ કહે છે ને કે મારાં દર્શન કરે છે, તે ઘડીયે જોડાનાં દર્શન જોડે કરે છે. એટલે ફોટો જોડે લે છે. હું શું કરું તે ?!
એટલે આ કાળમાં ધર્મધ્યાન થઈ શકતું નથી. એટલે આ દાદા શું કહે છે, જેટલાં આર્તધ્યાન થાય તેનો પસ્તાવો કરો, તો ધર્મધ્યાનનું ફળ મળશે. અને ધર્મધ્યાન વગર આ પુદ્ગલ છૂટે એવું નથી. આ પુદ્ગલને શુક્લધ્યાન થાય નહીં કોઈ દહાડોય !
એટલે આર્તધ્યાન થાય તેનો વાંધો નથી. પણ ધર્મધ્યાનમાં ફેરવી શકાય છે.
આપણે કહીએ, ‘હે ચંદુલાલ, શું કરવા તે આર્તધ્યાન કર્યા કરે