________________
(૮) “આમ” તૂટે શૃંખલા ઋણાનુબંધની
૧૭૧
૧૭૨
પ્રતિક્રમણ
ધક્કો હજુ વાગ્યા કરેને ! પણ આપણું જ્ઞાન એના પર મૂકવું જોઈએને, આદત તો પહેલાંની એટલે આવ્યા કરે. પણ એમ કરતાં કરતાં આપણું જ્ઞાન મૂકીને, એટલે એમ કરતું કરતું સ્થિર થાય. આદતો પૂરી થવી જ જોઈએને !
પ્રશ્નકર્તા : પ્રશ્ન એ છે કે અમુક માણસોને માટે જ કેમ થતું હશે ? એ તિરસ્કારવૃત્તિ કે એવું જે કંઈ આવે છે ?
દાદાશ્રી : પૂર્વનો હિસાબ હોય, ત્યારે આવેને ? પણ તે આજે હવે લેવાદેવા નથીને! આપણે એના શુદ્ધાત્મા જ જોઈએ છીએ. તે દહાડે તો એના બહારના ખોખા ઉપર તિરસ્કાર હતો. પેકિંગ જોડે હિસાબ હતા. આજે હવે તે પેકિંગની જોડે તો લેવાદેવા નથી. એના પેકિંગનું ફળ એને મળે. પહેલાં તો આપણે એમ જ જાણતા હતા કે આ જ ચંદુલાલ. એટલે આપણને તિરસ્કાર થતો હતો.
પ્રશ્નકર્તા : એ અભિપ્રાયને આધારે રહેને ?
દાદાશ્રી : એ અભિપ્રાય બધા કરેલા, તેના ફળરૂપે આ અભાવ રહ્યા કરે. તેનું આપણે ‘પ્રતિક્રમણ કરીને ફેરવી નાખવું કે સામો તો બહુ સારો છે, તે આપણને પછી સારો દેખાય.
પ્રશ્નકર્તા : અભિપ્રાયનું પ્રતિક્રમણ કરવાનું કે પ્રત્યાખ્યાન કરવાનું ?
દાદાશ્રી : પ્રતિક્રમણ કરવાનું. કોઈના માટે ખરાબ અભિપ્રાય બેઠેલો હોય તે આપણે સારો બેસાડવાનો કે બહુ સારો છે. જે ખરાબ લાગતો હોય, તેને સારો કહ્યો કે ફેરફાર થયો. એ પાછલા અભિપ્રાયને લીધે આજે ખરાબ દેખાય છે. કોઈ ખરાબ હોતું જ નથી. આપણા મનને જ કહી દેવાનું. અભિપ્રાય મને કરેલા છે. મનની પાસે સિલક છે. અમે જેટલા અભિપ્રાય આપીએ એ ધોઈ નાખીએ.
પ્રશ્નકર્તા : સાધન કયું ધોવાનું ? દાદાશ્રી : પ્રતિક્રમણ. આ અક્રમ વિજ્ઞાન પ્રાપ્ત થયું હોય ને
આત્મા-અનાત્માનું ભેદજ્ઞાન થયું હોય, તેને નવું કર્મ ના બંધાય. અભિપ્રાયોનું પ્રતિક્રમણ ના થાય તો સામા પર તેની અસર રહ્યા કરે, તેથી તેનો તમારી પર ભાવ ના આવે. ચોખ્ખા ભાવથી રહે તો એકય કર્મ બંધાય નહીં. અને જો પ્રતિક્રમણ કરો તો એ અસરેય ઊડી જાય. સાતે ગુણી નાખ્યા તેને સાત ભાગી નાખ્યા એ જ પુરુષાર્થ.
એટલે આપણા મનની છાયા એની ઉપર પડે છે. અમારા મનની છાયા બધા પર કેવી રીતે પડે છે ! ઘનચક્કર હોય તોય ડાહ્યો થઈ જાય. આપણા મનમાં ‘ચંદુ ગમે નહીં, એમ હોય તો ચંદુ આવ્યો એટલે પછી અણગમો ઉત્પન્ન થાય. ને તેનો ફોટો એની ઉપર પડે. એને તરત મહીં ફોટો પડે કે આપણી મહીં શું ચાલી રહ્યું છે ? એ આપણા મહીંનાં પરિણામો સામાને ગૂંચવે. સામાને પોતાને ખબર ના પડે, પણ એને ગૂંચવે, એટલે આપણે અભિપ્રાય તોડી નાખવા જોઈએ. આપણા બધા અભિપ્રાય આપણે ધોઈ નાખવા એટલે આપણે છૂટ્યા. એટલે આપણું મન ફરે.
કેટલાકની વાણી બધી બગડી ગઈ હોય છે, તે પણ અભિપ્રાયને લીધે હોય છે. એટલે અભિપ્રાય જે ભર્યા છે, તેની ભાંજગડ છે. જે અભિપ્રાય નથી રાખ્યો, તેની ભાંજગડ હોતી નથી.
પ્રશ્નકર્તા : પણ અત્યારેય તિરસ્કાર આવે તો પછી આપણે ગુનેગાર છીએ ?
દાદાશ્રી : ના. ગુનેગાર નથી. જોયું અને જાણ્યું. એટલે બહુ થઈ ગયું કે આ આવે છે ત્યારે એના માટે તિરસ્કાર થાય છે અને આ આવે છે ત્યારે જરા મહીં આનંદ થાય છે.
પ્રશ્નકર્તા : તો પ્રતિક્રમણ કરવું જોઈએ ?
દાદાશ્રી : સામાને દુઃખ થાય તો પ્રતિક્રમણ કરવાનાં. બાકી વિચાર આવે ને જાય. તો એનું પ્રતિક્રમણ ના હોય. એને માટે તો એવું કરવું કે આમ ન હોવું ઘટે. એટલું જ બોલીએ તો બહુ થઈ ગયું.