________________
(૯) નિર્લેપતા, અભાવથી ફાંસી સુધી
૧૮૩
૧૮૪
પ્રતિક્રમણ
ત્રણ માણસોનું થયું હશે. એય નિમિત્ત હશે ત્યારેને ? અમે પાછળ પછી એનું બધું પ્રતિક્રમણ કરી એની પર પાછી વાડ મૂકીએ જેથી એ પડી ના જાય. જેટલો અમે ચઢાવ્યો છે ત્યાંથી એ પડે નહીં. એની વાડ. એનું બધું રક્ષણ કરીને પાછી મૂકી દઈએ. પડવા તો ના જ દઈએ. સામું બોલી ગયો, ગાળો દઈ ગયો હોય તોય ના પડવા દઈએ. એને બિચારાને ખ્યાલ જ નથી. બેભાનપણે બોલી રહ્યો છે. એનો અમને વાંધો નથી. પડવા દઈએ તો આપણે ચઢાવેલો ખોટો.
અમે સિદ્ધાંતિક હોઈએ કે, ભાઈ, આ ઝાડ રોપ્યું, રોપ્યા પછી રોડની એક લાઈનદોરીમાં આવતું હોય તો રોડ ફેરવીએ પણ ઝાડને કશું ના થાય. અમારો સિદ્ધાંત હોય બધો. એવો કોઈને પડવા ના દઈએ. એની એ જ જગ્યાએ રહે એ પછી. અમે એના વિચારો જ બધા ફેરવી નાખીએ. અમે અહીં ઘેર બેઠા બેઠા એના વિચારો જ ફેરવી નાખીએ. ત્યાં અમે વધારે મહેનત કરીએ જરા. મહેનત વધારે કરવી પડે. તમારે માટે, બધાને માટે મહેનત ના કરવી પડે. એને માટે બહુ મહેનત કરવી પડે. એના વિચારો જ બધા અમારે પકડી લેવા પડે. આથી આગળ વિચાર કરી શકે નહીં, એવું કરવું પડે. એવો કો'ક જ કેસ હોયને ! બધા કેસ ના હોયને !!
પ્રશ્નકર્તા : આ વાડ-બાડ મૂકવાનું એ બધું શું છે ? એ બધું શું કરવાનું એને ?
દાદાશ્રી : એનું અંતઃકરણ પકડી લેવાનું, એનું વ્યવસ્થિત અમારા હાથમાં લઈ લેવાનું.
પ્રશ્નકર્તા : એ કેવી રીતે ?
દાદાશ્રી : એ અમે બધું લઈ લઈએ, એવું ના લઈએ તો તો પડી જાયને !
પ્રશ્નકર્તા : આપણે જે કંઈ પ્રતિક્રમણ કરીએ, એ અતિક્રમણ થયું, એટલે પ્રતિક્રમણ કરવાનું છે. તો સામાવાળાને આપણા અતિક્રમણ દરમ્યાન આપણે જે દુ:ખ પહોંચાડ્યું એટલા માટે પ્રતિક્રમણ કરવાનું?
દાદાશ્રી : હા, એટલા માટે જ. બીજા કોઈ કારણ માટે નહીં. હવે આપણે તો લેવાદેવા જ ના રહીને ! હવે આની જોડે વ્યવહાર જ નથી રહ્યો. ફક્ત આ કોઈને દુ:ખ ના પડે એટલું જ જરા જોવા પૂરતું જ, તે જે ગુનેગાર હોય તેને કહી દેવું કે ‘પ્રતિક્રમણ’ કર. બાકી આપણે ‘શુદ્ધાત્મા'ને તો કંઈ ધોવાનું નથી રહ્યું. ધોવાઈ ગયું બધું.
પ્રશ્નકર્તા : પણ આપણાથી બીજીવાર આવાં અતિક્રમણો ના થાય ?
દાદાશ્રી : “ના થાય એવું નહીં, અતિક્રમણો એ ડિસ્ચાર્જ છે. એટલે હોય જ. જેટલાં હોય એટલાં જ નીકળવાનાં. ‘ના થાય ને થાય” એવો સવાલ જ નથી. આપણને લાગે કે આ અતિક્રમણ છે, એટલે તેનાં પ્રતિક્રમણ કરાવવાં. અતિક્રમણ ના હોય તો ડિસ્ચાર્જ જોયા જ કરવાનું. બીજું કશુંય નહીં.
પ્રશ્નકર્તા : આપણા કોઈ સગા છે, તો એ એટલી બધી મોટી ભૂલો કરે છે, બ્લેડર્સ, કે એને ભગવાનેય માફ ના કરે. અને આપણી પાસે માફી માંગે, ભૂલ થઈ ગઈ મારી, ભૂલ થઈ ગઈ, એવું કહ્યા કરે તો ત્યાં માણસ શું કરે ?
દાદાશ્રી : માણસે માફી આપવી, ભગવાન માફ ના કરી શકે. ભગવાનમાં નબળાઈને (!) આપણે જબરા કહેવાઈએ. કારણ કે ભગવાન તો છેવટે એનો પૂરેપૂરો બદલો આપે, ત્યારે માફી થાય. એમને તો બદલો આપવાના. આપણે કંઈ બદલો આપવો નથી. આપણે તો માફી આપી દઈએ, સારું થજો તારું !
વારંવાર એ જ ભૂલ કરે તો ?
પ્રશ્નકર્તા : કોઈ માણસ ભૂલ કરે, પછી આપણી પાસે માફી માંગે, આપણે માફ કરી દઈએ, ના માંગે તોય આપણે મનથી માફ કરી દઈએ, પણ ઘડીએ ઘડીયે એ માણસ ભૂલ કરે તો આપણે શું
કરવું?