________________
(૧૧) પુરુષાર્થ, પ્રાકૃત દુર્ગુણો સામે...
૨૦૯
[૧૨] છૂટે વ્યસનો, જ્ઞાતી રીતે
કહેવું કે, ‘ભઈ ચંદુલાલ, ધોઈ નાખો. આ પેલું શા માટે ક્યું આવું ? અને સામાને દુ:ખ નથી થતું એવા કર્મને માટે વાંધો નહીં. ખાઓપીઓ બધું-જેટલાં કારેલાં ખાવાં હોય એટલાં ખાવને ! મહીં ગોળ નાખીને પણ કારેલું ખાવ. કારણ કે કડવા રસની શરીરને જરૂર છે. માટે એમને એમ ના ખવાય તો મહીં ગોળ નાખીને ખાવ, પણ ખાવ.
“એ” છે પુરુષાર્થ કોઈને કિંચિત્માત્ર દુઃખ ન થવું જોઈએ. આ તો અજાણે પાર વગરનાં દુઃખ થાય છે. સામાને દુઃખ ના થાય એવી રીતે તમે કામ લો. એ ક્રમણ કહેવાય. પણ અતિક્રમણ ક્યારે કહેવાય ? તમારે ઊતાવળ હોય ને અહીં ચા પીવા ગયો હોય, પછી એ આવે કે તરત તમે બૂમાબૂમ કરો કે, ‘ક્યાં ગયો હતો ? નાલાયક છે ને આમ તેમ કરો તે અતિક્રમણ કર્યું કહેવાય. અને એ સ્વભાવિક તમારાથી થઈ જાય. તેમાં તમારે કંઈ ઇચ્છા નથી હોતી.
અતિક્રમણ થવું એ સ્વભાવિક છે, પણ પ્રતિક્રમણ કરવું એ આપણો પુરુષાર્થ છે. એટલે એ જે કર્યું હોય એ ભૂંસાઈ જાય. પ્રતિક્રમણથી પડેલો ડાઘ તરત ભૂંસાઈ જાય.
| નિકાલ કરો સમભાવથી ઘરમાં દાળ જરા વધારે તીખી થયેલી હોય એટલે આપણે બૂમ પાડીએ કે, “આ દાળ બગાડી છે ને આમ છે ને તેમ છે’ પછી આપણને ખબર પડે કે, આ તો આપણી ભૂલ થઈ. આ ફાઈલનો સમભાવે નિકાલ ના કર્યો. ફાઈલનો સમભાવે નિકાલ કરવો એટલે શું? આપણે દાળને ઓછી લઈને, ગમે તેમ કરીને ઉકેલ લાવવાનો, વ્યાવહારિક રીતે. નહીં તો પછી આપણે પ્રતિક્રમણ કરવું પડે. એવો દોષ દેખાય છે ખરોને તરત ? પ્રશ્નકર્તા : તરત ખ્યાલ આવી જાય.
“એનાથી' શારીરિક દર્દી પણ જાય દાદાશ્રી : આપણું જ્ઞાન પ્રતિક્રમણ કરવાનું કહે છે. ઓછું ખાધું તેય અતિક્રમણ. કારણ બે વાગે ભૂખ લાગે. અને વધારે ખાધું તેય અતિક્રમણ છે માટે નોર્મલમાં રહે.
જેટલાં શરીરનાં દર્દો છે, એ બધાં અતિક્રમણોથી થયાં છે. તે બધાં પ્રતિક્રમણોથી જાય.
પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કેવી રીતે કરાય ?
દાદાશ્રી : દર્દનો સ્વભાવ ખોળવો પડે. કોના નિમિત્તે એ ઊભું થયું છે તે ખોળવું પડે, દરેક જોડેના સંબંધોની ઊંડી તપાસ કરવી પડે. જેટલા સંબંધો યાદ આવે, તે જ વધુ પડતા છે. એ જ ફાઈલો છે. જે