________________
(૭) થાય ચોખ્ખો વ્યાપાર
૧૫૧
કાળાબજારતાંય પ્રતિક્રમણ
પ્રશ્નકર્તા : અત્યારે ટેક્સ(કર) એટલા બધા છે કે ચોરી કર્યા વગર મોટા મોટા ધંધાનું સમતોલન થાય નહીં. બધા લાંચ માંગે તો એના માટે ચોરી તો કરવી જ પડેને ?
દાદાશ્રી : ચોરી કરો પણ તમને પસ્તાવો થાય છે કે નહીં ? પસ્તાવો થાય તોય એ હળવું થઈ જાય.
પ્રશ્નકર્તા : તો પછી આ સંજોગોમાં શું કરવું જોઈએ ?
દાદાશ્રી : આપણે જાણીએ કે આ ખોટું થાય છે, ત્યાં આપણે હાર્ટિલી (હૃદયપૂર્વક) પસ્તાવો કરવો. બળતરા થવી જોઈએ તો જ છૂટાય. અત્યારે કંઈ કાળાબજારનો માલ લાવ્યા તે પછી કાળાબજારમાં વેચવો પડે જ. તો ચંદુલાલને કહેવાનું, કે પ્રતિક્રમણ કરો. પહેલાં પ્રતિક્રમણ કરતા ન હતા. તેથી કર્મનાં તળાવડાં બધાં ભર્યાં. હવે આ પ્રતિક્રમણ કર્યુ એટલે ચોખ્ખું કરી નાખવું. લોભ કોના નિમિત્તે થાય છે ? લોખંડ કાળાબજારમાં વેચ્યું તો આપણે ચંદુલાલને કહેવું, ચંદુલાલ વેચો તેનો વાંધો નહીં, એ ‘વ્યવસ્થિત'ના આધીન છે પણ તેનું હવે પ્રતિક્રમણ કરી લો. અને કહીએ કે ફરી આવું ના થાય.
પ્રશ્નકર્તા : કેટલીક જગ્યાએ માણસો ભૂખે મરે છે અને એક બાજુ હું બ્લેક (કાળા બજાર)માં પૈસા બનાવું છું, એનો સમભાવે નિકાલ કેવી રીતે થાય ?
દાદાશ્રી : એ જે કરે છે ને એ જ બરાબર છે. પ્રકૃતિ જે કરે ને એ કૉઝ (કારણ)ની ઈફેક્ટ (પરિણામ) જ છે. પછી આપણે જાણીએ, આપણને સમજણ પડે કે આ ન્યાયમાં નથી થયું. એટલે આપણે ‘ચંદુલાલ’ને કહેવાનું કે આ ના કરો. માફી માંગી લેવાની કે આવું ફરી નહીં કરું, એ કહે પણ ફરી એવું જ કરે. કારણ કે પ્રકૃતિમાં ગૂંથાયેલું એવું છે ને ! ‘આપણે' ધોતાં જવાનું પછી
પાછળથી.
૧૫૨
ચોરીઓનાંય પ્રતિક્રમણ
પ્રતિક્રમણ
લોકો પર તને ચીઢ ચઢે છે ?
પ્રશ્નકર્તા ઃ ઘરમાં કોઈના દોષો દેખાયને તો ચીઢ ચઢે.
દાદાશ્રી : ચીઢ ચઢે ચંદુલાલને ?
પ્રશ્નકર્તા : ચંદુલાલને જ ને !
દાદાશ્રી : અને ‘તને’ ? ‘તને’ ચીઢ ના ચઢે ?
પ્રશ્નકર્તા : ચીઢેય એને ચઢે અને ભોગવટોય એને આવે !
દાદાશ્રી : જેને ચીઢ ચઢે એને ભોગવટો આવે જ, પછી તને કેટલી ખોટ ગઈ ?
પ્રશ્નકર્તા : બહુ ભારે ખોટ ગઈ.
દાદાશ્રી : એમ ? લોકોને મારવાના ભાવ નથી આવતા ને ? લોકોની પાસેથી પડાવી લેવાના ભાવ નથી આવતા ? પૈસા પડાવી લઈએ, આમતેમ ?
પ્રશ્નકર્તા : એવું નથી થતું.
દાદાશ્રી : લોકો પાસેથી ચોરીઓ કરવાના ભાવ આવે છે ?
પ્રશ્નકર્તા : લોકોની પાસેથી ચોરીઓ એ કેવી રીતે ?
દાદાશ્રી : માલ વેચવો, તેમાં છે તે વજન વધારે લખી નાખવું. પ્રશ્નકર્તા : એ થોડું ઘણું રહ્યા કરે.
દાદાશ્રી : હજુ ખરું ? પછી પ્રતિક્રમણ કરે છે તું ? પ્રશ્નકર્તા : કોઈ વખતે થઈ જાય, કોઈ વખત નથી થતું.
દાદાશ્રી : બધું ધ્યાન તો રાખવું પડેને ? સો કિલોને બદલે
એકસો એક કિલો ચઢાવી દો તો એક કિલોની ચોરી કરીને ?