________________
(૧૦) અથડામણની સામે...
૧૯૩
૧૯૪
પ્રતિક્રમણ
દાદાશ્રી : તાંતો રહેતો જ નથી. જે કોઈ કહેશે કે, મને તાંતો રહે છે, એય તાંતો નથી. (મહાત્માઓ માટે).
પ્રશ્નકર્તા : પણ દાદા, ટકરામણો ન થાય એવો સતત ભાવ રહેવો જોઈએને ?
દાદાશ્રી : હા, રહેવો જોઈએ. એમાં એ જ કરવાનું ને ! એનું પ્રતિક્રમણ કરવાનું ને એના તરફ ભાવ રાખવાના ! ફરી પાછું એવું થાય તો ફરી પાછું પ્રતિક્રમણ કરવાનું, કારણ કે એક પડ જતું જ રહે, પછી બીજું પડ જતું રહે. એમ પડવાળાં ને ? મને તો જ્યારે ટકરામણ થતી હતી, એટલે નોંધ કરતો હતો કે, આજે સારું જ્ઞાન મળ્યું ! ટકરાવાથી લપસી ના પડાય, જાગૃત ને જાગૃત જ રહેને ! એ આત્માનું વિટામિન છે. એટલે આ ટકરાવામાં ભાંજગડ નથી. ટકરાયા પછી જુદું નહીં પડવું. એ અહીંયાં પુરુષાર્થ છે. મન જુદું પડતું હોય તો પ્રતિક્રમણ કરીને બધું રાગે પાડી દેવાનું. અમે આ બધાની જોડે શી રીતે મેળ પાડતાં હોઈશું ? તમારી જોડેય મેળ પડે છે કે નથી પડતો ? એવું છે, શબ્દોથી ટકરામણ ઊભી થાય છે. તે મારે બોલવાનું બહુ, છતાંય ટકરામણ નથી થતીને ?
અમે નિકાલ કરીને આવેલા છીએ, આ જ્ઞાનથી ! બધું વિચાર કરી કરીને આવેલા છીએ. અને તમારે નિકાલ કરવાનો બાકી છે. તમે તો મોક્ષમાં બેઠા, ઉપર ત્રીજો માળ ચણીને, પણ અહીં નીચે ચણવાનું બાકી રહ્યું ને ? હવે ઊંધું ચણતર કરવું પડશે, ઉપર બેઠા પછી. અને સીધા મોક્ષ માટે તો પાયા ખોદીને, તગારા, પાવડા અહીં મૂકીને જ લોક જતાં રહેલાં. મહીં શાંતિ ના હોય, ત્યાં કોણ માથાકુટ કરે આ ? પહેલી શાંતિ અમે આપીએ, પછીથી નીચેનું બધું એ કરી લે. એટલે અક્રમ કાઢયું ન આ !
ત્રણ અવતારની ગેરન્ટી. અથડામણ ના થાય તેને ત્રણ અવતારે મોક્ષ થાય તેની હું ગેરન્ટી આપું છું. અથડામણ થઈ જાય તો પ્રતિક્રમણ કરવું. અથડામણ પુદ્ગલની છે અને પુદ્ગલ, પુદ્ગલની અથડામણ પ્રતિક્રમણથી નાશ થાય છે.
પેલો ભાગાકાર કરતો હોય તો આપણે ગુણાકાર કરવા, એટલે રકમ ઊડી જાય. સામા માણસ માટે વિચાર કરવો કે, “એણે મને આમ કહ્યું, તેમ કહ્યું’ એ જ ગુનો છે. આ રસ્તામાં જતી વખતે ભીંત અથડાય તો તેને કેમ વઢતા નથી ? ઝાડને જડ કેમ કહેવાય ? જે વાગે એ બધાં લીલાં ઝાડ જ છે ! ગાયનો પગ આપણા ઉપર પડે તો આપણે કંઈ કહીએ છીએ ? એવું આ બધા લોકોનું છે. “જ્ઞાની પુરુષ' બધાને શી રીતે માફી આપે ? એ સમજે કે, આ બિચારા સમજતા નથી, ઝાડ જેવા છે. ને સમજણવાળાને તો કહેવું જ ના પડે, એ તો મહીં તરત પ્રતિક્રમણ કરી નાખે.
અહિંસા તો પૂરેપૂરી સમજાય એવી નથી અને પૂરી રીતે સમજવી બહુ ભારે છે. એના કરતાં આવું પકડ્યું હોય કે, “ઘર્ષણમાં ક્યારેય ન આવવું.” એટલે પછી શું થાય ? કે શક્તિઓ અનામત રહ્યા કરે ને દહાડે દહાડે શક્તિઓ વધ્યા જ કરે. પછી ઘર્ષણથી થતી ખોટ ના જાય.
વખતે ઘર્ષણ થઈ જાય તો ઘર્ષણની પાછળ આપણે પ્રતિક્રમણ
એક માણસે મને એમ કહ્યું કે, “હું મહાન બળવાખોર છું, તમારે ત્યાં જ મને એલાઉ ર્યો, બાકી મને કોઈ એલાઉ ના કરે.’ મેં કહ્યું, ‘ભાઈ. અહીં તો બધાની જગ્યા છે. બળવાખોરની, બધાની જગ્યા અહીં !” બળવો કરો પણ આત્મા પામો. બળવો કરી કરીને પાંચ-દસ જણને ગાળો દઈ દેશે, બીજું શું કરવાના હતા ? ‘તમે અક્કલ વગરના છો, આમ છો, તેમ છો' કહેશે. તે યુગલને જ ગાળો દેવાનો છે ને ? આત્માને કોઈ દઈ શકે ?
ટકરામણ તો થાય. ટકરામણ તો આ વાસણો ખખડે કે ના ખખડે ? પુદ્ગલનો સ્વભાવ છે ટકરાવું તે, પણ માલ ભર્યો હોય તો. ના ભર્યો હોય તો નહીં. અમારેય ટકરામણ થતી હતી. પણ જ્ઞાન થયા પછી ટકરામણ નથી થઈ. કારણ કે અમારું જ્ઞાન અનુભવજ્ઞાન છે. અને