________________
(૯) નિર્લેપતા, અભાવથી ફાંસી સુધી
૧૮૫
દાદાશ્રી : પ્રેમથી સમજાવીને, સમજાવાય એટલું સમજાવવું, બીજો કોઈ ઉપાય નથી અને આપણા હાથમાં કોઈ સત્તા નથી. આપણે માફ કર્યે જ છૂટકો છે આ જગતમાં. નહીં માફ કરો તો માર ખવડાવીને માફ કરશો તમે. ઉપાય જ નથી. આપણે સમજણ પાડવી, એ ફરી ફરી ભૂલ ના કરે, એવા ભાવ ફેરવી નાખે તો બહુ થઈ ગયું. એ ભાવ ફેરવી નાખે કે હવે ભૂલ કરવી નથી છતાં થઈ જાય એ જુદી વસ્તુ છે. માણસ નક્કી કરે કે, હવે મારે ભૂલ કરવી જ નથી, છતાં થઈ જાય છે એ જુદી વસ્તુ છે. પણ કરવી જ છે, એવું કહે તો એનો પાર જ નહીં આવે. એ તો ઊંધે ફરેલો માણસ કહેવાય. પણ કરવી નથી એવું નક્કી કર્યા પછી પોતાને પણ પસ્તાવો થાય અને એ ભૂલનો વાંધો નથી. ભૂલ કરનારને પોતાને પસ્તાવો થાય કે નહીં કરું એવું નક્કી કરે પછી છે તે ફરી ભૂલ થાય તો વાંધો નથી. નહીં કરું એવું નક્કી પણ કરે, પસ્તાવો થાય, પશ્ચાત્તાપ કરવો જોઈએ. પછી થાય તો પાછો પશ્ચાત્તાપ કરવો જોઈએ.
એનું કારણ શું છે ? ત્યારે કહે, ભૂલનાં કેટલાં પડ છે, ડુંગળીની પેઠે, એ પડ પતાવો કરવાથી જતાં રહે, પણ બીજું પડ પાછું આવે, એટલે ડુંગળી એવી ને એવી દેખાય. એ તો જ્યારે બધાં પડ જતાં રહે ત્યારે ખાલી થાય. ત્યાં સુધી ના થાય. એ તો અનંત અવતારની ભૂલો પાર વગરની કરી છે.
એ છે અર્થહીત પ્રશ્નકર્તા : એને ખબર જ ના પડે કે હું ભૂલ કરું છું અને ભૂલ કર્યા જ કરે તો ? પસ્તાવોય ના થાય તો ?
દાદાશ્રી : તો પછી એનો અર્થ જ નહીં. એ મીનીંગલેસ (અર્થહીન) છે. તે જ્યાં ભાન જ ના હોય ત્યાં મીનીંગલેસ છે. આપણે એનો વિરોધ તો કરવો જોઈએ. એને ભાન કરાવવું જોઈએ. ભાન થવા માટે વિરોધ કરવો જોઈએ.
પ્રશ્નકર્તા : એ ઘડીઘડી કોઈ આવી ભૂલ કરે તો આપણે એના
માટેનો પ્રેમભાવ ઊઠી જાય, એને માટે માન હોય તે ઊઠી જાય.
દાદાશ્રી : ત્યાર પછી શું થાય ? આપણે બનતાં સુધી ના ઊઠાડવો. કારણ કે આ કળિયુગમાં તો આ સિવાય બીજું શું હોય છે? આપણે રિલેટિવ સંબંધ છે, એ બીજું શું હોય તે ? આપણે એ ઊઠાડ્યા પછી આપણું ઊલટું બગડી જાય. આપણે અજાણમાં ગયા, ત્યારે આપણે શું કરીએ છીએ, એના જેવું આપણે રાખવું.
છોકરાને શાક લેવા મોકલીએ અને મહીં પૈસા કાઢી લે તો એ પછી જાણીને શું ફાયદો છે ? એ તો જેવો છે એવો ચલાવી લેવાનો, નાખી દેવાય ? કંઈ બીજો લેવા જવાય ? બીજો મળે નહીં ?
પ્રશ્નકર્તા : મળે તો એનાથી ચઢિયાતા ના હોય એની શી ખાતરી ? દાદાશ્રી : હા. આજે બધું પૂછો અને બધું કામ કાઢી લો.
સામાતે લો તભાવી પ્રશ્નકર્તા : તો પછી એવી વ્યક્તિ માટે આપણે શું કરવું જોઈએ? આ પેલો ભૂલ કર્યા કરે, સામો માણસ ને એને કંઈ પસ્તાવો ના થાય, ખબરેય ના પડે તો આપણે ત્યાં શું કરવાનું ?
દાદાશ્રી : આપણે આપઘાત નહીં કરવો જોઈએ. બીજું શું કરવાનું ? તે આ દેહનો આપઘાત એટલે પેલો મોટો આપઘાત, પછી મનનો આપઘાત કરે. મનનો આપઘાત કરે એટલે સંસાર ઉપરથી મન ઊઠી જાય. એવું નહીં કરવું જોઈએ. એને લીધે છોકરા ઉપરેય ઊઠી જાય, બધા ઊપર ઊઠી જાય. એવું નહીં કરવું જોઈએ. આપણે નભાવી લેવું જોઈએ. આ સંસાર એટલે જેમતેમ નભાવીને કાઢવા જેવું છે. અત્યારે કળિયુગ છે, એમાં કોઈ શું કરે ત્યાં ? “ધેર ઈઝ નો ફેફસાઈડ એની વેર.” (ક્યાંય સલામતી નથી.) આ તો સેફસાઈડ માનીને સૂઈ જવાનું. ‘સિન્સિઆરિટી-મોરાલિટી ગોન ફોર એવર.' (નિષ્ઠા અને નૈતિકતા હંમેશ માટે ગયાં). એટલે આ જ્ઞાન લઈ લેજો, તો સુખી થવાય