________________
(૯) નિર્લેપતા, અભાવથી ફાંસી સુધી
૧૮૧
૧૮૨
પ્રતિક્રમણ
ભાવ થાય તેની સાથે એકાકાર થવું એનું નામ અસંયમ. પણ જુદું ને જુદું રહે છે ને, માઠા ભાવથી ?
પ્રશ્નકર્તા : હા, હા.
દાદાશ્રી : હવે માઠા ભાવ ઈફેક્ટિવ (અસરકારક) વસ્તુ છે. ટાળ્યા ટળે નહીં અને અત્યારે આ ચંદુલાલ કો'કને ટૈડકાવે, તો તમને મહીં એમ થાય કે, આમ ન હોવું જોઈએ. એ શેને માટે ? એવું થાય ? એટલે ચંદુલાલ કરે તેય તમે જાણો. આ મહીં આવું કરે છે, તેય તમે જાણો અને ‘તમે જાણનારા, આ બેઉની વાતને. સંયમ પરિણામને જાણનારા, અસંયમનેય જાણનારા, એ તમે ‘પોતે'. અનુભવમાં આવે છે ને ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : હા. આ બધો તાલ જોયા કરો. એક જજ મને કહે કે, “સાહેબ, તમે મને જ્ઞાન તો આપ્યું અને હવે મારે કોર્ટમાં ત્યાં દેહાંતદંડની શિક્ષા કરવી કે નહીં ?” ત્યારે મેં એને કહ્યું, ‘એને શું કરશો, દેહાંતદંડની શિક્ષા નહીં આપો તો ?” એણે કહ્યું, ‘પણ મારે દોષ બેસે.” કહ્યું, ‘તમને મેં ચંદુલાલ બનાવ્યા છે કે શુદ્ધાત્મા બનાવ્યા છે ?” ત્યારે એ કહે, ‘શુદ્ધાત્મા બનાવ્યા છે.’ તો ચંદુલાલ કરતા હોય તેના તમે જોખમદાર નથી. અને જોખમદાર થવું હોય તો તમે ચંદુલાલ છો. તમે રાજીખુશીથી ભાગીદાર થતા હો તો અમને વાંધો નથી. પણ ભાગીદાર ના થશો. પછી મેં એને રીત બતાવી કે આ કહેવું કે, “હે ભગવાન, મારે ભાગે આ કામ ક્યાં આવ્યું તે ?” અને તેનું પ્રતિક્રમણ કરજો ને બીજું ગવર્મેન્ટ (સરકાર)ના કાયદા પ્રમાણે કામ કર્યો જજો.
પછી રહે જવાબદારી પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરવાથી છૂટી જવાય એવો ખ્યાલ જો આપણે રાખીએ તો બધા લોકોને સ્વચ્છંદતાનું લાયસન્સ મળી જાય ?
દાદાશ્રી : ના, એવી સમજ નહીં રાખવાની, વાત એમ જ છે.
આપણે પ્રતિક્રમણ કરવું. પ્રતિક્રમણ કર્યું એટલે આપણે છૂટા. તમારી જવાબદારીમાંથી તમે છુટા. પછી એ ચિંતા કરીને, માથું ફોડીને મરી ય જાય. તેની હવે તમારે કશી લેવાદેવા નહીં.
પ્રશ્નકર્તા: આપણે પ્રત્યક્ષમાં ‘સોરી' કહીએ છીએ, ત્યારે તેમાંય જૂનિયર (હાથ નીચેના) માણસને કહીએ તો, તેના મગજમાં એટલી બધી રાઈ ચઢી જાય છે, જેનો કોઈ હિસાબ નહીં.
દાદાશ્રી : એવું કશું કહેવાનું નહીં. જો આપણે બોલ છૂટી ગયો, પછી આપણને પસ્તાવો થાય છે કે નહીં ? પસ્તાવો થાય એટલે પ્રતિક્રમણ કરીએ છીએ. પછી ‘યુ આર નોટ રિસ્પોન્સિબલ એટ એલ.” તમે એના જવાબદારી નથી. એટલે અમે આ કહેલું કે એમની જવાબદારી અમે માથે સ્વીકારીએ છીએ. કારણ કે તમે જો આટલું કરોને તો પછી તમારી જોખમદારી નથી. પછી એની વકીલાત કરતાં અમને આવડે. પણ આટલું અમારું કહેલું કરો, પછી તમે કાયદામાં આવી ગયા. એટલે પછી વકીલાત, પછી જે થાય એ તો અમને આવડે. અમે પહોંચી વળીએ. પણ આટલું અમારું કહ્યું કરો, તો બહુ થઈ ગયું.
આપણા કહેવાથી સામો આપઘાત કરે એવી દશા થઈ ગઈ હોય તો આપણે પા-અડધો કલાક પ્રતિક્રમણ કર કર કર્યા કરવું કે અરેરે ! મારી આવી દશા ક્યાંથી થઈ આ ? આવું મારા નિમિત્તે બધું ? પછી આપણી જવાબદારી નથી. એટલે આમાં ગભરાવું નહીં. આટલે સુધી અમારું આ પાળ્યું તે પછી આગળની કોર્ટનું બધું અમે અમારે માથે રાખીએ છીએ. ઝઘડો ઊભો થાય તે એને અમે પતાવી દઈએ. પણ આ આટલે સુધી જાવને, તો બહુ થઈ ગયું. જેટલો હિસાબ છે એટલું જ, બહુ ઊંડું ઊતરવા જેવું છે નહીં.
જ્ઞાતીતાં વાડ સહિત પ્રતિક્રમણ અમારાથીય કોઈ કોઈ માણસને દુઃખ થઈ જાય છે, અમારી ઇચ્છા ના હોય તોય, હવે એવું અમારે બનતું જ નથી પણ કોઈ માણસની આગળ થઈ જાય છે. અત્યાર સુધીમાં પંદર-વીસ વર્ષમાં બે