________________
૧૬૪
પ્રતિક્રમણ
પ્રશ્નકર્તા : પહેલાં મને બહુ ડર લાગતો હતો. હવે ડર નથી લાગતો.
(૮) ‘આ’ તૂટે શૃંખલા ઋણાનુબંધની
૧૬૩ માફી માંગ માંગ કરો, બે જ દહાડામાં એ તિરસ્કાર બંધ થઈ જશે. એ ના જાણે પણ તમે અંદર માફી માંગ માંગ કરો, જેના તરફ જે જે દોષ કર્યા હોય એના નામની, ‘હે ભગવાન ! હું ક્ષમા માગું છું.’ આ દોષોનું પરિણામ છે. તમે કોઈ પણ માણસ જોડે જે જે દોષ કર્યા હોય, તો અંદર બેઠેલા ભગવાન પાસેથી તમે માફી માંગ માંગ કરો, તો બધું ધોવાઈ જશે.
સગાંવહાલાંનાં પ્રતિક્રમણ આ (રિલેટિવ સંબંધો) તો નાટક છે. નાટકમાં બૈરી-છોકરાંને પોતાનાં કાયમનાં કરી લઈએ તે કંઈ ચાલી શકે ? હા, નાટકમાં બોલે તેમ બોલવામાં વાંધો નહીં કે ‘આ મારો મોટો દીકરો, શતાયુ.” પણ બધું ઉપલક, નાટકીય. આ બધાને સાચા માન્યા તેનાં જ પ્રતિક્રમણ કરવાં પડે છે. જો સાચું ના માન્યું હોત તો પ્રતિક્રમણ કરવા ના પડત.
જ્યાં સત્ય માનવામાં આવ્યું ત્યાં રાગ અને દ્વેષ શરૂ થઈ જાય અને પ્રતિક્રમણથી જ મોક્ષ છે. આ ‘દાદા' દેખાડે છે તે આલોચનાપ્રતિક્રમણ-પ્રત્યાખ્યાનથી મોક્ષ છે.
પ્રશ્નકર્તા : ક્યારેક તો મન દુ:ખી થઈ જાય કે, એમણેય જ્ઞાન લીધું છે, આપણેય જ્ઞાન લીધું છે, તો આવું કેમ થાય છે ?
દાદાશ્રી : આ તો બધા કર્મના ઉદયો છે, એમાં આપણે પ્રતિક્રમણ કરવું, આ તો કર્મના ઉદયો છે. ધક્કો લાગ્યા વગર રહે નહીં. એમની ઇચ્છા એવી ના હોય, છતાંય બધા કર્મના ધક્કા વાગ્યા કરે. કર્મ તો ભોગવ્યે જ છૂટકો ને !
પ્રશ્નકર્તા : મને એમ થાય કે, ‘એમનું’ સારું કરું પણ મારાથી બગડી જ જાય. અને હું ખોટી ઠરીને ઊભી રહું.
દાદાશ્રી : વાંધો શું છે પણ એ ? એનો વાંધો શું છે ? બન્યું એ કરેક્ટ. જેને સારું કરવું છે એને કોઈ ડર રાખવાની જરૂર નથી. જેને ખરાબ કરવું છે એ ગમે એટલો ડર રાખે તો એનો ભલીવાર આવવાનો નથી. એટલે આપણે સારું કરવું છે એમ નક્કી રાખવાનું.
દાદાશ્રી : પણ આવી વાતો કરવાની જરૂર નહીં. તેઓ ખરાબ લગાડીને ઘેર ગયાં હોય તો, એ બીજે દહાડે આવશે તો રાજી થઈ જશે. આપણે પ્રતિક્રમણ કરવું.
આ બધા રિલેટિવ સંબંધો છે, રીયલ સંબંધ નથી. પ્રતિક્રમણ ના થાય તો ફાટી જાય. પ્રતિક્રમણનો અર્થ શું ? સાંધવું. સામો માણસ ફાડે ને આપણે સાંધીએ તો એ લૂગડું ટકે. પણ સામો ફાડે ને આપણે ફાડીએ તો શું રહે ?
પ્રશ્નકર્તા : મારા પતિ મારાથી જુદા રહે છે, છોકરાઓ પણ લઈ ગયા છે. તે મારા કર્મમાં તેમ હશે ત્યારે થયું હશેને ?
દાદાશ્રી : હાસ્તો, બીજું શું ? નવું તો થાય નહીં ને કશું. અને એનાં પ્રતિક્રમણ ના ક્યાં, તેને લઈને આ આવું થયું. પ્રતિક્રમણ કરવાથી પાછું ફરે.
ચૂકવવાતા માત્ર હિસાબ જ જગત આખું બધું હિસાબ જ છે અને હિસાબને ચૂકવવા માટે આપણે ત્યાં આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન છે. બીજી જગ્યાએ એની પાસે હિસાબ ચૂકવવાનું કંઈ સાધન નથી. આપણે અહીં સાધન છે આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન. તમે થોડું ઘણું ચૂકવો છો હવે ? હિસાબ જ ચૂકવવાના છેને ? બીજું શું કરવાનું છે ?
કોઈના હાથમાં પજવવાની યે સત્તા નથી ને કોઈના હાથમાં સહન કરવાની સત્તા નથી. આ તો બધાં પૂતળાં જ છે. તે બધું કામ કરી રહ્યાં છે. તે આપણે પ્રતિક્રમણ કરીએ એટલે પૂતળાં એની મેળે સીધાં થઈ જાય. બાકી ગમે તેવો ગાંડો માણસ હોય પણ તે આપણાં પ્રતિક્રમણથી ડાહ્યો બની શકે.