________________
(૧૦) અથડામણની સામે...
૧૯૫
૧૯૬
પ્રતિક્રમણ
કરીએ તો ભૂંસાઈ જાય. આ સમજવું જોઈએ કે, અહીં આગળ ઘર્ષણ થઈ જાય છે, તો ત્યાં પ્રતિક્રમણ કરવું જોઈએ, નહીં તો બહુ જોખમદારી છે. આ જ્ઞાનથી મોક્ષે તો જશો, પણ ઘર્ષણથી મોક્ષે જતાં વાંધા બહુ આવે ને મોડું થાય !
આ ભીંતને માટે અવળા વિચાર આવે તો વાંધો નથી, કારણ એકપક્ષી ખોટ છે. જ્યારે જીવતા માટે એક અવળો વિચાર આવ્યો કે જોખમ છે. બન્ને પક્ષે ખોટ જાય. પણ આપણે એની પાછળ પ્રતિક્રમણ કરીએ તો બધા દોષો જાય. એટલે જ્યાં જ્યાં ઘર્ષણ થાય છે ત્યાં આગળ પ્રતિક્રમણ કરો. એટલે ઘર્ષણ ખલાસ થઈ જાય.
અથડામણો, સ્થૂળથી સૂક્ષ્મતમ સુધીની પ્રશ્નકર્તા : તો એ સ્થળ અથડામણનો દાખલો આપ્યો, પેલો સાપનો, થાંભલાનો કીધો, પછી સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ એના દાખલા. સૂક્ષ્મ અથડામણ કેવી હોય ?
દાદાશ્રી : તારે ફાધર જોડે થાય છે તે બધી સૂક્ષ્મ અથડામણ. પ્રશ્નકર્તા : એટલે કેવી કહેવાય ? દાદાશ્રી : એ મારમાર કરો છો ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : એ સૂક્ષ્મ અથડામણ.
પ્રશ્નકર્તા : સૂક્ષ્મ એટલે માનસિક ? વાણીથી હોય એ પણ સૂક્ષ્મમાં જાય ?
દાદાશ્રી : એ સ્થળમાં. જે પેલાને ખબર ના પડે. જે દેખાય નહીં, એ બધું સૂક્ષ્મમાં જાય.
પ્રશ્નકર્તા : એ સૂક્ષ્મ અથડામણ ટાળવાની કેવી રીતે ? દાદાશ્રી : પહેલાં સ્થળ, પછી સૂક્ષ્મ, પછી સૂક્ષ્મતર અને પછી
સૂક્ષ્મતમ અથડામણ ટાળવાની.
પ્રશ્નકર્તા : સૂક્ષ્મતર અથડામણો કોને કહેવાય ?
દાદાશ્રી : તું કો'કને મારતો હોય, ને આ ભઈ જ્ઞાનમાં જુએ કે હું શુદ્ધાત્મા છું, આ વ્યવસ્થિત મારે છે. તે બધું જુએ પણ મનથી તરત સહેજ દોષ જુએ, એ સૂક્ષ્મતર અથડામણ.
પ્રશ્નકર્તા : ફરીથી કહો, સમજાયું નહીં બરાબર.
દાદાશ્રી : આ તું બધા લોકોના દોષ જોઉં છું ને, એ સૂક્ષ્મતર અથડામણ.
પ્રશ્નકર્તા : એટલે બીજાના દોષ જોવા, એ સૂક્ષ્મતર અથડામણ?
દાદાશ્રી : એવું નહીં, પોતે નક્કી કર્યું હોય કે આ બીજામાં દોષ છે જ નહીં છતાં દોષ દેખાય એ સૂક્ષ્મતર અથડામણો. એ દોષ તને દેખાવા જોઈએ. કારણ કે એ શુદ્ધાત્મા છે અને દોષ જુદો છે.
પ્રશ્નકર્તા : દોષ જુએ છે એ કોણ જુએ છે ? દાદાશ્રી : દોષ જોનારો.
પ્રશ્નકર્તા : પણ એ મનનું સ્થાન ત્યાં નથી. માનસિક સ્તરે નથી એ વસ્તુ ?
દાદાશ્રી : એ ગમે તે સ્તર છે, પણ દોષ જુએ છે. પ્રશ્નકર્તા : તો એ જે માનસિક અથડામણ કીધી તે ? દાદાશ્રી : એ તો બધું સૂક્ષ્મમાં ગયું. પ્રશ્નકર્તા : તો આ બે વચ્ચે ક્યાં ફેર પડે છે ? દાદાશ્રી : આ મનની ઉપરની વાત છે આ તો. પ્રશ્નકર્તા : માનસિક અથડામણ અને જે દોષો... દાદાશ્રી : એ માનસિક નથી.