________________
(૭) થાય ચોખો વ્યાપાર
૧૬૧
[૮] આમ' તૂટે શૃંખલા ઋણાનુબંધતી
પ્રશ્નકર્તા: તો વીંછી ઊખડતો ના હોય તો ખેંચવો પણ મરી ના જાય એવી રીતે ખેંચવો ?
દાદાશ્રી : હા, તેમ છતાંય મરી જાય તો પ્રતિક્રમણ કરવું. એનો ઉપાય જ એવો હોય.
પ્રશ્નકર્તા : એવો મારી નાખવાનો આશય નથી.
દાદાશ્રી : એવો કોઈ આશય નથી, પણ વખતે આમ બને ત્યારે શું કરવું ? એનો ઉપાય તો હોવો જોઈએને ? અને વીંછી કૈડવા દેવાની મહીં શક્તિ તો છે નહીં અને પછી મનમાં ‘હાયવોય, હાયવોય’ કર્યા કરીએ, એના કરતાં પહેલેથી ચેતીને ચાલોને, બધાય ઉપાય છે. આપણી પાસે આ અક્રમ વિજ્ઞાન છે આખું.
પ્રશ્નકર્તા : આ તો બધું પ્રેક્ટિકલ થયું, દાદા. દાદાશ્રી : હા, પ્રેક્ટિકલ છે પાછું.
ઋણાનુબંધથી કેમ છૂટાય ? પ્રશ્નકર્તા : પૂર્વજન્મના ઋણાનુબંધમાંથી છૂટવા માટે શું કરવું જોઈએ ?
દાદાશ્રી : આપણને જેની જોડે પૂર્વનું ઋણાનુબંધ હોય અને તે આપણને ગમતું જ ના હોય, એની જોડે સહવાસ ગમતો જ ના હોય. અને છતાં ફરજિયાત સહવાસમાં રહેવું પડતું હોય, તો શું કરવું જોઈએ ? કે બહારનો વ્યવહાર એની જોડે રાખવો જોઈએ ખરો, પણ અંદર એના નામનાં પ્રતિક્રમણ કરવાં જોઈએ. કારણ કે આપણે આગલા અવતારમાં અતિક્રમણ કરેલું હતું તેનું આ પરિણામ છે. કૉઝિઝ શું કર્યા'તાં ? તો કહે, એની જોડે પૂર્વભવમાં અતિક્રમણ કર્યું'તું. તે અતિક્રમણનું આ ભવમાં ફળ આવ્યું, એટલે એનું પ્રતિક્રમણ કરીએ તો પ્લસમાઇનસ (વત્તા-ઓછા) થઈ જાય. એટલે અંદર તમે એની માફી માંગી લો. માફી માંગ માંગ કર્યા કરો કે મેં જે જે દોષ કર્યા હોય તેની માફી માગું છું. કોઈ પણ ભગવાનની સાક્ષીએ માફી માંગી લો, તો બધું ખલાસ થઈ જશે.
સહવાસ નહીં ગમે તો પછી શું થાય છે ? એના તરફ બહુ દોષિત જોવાથી, કોઈ પુરુષને સ્ત્રી ના ગમતી હોય તો બહુ દોષિત જો જો કરે, એટલે તિરસ્કાર છૂટે. એટલે ભય લાગે. જેનો આપણને તિરસ્કાર હોયને તેનો આપણને ભય લાગે. એને દેખો કે ગભરામણ થાય. એટલે જાણીએ કે આ તિરસ્કાર છે. એટલે તિરસ્કાર છોડવા માટે