________________
(૭) થાય ચોખ્ખો વ્યાપાર
૧૪૯
૧૫૦
પ્રતિક્રમણ
પ્રશ્નકર્તા : તમે એ રીતે ચંદુભાઈને છૂટા મૂકી દો તો એ તો ગમે તે કરે ?
દાદાશ્રી : ના. એ તેથી જ મેં ‘વ્યવસ્થિત’ (સાયટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ) કહેલું કે, એક જિંદગી માટે એક વાળ ફેરફાર કરવાનો અધિકાર નથી. ‘વન લાઈફ' માટે, હં ! જે લાઈફમાં હું વ્યવસ્થિત આપું છું, એ વ્યવસ્થિતમાં ફેરફાર થઈ શકે એમ નથી. ત્યારે જ હું તમને છૂટા મૂકી દઉં છું. એટલે હું જોઈને કહું છું ને તેથી મારે કશું વઢવુંય ના પડે, કે બૈરી જોડે કેમ ફરતા'તા ? ને કેમ આમતેમ ? બીજી લાઈફ માટે નહીં, પણ આ એક લાઈફ માટે યુ આર નોટ રિસ્પોન્સિબલ એટ ઓલ (બિલકુલ) ! એટલું બધું કહ્યું છે પાછું.
આ છે અક્રમ વિજ્ઞાન આ તો વિજ્ઞાન છે. તરત મુક્તિ આપનારું છે, અને જો આ વિજ્ઞાન સમજી જાય તો તાળો મળે એવું છે. જ્યાંથી તાળો મેળવો, ત્યાંથી તાળો મળ્યા જ કરે. અને જે કોઈ પણ વસ્તુનો તાળો ના મળતો હોય તો એ વિજ્ઞાન જ ના કહેવાય. તાળો મેળવવો હોય તો તાળો મળી રહેવો જોઈએ. વિરોધાભાસ ક્યારે પણ ના આવવો જોઈએ. સો વર્ષ થાય, પણ વિરોધાભાસ હોય નહીં એનું નામ સિદ્ધાંત કહેવાય. આ અક્રમ સિદ્ધાંત' બુદ્ધિને ગાંઠતું નથી. ભલભલા બુદ્ધિશાળીઓ મુંબઈમાં આવ્યા, પણ કોઈને ગાંઠતું જ નથી. કારણ કે બુદ્ધિથી પર વસ્તુ છે આ ! બુદ્ધિ તો લિમિટેડ (મર્યાદિત) હોય. આની લિમિટેય ના હોય.
વ્યાજ ખવાય કે નહીં ? પ્રશ્નકર્તા : વ્યાજ ખવાય કે ના ખવાય ?
દાદાશ્રી : વ્યાજ ચંદુલાલને ખાવું હોય તો ખાય, પણ એને કહેવું કે પ્રતિક્રમણ કરજો પછી.
પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ શું કામ કરવાનું ? વ્યાજ એ અતિક્રમણ
દાદાશ્રી : અતિક્રમણ કર્યું માટે. વ્યાજને અતિક્રમણ ક્યારે કહેવાય છે ? સામા માણસને મનદુ:ખ થાય ને એવું વ્યાજ હોય તેને અતિક્રમણ કહેવાય છે.
પ્રશ્નકર્તા : એ શાસ્ત્રમાં વ્યાજ ખાવાની ના લખી છે, એ શું ગણતરીઓ છે ?
દાદાશ્રી : વ્યાજ માટે તો ના એટલા માટે લખેલું છે કે, જે વ્યાજ ખાય છે એ માણસ ત્યાર પછી કસાઈ જેવો થઈ જાય છે, માટે ના પાડી છે. એ અહિતકારી છે એટલા માટે ! જો નોબલ (મોટા મનનો) રહી શકતો હોય તો વાંધો નથી.
આદર્શ વ્યવહારથી આપણાથી કોઈનેય દુઃખ ના થાય તેટલું જ જોવાનું, છતાં પણ આપણા થકી કોઈને દુઃખ થાય તો તરત જ પ્રતિક્રમણ કરી લેવાનું. આપણાથી કંઈ એની ભાષામાં ન જવાય. આ જે વ્યવહારમાં પૈસાની લેવડદેવડ વગેરેમાં વ્યવહાર છે, એ તો સામાન્ય રિવાજ છે, તેને અમે વ્યવહાર નથી કહેતા. કોઈનેય દુઃખ ના થવું જોઈએ તે જોવાનું ને દુઃખ થયું હોય તો પ્રતિક્રમણ કરી લેવું, તેનું નામ આદર્શ વ્યવહાર !
કરો ઉઘરાણીવાળાતાં પ્રતિક્રમણ આ પ્રતિક્રમણથી સામા ઉપર અસર પડે અને એ પૈસા પાછા આપે. સામાને એવી સદ્બુદ્ધિ ઉત્પન્ન થાય. પ્રતિક્રમણથી આમ સવળી અસર થાય છે. તો આપણા લોકો ઘેર જઈને ઉઘરાણીવાળાને ગાળો આપે તો તેની અવળી અસર થાય કે ના થાય ? ઊલટું લોકો વધારે ને વધારે ગૂંચવે છે. બધું અસરવાળું જગત છે.
પ્રશ્નકર્તા : આપણે કોઈ લેણદારનું પ્રતિક્રમણ કરીએ તોય એ માગતો તો રહેને ?
દાદાશ્રી : માંગવા-ના માંગવાનો સવાલ નથી. રાગ-દ્વેષ ના થવા જોઈએ. લેણું તો રહેય ખરું !