________________
૧૯૦
પ્રતિક્રમણ
સંજોગ સાચવી લઈએ તો આનંદ થાય. પણ હજુ એ સચવાય નહીં.
દાદાશ્રી : પણ એટલે એ ધીમેધીમે જાગૃતિ એવી રાખીને કરવાનું. તમે જેમ મારી જોડે રહોને, તેમ તેમ એ ફેરફાર થતો જાય. મારો એક જ શબ્દ તમોને કાનમાં પડેને, તો એ શબ્દ જ કામ કર્યા
કરે.
[૧૦]. અથડામણની સામે.
ઋણાનુબંધી સાથે પ્રશ્નકર્તા : જેની સાથે કંઈ ઋણાનુબંધ હોય એની જ સાથે ટકરાઈ જવાયને ? બીજા કોઈ સાથે ના ટકરાવાયને ?
દાદાશ્રી : એ તો પહેલાંના હિસાબ હોયને, ત્યાં જ ટકરાવાય.
પ્રશ્નકર્તા: હવે મારે કોઈની સાથે નથી ટકરાવાતું, બધે સાચવી લઉં પણ આમની સાથે છ-આઠ મહિને, જો કે હવે બહુ ઓછું થઈ ગયું છે, પણ એમની સાથે આંતરિક તપ ના થાય, એમને કહેવાઈ જ જાય.
દાદાશ્રી : તે વાંધો નહીં. એ તો તારે નિકાલ કર્યો જ છૂટકોને ! એમણે નિકાલ કરવો, પછી તમારે નિકાલ કરવો, ત્યાં જ ટકરામણ થઈ એટલે ભૂલ તો એક જણની નહીં કહેવાય, બે જણની જ ભૂલ હોય. કોઈકની ચાળીસ ટકાવાળી, કોઈની સાઠ ટકાવાળી, કોઈકની ત્રીસ ટકાવાળી, પછી એંસી ટકા, સિત્તેર ટકા હોય એ બેની કંઈક હોવી જોઈએ.
પ્રશ્નકર્તા : અને પછી સમાધાન તો આવી જાય, બે-પાંચ મિનિટમાં.
દાદાશ્રી : એ આવી જાય. પ્રશ્નકર્તા : પણ ત્યારે પેલું પરાક્રમ જો વપરાઈ જાય અને
પ્રશ્નકર્તા : પેલી કહેવત છેને, અણીનો ચૂક્યો સો વર્ષ જીવે. એવી રીતે અમારા કપાયો ઉત્પન્ન થાય, એના પર જો કાબૂ આવી જાય તો કેટલું બધું જીતી જઈએ !
દાદાશ્રી : એવું છે ને, કાબૂ એટલે શું કહેવાય ? આપણે ધારીએ ત્યારે કરી શકીએ. આપણું જ્ઞાન આપણને જડ્યું તો આ મૂઆ કંટ્રોલમાં જ હોય, જ્ઞાન જ કામ કરે.
એટલે સૌથી સારામાં સારો એનો ઉપાય કે, “ચંદુલાલ, કેમ છે, કેમ નહીં, એ વાતો કરવા જેવી એ જ ઉપાય, શું કહેવું જોઈએ ?
પ્રશ્નકર્તા : એની સાથે નિરંતર વાતો કરીએ અને કહે કહે કરવું જોઈએ કે આ સારું ના કહેવાય. અણી કેમ ચૂકી જાવ છો ?
દાદાશ્રી : એવું કહેવાય. એ તો બધું કહેવાય. પછી ફરી પાછા ચૂકી જાય, તો પાછું કહેવાનું ને પ્રતિક્રમણ કરવાનું. પ્રત્યાખ્યાનેય કરવું જ પડે. નહીં તો પછી આ ખરું હતું, એવું માની લે.
કર્મોદયના ફોર્સ સામે પ્રતિક્રમણ કર્યું એટલે હવે આપણો આ બાબતનો અભિપ્રાય છૂટ્યો કે આ જ સાચું છે અને આ ખોટું છે. એ આપણો અભિપ્રાય તૂટી ગયો.
પ્રશ્નકર્તા : અભિપ્રાય તો મહાત્માઓના તૂટીને ભૂક્કો થઈ ગયા પણ ઉદય આવે ત્યારે હલાવી કાઢે. આ હમણાં એ ભાઈ જે બોલ્યા, એ એમના સ્વભાવથી બહાર બોલાઈ ગયું છે.