________________
(૭) થાય ચોખ્ખો વ્યાપાર
૧૫૯
ભાવ પલટાયે, જોખમદારી ટળે
ફાંસી કરનાર માણસને જો જ્ઞાન આપેલું હોય અને ફાંસી દેવાનું એને ભાગે આવે, પણ એના ભાવ ફરેલા હોય તો એને કશું બંધન નથી. અને જેના ભાવ એવા છે કે આને ફાંસીએ ચઢાવવો તેને બંધન છે. એ પછી પેલાને ફાંસીએ ના ચઢાવે તોય બંધન છે. એટલે ભાવ એ જ મુખ્ય વસ્તુ છે. ભાવ ફરી જાય ને, પેલાને જેલમાં ઘાલો, તોય એનું પુણ્ય બંધાય એવું બધું આ જગત છે. પોતાના ભાવની સમજદારી જોઈએ.
ફરજો બજાવવી, 'જ્ઞાત'માં રહીને
પ્રશ્નકર્તા : આપણે કોઈના ગુનાનો રીપોર્ટ કરીએ તો આપણને ગુનો લાગે કે ના લાગે ?
દાદાશ્રી : ના, કશુંય ના થાય.
પ્રશ્નકર્તા : આ મારા તાબાનો માણસ બરાબર કામ નથી કરતો અથવા ગોટાળા વાળે છે અને એ વસ્તુ આપણા સાહેબના ધ્યાનમાં લાવીએ ત્યારે આપણને કર્મ બંધાય ?
દાદાશ્રી : ના લાગે.
પ્રશ્નકર્તા : અને એ ધ્યાનમાં ના લાવીએ તો આપણું તંત્ર બધું
બગડે.
દાદાશ્રી : એટલે સાહેબના ધ્યાનમાં લાવવું જ પડે. પણ એ વિનયથી લાવવું પડે. અને આપણે એને બધું સમજાવીને કહેવું જોઈએ. આપણે રુઆબથી ના કહી શકીએ.
પ્રશ્નકર્તા : બહાર વ્યવહારમાં એ કેવી રીતે બને ?
દાદાશ્રી : આપણે તો એવો ભાવ રાખવો. પછી બન્યું એ કરેક્ટ. આપણો ભાવ એવો રાખવાનો અને એને સમજાવીને કહેવું જરૂરી છે.
પ્રતિક્રમણ
જેટલી વખતે સમજાવીને કહેવાયું એટલી વખત કરેક્ટ અને સમજાવીને ના કહેવાયું તો પણ કરેક્ટ.
૧૬૦
પ્રશ્નકર્તા : આજે કોઈ આડાઈ કરતો હોય, પણ આપણને સજા કરવાની સત્તા ના હોય, પણ આપણા ઉપરી હોય એને સજા કરવા માટે રીપોર્ટ કરીએ. હવે ઉપરીએ સજા કરી પણ રીપોર્ટ તો મેં કર્યો. તેથી નિમિત્ત હું થયોને ?
દાદાશ્રી : ના, પણ મનમાં ભાવ આપણા નથીને ? આ તો ચંદુભાઈ કરે છેને ? તો તમારે શું કરવાનું ? ચંદુભાઈ જે કરે એ જોયા કરવાનું. જગત તો ચાલ્યા કરવાનું. એનો કશો ભો નહીં કરવાનો. મનમાં એવા ભાવ રાખવા કે કોઈ જીવને દુઃખ ના હો. પછી તમે તમારે રૂટિન કરવું, જે રૂટિન થાય તેમાં તમારે હાથ નહીં ઘાલવાનો. શંકા-કુશંકા નહીં કરવાની. તમારે તમારા સ્વરૂપમાં રહેવું. બાકી ફરજો તો બજાવવી જ પડેને ?
છેવટે, ઉપાયમાં પ્રતિક્રમણ
અત્યાર સુધી ફસાઈ ગયા, પણ હવે કળા આવડીને ? આ લોક તો શું કહેશે, ‘વીંછી કૈડે તો કૈડવા દેવો !’ ‘અલ્યા પણ શક્તિ છે ?” “એ શક્તિ ના હોય, પણ વીંછી કૈડવા દે, એ જ જ્ઞાનીની નિશાની !' કહેશે. અલ્યા, મહીં શક્તિ નથી તો વીંછીને બાજુએ મૂકી દેને અહીંથી. વીંછી હોય કે વીંછીનો બાપ હોય, બાજુએ મૂકી દેને. હા, એને મારશો નહીં.
પ્રશ્નકર્તા : એવા જ્ઞાની હોય કે વીંછીને કૈડવા દે ?
દાદાશ્રી : તેવું લોક કહે છે કે જ્ઞાની હોય તો વીંછીને કૈડવા
દેવો.
પ્રશ્નકર્તા : એ તો અહંકાર થયોને ?
દાદાશ્રી : આ બધો અહંકાર જ છેને !