________________
(૬) રહે ફૂલ, જાય કાંટા
પડે.
૧૪૫
પ્રશ્નકર્તા : દરેક પળે પળે ભૂલ દેખાય છે, દાદા. દાદાશ્રી : હા, પળે પળે દેખાય અને પળે પળે પ્રતિક્રમણ કરવાં
તહીં ક્રમિકમાં આટલો ઉઘાડ
‘શૂટ ઑન સાઈટ’ થયું ત્યારથી એ જ્ઞાની કહેવાય. દોષ દેખાયો અને ‘શૂટ આઉટ’ કરે, એ જ્ઞાની કહેવાય. ક્રમિક માર્ગમાં જ્ઞાનીઓ ‘શૂટ ઑન સાઈટ' કરે, પણ એમને આવો ઉઘાડ ના હોય. આટલો બધો ઉઘાડ ના હોય.
જજમેન્ટ ક્લિઅર
પ્રશ્નકર્તા : આપણે દોષોનું પ્રતિક્રમણ તો કરીએ, પણ એવા સામાના ગુણ હોય એ માટે શું કરવું ? એના માટે પ્રતિક્રમણ કરવાં ?
દાદાશ્રી : એમાં તો એ ગુણથી, એની સાથે ભાવથી જ આપણું વર્તન સારું હોય. એમાં બીજું કરવાનું હોતું નથી.
કર્મ બહુ ચીકણું હોય ને ગાંઠ હોય, ત્યારે માણસ ભૂલ ખાય. એનો પસ્તાવો કરીએ, એટલે એ આવતા ભવમાં ધોઈ શકીએ એવું ઢીલું થઈ જાય. આ પ્રતિક્રમણ કરવાથી દોષ રહે ખરો, પણ તે કેટલો ? કે આ ગાંઠ દેખાય ખરી, પણ આવતા ભવે હાથ અડાડવાથી ખરી પડે. આ પ્રતિક્રમણ કરવાથી બળ મળે, રિફંડ (વળતર) મળે ખરું ! એટલે મહીં પ્રતિક્રમણ થાય તો ધોવાઈ જાય. એને પોતાની ભૂલ દેખાવી જ જોઈએ. શું ભૂલ થઈ તે, તરત ઑન ધી મોમેન્ટ ભૂલ દેખાવી જ જોઈએ. કારણ કે એટલું તો જજમેન્ટ આપણું હોય, જજમેન્ટ ક્લિઅર (સ્પષ્ટ ન્યાય) હોવું જોઈએ. ક્લિઅર જજમેન્ટ હોય તો જ કામ થાય.
છાવરે અહંકારને
જ્યારથી દોષ દેખાતો થયો, ત્યારથી જાણવું કે, મોક્ષમાં જવાની
પ્રતિક્રમણ
ટિકિટ આવી ગઈ. પોતાનો દોષ કોઈને દેખાય નહીં, મોટા-મોટા સાધુઆચાર્યોને પણ ! એમને પોતાના દોષ ના દેખાય. મૂળમાં મોટામાં મોટી ખામી આ. અને આ વિજ્ઞાન એવું છે કે, આ વિજ્ઞાન જ તમને નિષ્પક્ષપાત રીતે જજમેન્ટ આપે છે. પોતાના બધા જ દોષ ખુલ્લા કરી આપે. થઈ ગયા પછી કરી આપે, પણ ખુલ્લા કરી આપે છેને ? હમણે થઈ ગયું, તે થઈ ગયું. એ તો જુદું છે, ગાડીની સ્પીડ (ઝડપ) ભારે હોય તો કપાઈ જાયને ? પણ ત્યારે ખબર પડીને ?
૧૪૬
કોઈનેય ખબર ના પડે ! આ સાધુ-સંન્યાસી, આચાર્યોને, કોઈનેય ખબર ના પડે કશી ! દોષ થયેલો ખબર ના પડે. ને ‘શૂટ ઑન સાઈટ’ કરે નહીં. વખતે પોતાને એમ લાગે કે દોષ થયો છે જરા.
બહુ ભારે દોષ થયો હોય તો મનમાં એમ સમજે કે આ ખોટું થયું. પણ પછી કો'ક એમને આવીને કહે કે, “મહારાજ, આ શિષ્ય જોડે આવું કેમ કર્યું ?” ત્યારે પોતે ભૂલ થઈ છે, એવું જાણે છે છતાં અવળું બોલે. શું બોલે ? ‘તમે સમજતા નથી, એ મારો શિષ્ય કેવો છે ? એવું જ કરવા જેવો છે.' એવું બોલે, વાંકું બોલે ઊલટું. જ્યાં ટેકરો હતો, ત્યાં જ ખાડો કરી આપે પાછો ! એનો અહંકાર સાચવવા માટે કરે ખરા કોઈ ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : એનો અહંકાર સાચવવા માટે બધું જ કરે. મોટા મોટા સાધુ-આચાર્યો બધાય એવું કરે. કારણ કે અહંકારને તો સાચવવો જ પડેને ? નહીં તો કોની જોડે સૂઈ જાય એ ? સૂઈ કોની જોડે જવાનું ? ભલે સ્ત્રી ના હોય પણ અહંકાર જોડે સૂઈ જવાનું ફાવેને ? હવે અહંકારને સાચવે નહીં તો સૂઈ કોની જોડે જાય ? એટલે એને પહેલાં સાચવે.
܀ ܀ ܀ ܀ ܀