________________
(૯) નિર્લેપતા, અભાવથી ફાંસી સુધી
૧૭૫
૧૭૬
પ્રતિક્રમણ
શું થાય કે, સામાને જે અસર થતી હોય તે ના થાય, બિલકુલેય ના થાય. મનમાં નક્કી રાખો કે, મારે સમભાવે નિકાલ કરવો છે. તો એની પર અસર પડે તો એનું મન આવું સુધરે, અને તમે મનમાં નક્કી કરો કે આને આમ કરી નાખું કે તેમ કરી નાખ્યું. તો એનું મન એવું જ રીએક્શન (પ્રતિક્રિયા) લે.
પ્રશ્નકર્તા : એનો અર્થ એમ કે પ્રતિક્રમણ કરતાં રહેવું ને ધીમે ધીમે આપણી ટેવો જતી રહેને બધી ?
દાદાશ્રી : પ્રતિક્રમણથી બધું જતું રહે. પ્રશ્નકર્તા : પ્રતિક્રમણની પાછળ જેટલો ભાવ વધારે જોરથી હોય
એટલું...
દાદાશ્રી : નહીં, સાચા દિલથી હોવું જોઈએ. ભાવથી, શબ્દો એ આવડ્યા કે ના આવડ્યા, એ તો કંઈ નહીં પણ સાચા દિલથી હોવું જોઈએ.
તાદારી પ્રકૃતિની ત્યાં દાદાશ્રી : એને તો કોઈ એનામાં ડખલ કરે, એવું કરે તો સામું ‘તું અક્કલ વગરનો છે, ને આમ કર્યું છે.” એવું બોલી નાખે, ત્યારે તો એને સંતોષ થાય. પછી આખી રાત નિરાંતે ઊંઘ આવે.
પ્રશ્નકર્તા : એવું કેમ થતું હશે ?
દાદાશ્રી : અહંકાર એવો કે, કેવો ડફડાવ્યો ? એનો આનંદ લે. તમે હઉ ડફડાવતા'તાને ?
પ્રશ્નકર્તા : પણ મેં પ્રતિક્રમણ બહુ કર્યા, બધાયનાં. દાદાશ્રી : ત્યારે રાગે પડ્યું. પ્રશ્નકર્તા : એને પ્રતિક્રમણ કેમ નહીં થતાં હોય ? દાદાશ્રી : એને પ્રતિક્રમણ શરૂ થાય જ નહીં.
પ્રશ્નકર્તા : કેમ ના થાય ? દાદાશ્રી : હજુ તો એ દેવાળું સ્થિતિ. દેવું જ ઓછું થયું નથીને ? પ્રશ્નકર્તા : શેનું દેવું ? કેવા પ્રકારનું દેવું ?
દાદાશ્રી : એને નાદારી છે. તમારે તો પ્રતિક્રમણ થાય એવું હતું. એને નાદારી છેલ્લી ડીગ્રીની થઈ, પહેલો નંબર જ છે, એટલે ચાલે એવું છે (!)
પ્રશ્નકર્તા : પછી એવું આવે છે કે દોષ દેખાય, દોષ થાય પણ જ્યાં સુધી પ્રતિક્રમણ ના થાય ત્યાં સુધી ચેન ના પડે.
દાદાશ્રી : એ જગ્યાએ આવતાં તો બહુ વાર લાગે. જબરજસ્ત નાદારી છે. કોઈને દુઃખ દેવાનું બાકી નથી રાખ્યું. જે ભેગો થાય તેને દુ:ખ જ આપ્યું છે.
પ્રશ્નકર્તા : એટલે દુઃખ દેવાથી નાદારી થાય ? દાદાશ્રી : ત્યારે બીજું શું થાય ? નાદારી જ થાયને ? પ્રશ્નકર્તા : શું શું કર્યું હોય તો નાદારી થાય ?
દાદાશ્રી : બધું આવું કર્યું હોય, લોકોને દુઃખ દીધાં હોય, એણે કોઈને બાકી જ રાખ્યા નથીને, મા-બાપ હોય કે ગમે તે. પૂર્વે લુચ્ચા લોકોના ટોળામાં આવી ગયેલા. કેટલાય અવતારથી આવું ને આવું જ રહ્યા કરેલું, એવું એને ગમે જ ને !!
પ્રશ્નકર્તા : હવે ના ગમે.
દાદાશ્રી : કેટલાં કર્મ ભર્યા હતાં. એની ઊંચાઈ જોઈ તમે ? ગંઠાઈ ગયેલો હોય, બહુ કર્મ હોયને તેમ દેહ નાનો હોય, સાંકડો હોય.
પ્રશ્નકર્તા: હવે ઉપાય શું કરે ? પ્રતિક્રમણ નથી થતાં તો બીજું શું કરે ?
દાદાશ્રી : થોડીવાર કરે તો, આમ થોડે થોડે થોડે આગળ વધે.