________________
(૭) થાય ચોખ્ખો વ્યાપાર
૧૫૭
દાદાશ્રી : હા, ઠપકો આપવાનો.
પ્રશ્નકર્તા : કોઈ વખત ઠપકો આપવો પડે. નહીં તો એને છૂટો કરવો પડે, ડિસમિસ કરવો પડે. પછી આપણને મનમાં દુઃખ થાય કે એનાં છોકરાં ભૂખે મરશે.
દાદાશ્રી : પણ એવું છેને, આપણે એને ચેતવવો કે ભઈ, મારે તને છૂટો કરવો પડશે, ડિસમિસ કરવો પડશે, માટે તું ચેતીને કામ કર.
પ્રશ્નકર્તા : એવું ચેતવીએ છીએ, એને લખીને આપીએ છીએ કે ‘તું કામ કરતો નથી, તને ડિસમિસ કરવામાં આવશે, તારું કામ સંતોષકારક નથી.' એવું બધું લખીને આપીએ.
દાદાશ્રી : પછી ?
પ્રશ્નકર્તા : છતાં ના સુધરે એટલે પછી એને છૂટો કરવો પડે. અને છૂટો કરીએ એટલે પછી એનાં છોકરાં બિચારાં દુ:ખી થતાં રડતાં રડતાં ઘેર આવે. આપણને દુઃખ થાય ? એને પણ દુઃખ તો થાયને ? દાદાશ્રી : દુઃખ બંધ કરવું હોય તો રહેવા દેવાનું. કામ આપણે કરી લેવાનું.
પ્રશ્નકર્તા : એ પગલાં જો ના લે, તો અમને અમારા ઉપરથી પાછો ઠપકો સાંભળવો પડે.
દાદાશ્રી : તે પગલાં લ્યોને. પણ પગલાં એવી રીતે લ્યો કે તમે તો શુદ્ધાત્મા છો. હવે ચંદુભાઈ પગલાં લે, એમાં જોખમદારી નથી હોતી. ચંદુભાઈ છે, એ વસ્તુ તો ડિસ્ચાર્જ છે. એટલે પગલાં લો તેની તમને જોખમદારી નથી હોતી. આપણે ચંદુભાઈને કહેવું કે બને ત્યાં સુધી પગલાં લેવાં નથી, આવાં પગલાં લેશો નહીં. છતાં પછી લેવાઈ જાય તે સાચું !
પ્રશ્નકર્તા : એ વાત તમારી સાચી. આપણે અલિપ્તતાથી પગલાં લીધાં, પણ એ પગલાં લીધાં પછી પેલા માણસને મનદુઃખ જે થયું, એના માટે પ્રતિક્રમણ સિવાય બીજો શું રસ્તો ?
પ્રતિક્રમણ
દાદાશ્રી : પ્રતિક્રમણ એકલું જ, બીજું કશું કરવાનું નથી.
પસ્તાવો લેવો, તિમિત્ત બન્યાતો
પ્રશ્નકર્તા : આજે આપણે એક નોકરી પર છીએ, ને આપણા તાબાનો જે માણસ છે, એ કંઈ ભૂલ કરે તો આપણે દંડ આપવો પડે. કારણ કે નોકરીમાં આપણે જગ્યા પર બેઠા છીએ.
૧૫૮
દાદાશ્રી : ના, પણ તે એવું થયું હોયને તો આપણે ચંદુભાઈ પાસે પસ્તાવો કરાવવો. થઈ ગયા પછી કે, આ ન કરવા જેવું થાય છે. આપણા નિમિત્તે પેલાને દુ:ખ થયું, તે બદલ પસ્તાવો કરવો કે, આપણે ભાગે ક્યાં આવ્યું આ ? આપણે કેમ આવું નિમિત્ત બન્યા ? આપણે આવું નિમિત્ત બનવું ના જોઈએ. પણ અત્યારે તમે એવી જગ્યાએ આવી ગયા છો, એવું કર્યા વગર ચાલે નહીં, એટલે તમારે હવે ‘રૂટિન’ (રોજીદું) તો બધું કરવું પડે.
આમાં જેતો ગુતો, તેને દંડ
પ્રશ્નકર્તા : હું ડી.એસ.પી.નો પી.એ. છું. તે મારે તો કેટલાકને ડિસમિસ કરવા પડે તો તેનું મને દુઃખ થાય છે. તો તેમાં બંધન ખરું ?
દાદાશ્રી : કેટલીક વખત એવું બને કે તમે ઉપર લખી મોકલાવો કે આ ભાઈને ડિસમિસ કરો ને એ ડિસમિસ ના થાય, એવું બને ખરું ?
પ્રશ્નકર્તા : બને.
દાદાશ્રી : એટલે આ ડિસમિસ કરો એ પણ તમારું રૂટિન છે. અને મનમાં ભાવ રહે છે કે ડિસમિસ કરવા નથી, તો તેનું બંધન નથી. આ તો કેવું છે કે જેનો જેટલો ગુનો છે, એટલો એને દંડ મળવાનો. એવો નિયમ છે. એ અટકાવી શકાય એવી વસ્તુ નથી. એટલે આપણે આવા ભાવ રાખવા કે આને દુઃખ ના હો. બાકી રૂટિન તો ચાલ્યા જ કરવાનું.