________________
(૧૦) અથડામણની સામે...
૧૯૧
૧૯૨
પ્રતિક્રમણ
એકદમ પ્રતિક્રમણ બહુ ભેગાં થઈ જાય, તો જાથું પ્રતિક્રમણ કરવું. ‘હે દાદા ભગવાન ! આ બધાનું ભેગું પ્રતિક્રમણ કરું છું.” આપણે દાદા ભગવાનને કહી દેવાનું, બીજા કોઈને નહીં. ‘હે દાદા ભગવાન ! આ બધાનું ભેગું પ્રતિક્રમણ કરું છું’ પછી પતી ગયું.
દાદાશ્રી : હા, સ્વભાવની બહાર બોલાઈ ગયું, એટલે તમે સમજી ગયા ને ? કે આ કર્મના ઉદયે એટલું બધું જોર કર્યું કે પોતે ન બોલે તેવુંય બોલી ગયા. એટલે હવે આપણે વધારે પસ્તાવો થાય કે આ શું હતું ? ત્યારે કહે, મહીં હજુ મોટો રોગ છે, તે નીકળી જવા દો. અને તે ઘડીએ એને માટે આજ નિરાંત ખોળી કાઢી અને પાંચેક કલાક પશ્ચાત્તાપ કર કર કરવા.
પશ્ચાત્તાપમાં શું કહેવું પડે ? તમારે ક્યાં જવાનું છે ? તમારે શું ભાંજગડ ? અને વખતે ભાંજગડ થઈ ગઈ તો ‘બન્યું એ કરેક્ટ'. છોડી દેવાનું. ખેંચ રાખી તો માર પડે. તમારી જે પ્રકૃતિ નહોતી તે નીકળી ખરી ?
સમાધાત, આતમજ્ઞાત થકી જ
પ્રશ્નકર્તા : દાદા, આ અહંકારની વાત સારી છે. ઘરમાંય ઘણી વખત લાગુ પડે, સંસ્થામાં લાગુ પડે, દાદાનું કામ કરતા હોય, એમાંય કંઈ અહંકાર વચ્ચે ટકરાતા હોય, ત્યાંય લાગુ પડે. ત્યાં પણ સમાધાન જોઈએને ?
દાદાશ્રી : હા, સમાધાન જોઈએને ! એ આપણે ત્યાં જ્ઞાનવાળો સમાધાન લે, પણ જ્ઞાન નથી ત્યાં શું સમાધાન લે ? ત્યાં પછી જુદો પડતો જાય, એની જોડે મન જુદું પડતું જાય. આપણે અહીં જુદું ના પડે.
પ્રશ્નકર્તા : કોઈ દહાડોય આવું કરે નહીં અને ખબર નહીં એ કેમ કર્યું ?
દાદાશ્રી : એ જ જોવાનું. અને પેલાનો રોગ નીકળવાનો હશે, આમનો રોગ નીકળવાનો હશે તે ભેગું થઈ ગયું.
પ્રશ્નકર્તા : આ તો એમનો ઉદય છે, એ પોતે નથી બોલતા.
દાદાશ્રી : હા, એ પોતે નથી, એનો ઉદય બહુ જોર કરે છે. આપણે પૂછયું કે, તમારી ભાવના આવી હતીને ? ત્યારે કહે, ‘ના. મારી ઇચ્છા આવી નહોતી તોય થઈ ગયું.” તો એ નીકળી ગયું, ધોવાઈ ગયું અને સાફ થઈ ગયા, ક્લિઅર કટ ! એવું છે ને, મન ક્લિઅર કરવાનું
પ્રશ્નકર્તા : પણ દાદા, ટકરાવું ના જોઈએને ?
દાદાશ્રી : ટકરાય છે, એ તો સ્વભાવ છે. ત્યાં એવો માલ ભરેલો લાવ્યા છે એટલે એવું થાય છે. જો એવો માલ ના લાવ્યા હોત તો એવું ના થાત. એટલે આપણે સમજી લેવું કે ભાઈની આદત જ છે આવી. એવું આપણે જાણવું. ચંદુભાઈની આદત છે, એવું આપણે જાણવું. એટલે પછી આપણને અસર નહીં કરે. કારણ કે આદત આદતવાળાની અને “આપણે” આપણાવાળા ! અને પછી તેનો નિકાલ થઈ જાય છે. તમે અટકી રહો ત્યારે ભાંજગડ. બાકી ટકરામણ તો થાય. ટકરામણ ન થાય એવું બને જ નહીંને ! એ ટકરામણથી આપણે જુદા ન પડાય એવું જોવાનું ફક્ત. ટકરામણ તો અવશ્ય થાય. એ તો બૈરીભાયડાનેય થાય. પણ તે એકના એક રહીએ છીએ ને પાછા ? એ તો થાય. એમાં કોઈના પર કંઈ દબાણ નથી કર્યું કે તમે ના ટકરાશો.
પ્રશ્નકર્તા : એમાં તાંતો ન રહેવો જોઈએ.
જાણું પ્રતિક્રમણ
પ્રશ્નકર્તા : અમુક કર્મોમાં વધારે, લાંબી બોલાચાલી થઈ હોય તો, લાંબો બંધ પડે. તે માટે બે-ચાર વાર પ્રતિક્રમણ કે વધારે વાર કરવા પડે કે પછી એકવાર કરે તો આવી જાય બધામાં ?
દાદાશ્રી : જેટલું થાય એટલું કરવું. અને પછી જાથું કરી નાખવું.