________________
૧૪૮
પ્રતિક્રમણ
દાદાશ્રી : આપણે એટલે કોણ પણ ? હુ (Who) ? ચંદુભાઈ કે શુદ્ધાત્મા ?
પ્રશ્નકર્તા : ચંદુભાઈ. દાદાશ્રી : તમે તો શુદ્ધાત્મા છોને ?
[૭]. થાય ચોખ્ખો વ્યાપાર
પ્રશ્નકર્તા : હા.
ધંધામાં પ્રતિક્રમણ પ્રશ્નકર્તા : આપણે કોઈને માનસિક દુઃખ પહોંચાડીએ, ત્યારે અન્યાય કર્યો કહેવાય. જો આપણે ધંધો કરતા હોઈએ અને ધંધામાં તો માલ એનો એ જ છે, ભાવ વધારીએ તો કમાણી થાય, જ્યારે તમે ભાવ વધારો તો એનાથી બીજાને મનદુઃખ થાય, તો એનાથી આપણને નુકસાન થાય ખરું ?
દાદાશ્રી : તમે ભાવ વધારો તો દુ:ખ થાય. ભાવ વધારો નહીં, તો કશો વાંધો નહીં. આમાં તમે કર્તા થઈને કરો, તો દુઃખ થાય ને જો વ્યવસ્થિતને કર્તા સમજો તો તમારે કશી જવાબદારી નથી. વ્યવસ્થિત કર્તા છે, એ સ્વીકાર કરો, સમજો. ખરેખર તો તમારી જોખમદારી નથી. મેં તમને એવા સ્ટેજ (ભૂમિકા) ઉપર મૂક્યા છે કે, તમારી જોખમદારી બંધ થઈ જાય. જોખમદારીનો એન્ડ (અંત) થાય. એટલે કર્મ કરવા છતાં અકર્મની સ્થિતિ પર મૂક્યા છે તમને.
છતાંય તમને ઇચ્છા એવી છે કે, ‘આવું અકર્મની સ્થિતિ પર મૂક્યા, પણ અમે કરી શકીએ એમ તો છીએ.” જો તમે કર્તા થાવ તો બંધન થશે ! આ તો જેને જ્ઞાન આપું છું તેને, બીજા બધા તો કર્તા છે જ. મારા જ્ઞાનને સમજી અને પાંચ આશા સમજે, તો નિવેડો આવે.
પ્રશ્નકર્તા : આપણે કર્તા નથી, પણ આપણે એ કર્મમાં ભાગ લેવાથી બીજાને દુ:ખ પહોંચે છે, આપણા કર્મથી.
દાદાશ્રી : તો ચંદુભાઈ કર્તા છે, તેમાં તમારે શું લેવાદેવા ? તમે જુદા ને ચંદુભાઈ જુદા.
પ્રશ્નકર્તા : ચંદુભાઈ કર્તા બનીને તન્મયાકાર તો થાય. ત્યારે ખબર પડે કે સામી પાર્ટીન મન દુઃખ થાય છે.
દાદાશ્રી : તે પછી ચંદુભાઈને કહેવું કે, ‘ભાઈ, માફી માંગી લો, કેમ આ દુઃખ કર્યું ?” પણ તમારે માફી નહીં માંગવાની. જે અતિક્રમણ કરે, તેણે પ્રતિક્રમણ કરવાનું. ચંદુભાઈ અતિક્રમણ કરે તો પ્રતિક્રમણ એની પાસે કરાવડાવવું.
પ્રશ્નકર્તા : હું સાડી વેચવાનો ધંધો કરતો હોઉં. આજુબાજુની દુકાનવાળાએ પાંચ રૂપિયા વધારી દીધા, તો મેં પણ પાંચ રૂપિયા વધાર્યા હોય તો મેં ખોટો ધંધો કર્યો કહેવાય ? મને એ અડે કે ના અડે ?
દાદાશ્રી : પણ કર્તા કોણ છે ત્યાં આગળ ? પ્રશ્નકર્તા : એ ચંદુભાઈ સાડી વેચવાવાળા.
દાદાશ્રી : તમે શુદ્ધાત્મા છો અને પછી આ ચંદુભાઈ કરે’ તો યુ આર નોટ રિસ્પોન્સિબલ (તમે જવાબદાર નથી).
અને બીજી રીતે કોઈને સામું પ્રત્યક્ષ દુ:ખ થયેલું લાગે, એને માટે તો તમારે ચંદુભાઈને કહેવું કે ‘ભાઈ, તમે અતિક્રમણ કર્યું. માટે પ્રતિક્રમણ કરો. બાકી મેં તમારી જોખમદારી બિલકુલ નથી રાખી. તમારી જોખમદારી ઊડાડી મેલી છે આ.