________________
(૯) નિર્લેપતા, અભાવથી ફાંસી સુધી
કાયમનું. પછી આ અડચણ તો નહીં કોઈ જાતની. એ ય મજા ! પ્રતિક્રમણતી સૂક્ષ્મ ક્યાશો
પ્રશ્નકર્તા : આપણાથી કોઈ દુભાયો હોય તેથી અહીં ન આવતો હોય, પછી આપણે અહંકાર કરીને પણ ખંખેરી નાખીએ ને કહીએ ભઈ, હવે મેં પ્રતિક્રમણ કરી લીધું, હવે એ નથી આવતો એમાં મારે શું લેવાદેવા ?
૧૮૭
દાદાશ્રી : એ તો બધું ખોટું કહેવાય. પણ એકંદરે આ બધું આપણા નિમિત્તે બની ગયુંને ! તે આપણે બને એટલું કરવું જોઈએ. પછી ના બને તો રહ્યું. ના બને તો પછી એના માટે કંઈ મરી ફીટાય નહીં.
પ્રશ્નકર્તા : એ બરાબર છે પણ આજે પોતાની અંદર સમજણની વાત છે કે, પોતાની સમજણમાં શું હોવું જોઈએ ? કે હવે મેં પ્રતિક્રમણ કર્યું, મને એના માટે કશું નથી. હવે પોતે ગોળી છોડી દે, પછી પોતાને તો આટલું કરીને ભૂંસી નાખવાનું સહેલું છે, પણ જેને વાગી હોય એને
વ્હાય બળતી હોયને ?
દાદાશ્રી : પણ એ (અહીં) દર્શન કરવા નથી આવતો, તે કેટલી વ્હાય બળતી હશે કે, આ નાલાયક માણસ મળ્યો, તેથી મારે આ જવાયું નહીં. એટલે એ તો આપણે સમભાવે નિકાલ કરવો જોઈએને ?
પ્રશ્નકર્તા : બીજું એવું છે કે, એ ડીમાર્કેશન કેવી રીતે ખબર પડે કે આપણે એનું પ્રતિક્રમણ કર્યું અને આપણને એના માટે અભિપ્રાય નથી રહ્યા હવે ? હવે એ હંડ્રેડ પરસેન્ટ આપણો અભિપ્રાય ઊડી ગયો છે ?
દાદાશ્રી : છતાં એને જતું નથીને ?
પ્રશ્નકર્તા : એનું નથી જતું. અને આપણુંય કદાચ મહીં રહેતું હોય, કોઈવાર એવુંય થઈ જાયને, કે હવે એ તો કેટલા સેન્સિટિવ છે,
પ્રતિક્રમણ
આટલું કહ્યું, એમાં આટલું બધું શું લઈ લેવાનું ? એવું પણ આવી જાયને પોતાને, તો ત્યાં અભિપ્રાય ઊડવામાં એટલી કચાશ રહે. દાદાશ્રી : આપણને રહેતો હોય તોય એ ખબર ના પડે.
૧૮૮
પ્રશ્નકર્તા : ના પડે. એ ખરી વાત છે. બહુ ઝીણું છે આ. એટલે સેફસાઈડ માટે એમનું પ્રતિક્રમણ કરવું સારું ?
દાદાશ્રી : આવા કેસ દુનિયામાં ઓછા બને છે. એટલે વાળી આવવું. જુઓને, આવતાં નથીને ?
અકર્તા છતાં સામાતે દુઃખ
આપણા મહાત્માઓ જે કરવાનું કહે છે, એ તો ડિસ્ચાર્જ ભાવે કહે છે. એ તો પેલા નાટકમાં એમ કહેતો હોયને, તમને મારી નાખીશું. તે એને હિંસા ના બેસે.
પ્રશ્નકર્તા : આપણે અકર્તા રહીએ છીએ પણ ચંદુભાઈ જે પણ કંઈ કર્મ કરે છે, એનાથી એના આજુબાજુવાળાને કોઈને દુઃખ પહોંચે છે, તો એમને એમ લાગે છે કે આ ચંદુભાઈ જ એમને દુઃખ પહોંચાડે છે. તો એની આપણને જે અસર પહોંચે તો એના માટે શું કરવું ?
દાદાશ્રી : એ તો મેં કહ્યું છેને, ચંદુભાઈ જો કોઈને અતિક્રમણ કરે, એટલે દુઃખદાયી થઈ પડે, તો ચંદુભાઈને કહેવું કે, ભઈ, પ્રતિક્રમણ કરો, એના નામનું'. જો અતિક્રમણ નહીં તો કશું જ નહીં કરવાનું.
܀ ܀
܀