________________
(૭) ‘ગાડી'નો ગરમ મૂડ !
વહુતો થાય મૂડ જ્યારે ઓફ, પતિએ સંભાળવો ઘરતો સ્ટાફ !
૧૩૫
અને પુરુષોએ પણ સ્ત્રીના મૂડને જાણી લેવો જોઈએ. એ મનમાં અકળાયેલી લાગે કે આજ છોકરાઓ જોડે કકળાટ કંઈ... તે, પરમ દહાડે આપણે સિનેમાની ટિક્ટિ લઈ આવું, કહીએ. પણ જેમ તેમ મૂડ ટાઢો પાડવો. આ સ્ત્રી ગરમ થઈ ગઈ હોય તો ઠોકાઠોક કરવાની ? ગાડી ગરમ થાય એવી રીતે સ્ત્રી ગરમ ના થઈ જાય ? આપણે જાણીએ કે આનો મૂડ બગડી ગયો છે. માટે આ મહીં છે તે પંખો ફેરવો, પાણી રેડો. ગાડીનું થોડું મોઢું ઉઘાડું કરી નાખો. અને તે ઘડીએ માર-માર કરીએ કે મૂડ આવો કેમ કરે છે, ગુસ્સે કેમ થઈ જાઉં છું ? તો શું થાય ? એનો ઉપાય કરીએ. જેનો મૂડ બગડી જાય એ ગાડીઓ. પણ જે તે રસ્તે મૂડમાં લાવવું પડે આપણે. ગાડીને મૂડમાં કેમ લાવીએ છીએ ? કારણ કે આપણે જાણીએ છીએ કે ગાડી છે એટલે નથી ચિડાતા. એ આમને ગાડી નથી જાણતા આપણે.
પ્રશ્નકર્તા : દાદા, એને લાડી કહેવાય. અહીંયાં લાડી કહીએ આપણે.
દાદાશ્રી : લાડી કહીએ પણ જેટલું ગરમ થાયને, એ બધી ગાડીઓ જ હોય છે. ના, ખરેખર આ તો મશીનરી ગરમ થાય છે. તમે નથી ગરમ થતા. જે મિકેનિકલ પાર્ટ છેને, તે ગરમ થાય છે. અને તમે જાણો કે આ ગરમ થઈ ! આ મિકેનિકલ પાર્ટને તો આવું કરાતું હશે ! આ તો પછી જે આપવા માંડે... કે તારો બાપ આવો ને તું આવી ને તું આમ. એ એના બાપ સુધી લઈ જાય. પેલી બઈએ કહે, મારા બાપ મરી ગયા. શું કરવા હવે એનું નામ લો છો તે ! એવું કહે. આ તો ઘરમાં તોફાન. એને પહોંચી શી રીતે વળાય તે ! આવી ભૂલો કાઢી નાખવી જોઈએ ને ? આપણે સુધરેલા લોકો, સારા આચાર-વિચારના. મેં મારે ઘેર ભૂલ કાઢી નાખી, ત્યારે મને, ડાહ્યો થયો, કહે. આજ પિસ્તાળીસ વર્ષથી મતભેદ નથી નામેય. હું અત્યારે સંસારી જ છું. જો આ કપડાં બપડાં ઘરનાં, મારા ધંધાનાં,
બિઝનેસનાં. કોઈનો એક પૈસોય નહીં લેવાનો. અને કો’કનો પૈસો ખાવામાં
આવે તો મારું મન કેવું થઈ જાય ? પછી તો ખલાસ જ થઈ જાય ને મન. આ તો સમજવું જ પડશે ને. ક્યાં સુધી આવું પોલંપોલ ચલાવીશું ! મેંય બહુ
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
દા’ડા પોલંપોલ ચલાવેલું, હું કે ! ત્રીસ-બત્રીસ વર્ષનો થયો ત્યાં સુધી તો હેય... જો ચીઢાઉં, પછી બહુ વિચાર કર્યો. મેં કહ્યું, આ શું છે આની પાછળ, કૉઝિઝ શું છે ને આ કેમ આમ છે ? સમજવું પડે કે ના સમજવું પડે ?
પ્રશ્નકર્તા : સમજવું પડે.
૧૩૬
દાદાશ્રી : અને આ આપણી ભૂલને, મૂર્ખાઈ-ફૂલિશનેસ છે, આ વઢવઢાને એ બધું તો. હવે આટલું બધું ભણ્યા ને ખાનદાનના છોકરા. કેવા કેવા બધા ‘શાહ કહેવાઓ પણ તમે.’ તમને વાત કામમાં લાગશે કે આ બધી ?
પ્રશ્નકર્તા : હા, લાગશે દાદા.
દાદાશ્રી : હું, અકળાવાની જરૂર નહીં કોઈ જગ્યાએ. મિકેનિકલ પાર્ટમાં અકળામણ છે.
પ્રશ્નકર્તા : ઊલટું પાણી ગરમ વધારે રેડે.
દાદાશ્રી : વધારે રેડે મૂઆ, જેમ ગાડી ટાઢી પાડીએ છેને, ગાડી જોડે કામ લઈએ છીએ એવી રીતે કામ લેવું જોઈએ. આ તો બિચારીને
એવા શબ્દ સંભળાવી દે કે આખી રાત ઊંઘ ના આવે એને બિચારીને.
પ્રશ્નકર્તા : ત્યાં તો પેલું એવુંને કે ગાડી ગરમ થાય, આપણેય ગરમ થઈશું તો પછી ચાલીને જવું પડશે. એની ગરજ છે.
દાદાશ્રી : ના, તે આય છે તે છ મહિના ઘેર જઈને રહે તો શું થાય ? ના, પણ એ કામનું નહીં આ. સાચવીને કામ લઈએ. આય આપણું પોતાનું અંગ છે, ફેમિલી. બહાર શું કહે, માય ફેમિલી. ત્યારે માય ફેમિલી. ત્યાં તો બરાબર આમ (મતભેદ) થાય છે. શરમ આવે છે ? પણ આ તો કહે છે, વાઈફ વાત વાતમાં ગરમ થઈ જાય છે. એ ગરમ થઈ જાય તો એને ટાઢી પાડીએ એવી રીતે વાણી બોલીએ, મૂડમાં આવે ત્યાં સુધી. ના કરવું પડે, ભઈ ?
પ્રશ્નકર્તા : બહુ ગરમ થઈ જાય તો બીજી લઈ આવવાની ?
દાદાશ્રી : ના, એ બીજી ના લઈ અવાય. એ તો નબળાઈ છે. એ તો જે પૈણેલા હોયને એની જોડે જ નિવેડો કરવાનો હોય. આપણા