________________
(૭) થાય ચોખ્ખો વ્યાપાર
૧૫૫
૧૫૬
પ્રતિક્રમણ
ખોઈ નાખ્યો છે ! તમને ‘રાઈટ’ (અધિકાર) જ નથી સામાને અક્કલ વગરનો કહેવાનો. તમે આવું બોલો એટલે સામો પણ અવળું બોલે, તે એનેય અંતરાય પડે ! બોલો હવે, આ અંતરાયમાં જગત શી રીતે અટકે ? કોઈને તમે નાલાયક કહો તો તમારી લાયકાત ઉપર અંતરાય પડે ! જો તમે આનાં તરત જ પ્રતિક્રમણ કરો તો એ અંતરાય પડતાં પહેલાં ધોવાઈ જાય.
અંડરહેન્ડને ટૈડકાવ્યા તેમાં પ્રતિક્રમણ પ્રશ્નકર્તા : નોકરીની ફરજ બજાવતાં મેં બહુ કડકાઈથી લોકોનાં અપમાન કરેલાં, ધુત્કારી કાઢેલા.
દાદાશ્રી : એ બધાનું પ્રતિક્રમણ કરવાનું. એમાં તમારો ખરાબ ઈરાદો નથી. તમારે પોતાને માટે નથી. સરકારને માટે એ સિન્સિઆરિટી (વફાદારી) કહેવાય.
પ્રશ્નકર્તા : એ હિસાબે હું બહુ ખરાબ માણસ હતો, ઘણાંને તો દુઃખ થયું હશે ને ?
દાદાશ્રી : એ તો તમારે ભેગું પ્રતિક્રમણ કરવાનું, કે મારા આ કડક સ્વભાવને લઈને જે જે દોષ થયા તેની ક્ષમા માગું છું, એ જુદું જુદું નહીં કરવાનું.
પ્રશ્નકર્તા : જાથું પ્રતિક્રમણ કરવાનું?
દાદાશ્રી : હા, તમારે આવું કરવાનું કે આ મારા સ્વભાવથી લઈને સરકારનું કામ કરવામાં જે જે દોષો થયાં, લોકોને દુઃખ થાય એવું કર્યું છે, એની ક્ષમા માગું છું. એવું રોજ બોલવું.
ઠપકો આપવો પણ.... પ્રશ્નકર્તા : એક અધિકારી હોય, બોસ હોય એ એના અંડરહેન્ડને ઠપકો આપે તો પેલાને દુઃખ તો થાયને ? કર્મચારી ખોટું કરે, તો પેલા અધિકારીને ઠપકો આપવાની ફરજ તો ખરીને ?
દાદાશ્રી : એવું છેને, ઠપકો આપવો એ બહુ જ જવાબદારી છે. ઠપકો આપવો એટલે આપણો હાથ દઝાય નહીં અને સામાને વાગે નહીં એવી રીતે ઠપકો આપવો જોઈએ. આપણા લોકો એ જોતા-કરતા નથી ને ઠપકો આપી જ દે. એ ઠપકો આપનાર બહુ મોટો ગુનેગાર બને છે. ઠપકો સાંભળનાર માણસનું જે થવાનું હશે તે થશે, પણ ઠપકો આપનાર તો સપડાયો !
પ્રશ્નકર્તા : એની જે ફરજ હોય, એ ફરજની સામે એને કેટલાંક પગલાં લેવાં પડે. તો એમાં એ શું કરે ? એને તો છૂટકો જ નહીંને, એને કરવું જ પડેને ?
દાદાશ્રી : ના, એ કરવું, પણ એને પદ્ધતિસર એવી શોધખોળ કરો કે સામાને બહુ અસર ના થાય.
પ્રશ્નકર્તા : શોધખોળ તો બીજી શું કરે ? પેલો કામ ના કરતો હોય એટલે એને ઠપકો તો આપવો પડેને ?
દાદાશ્રી : પણ ઠપકો તોલીને આપો છો કે તોલ્યા વગર આપો છો ? ઠપકો તોલીને આપતા હશે લોકો ? આમ પાશેર તોલીને આપતા હશે ? નહીં ? તો એવું તો થતું હશે ?
પ્રશ્નકર્તા : એ તો વગર તોલે આપે પણ એમાં તો એવું છેને, નોકરી કરતા હોય ત્યાં તો નક્કી જ કરેલું હોય કે ભઈ, આ કામ આટલું ના કરે તો તેની સામે આટલાં પગલાં લેવા. આવું બધું એના કોડ (નિયમો) નક્કી કરેલા હોય છે.
દાદાશ્રી : કાયદેસર પગલાં લેવાને માટે વાંધો નથી પણ ઑન પેપર. પણ તમે તો ઠપકો મોઢે આપી દો છો. એ તોલીને આપો છો કે તોલ્યા વગર આપો છો ?
પ્રશ્નકર્તા : પણ દાદા, પેલો કામ ના કરતો હોય, આપણે એને કામ કહ્યું હોય, તે કામ ના કર્યું હોય અને કામ ટાળ્યું હોય એટલે આપણે ઠપકો આપવો જ પડેને ?