________________
૧૩૪
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
ત્યારે રેડીએટર તરત તમે ફેરવી નાખો છો ? મહીં પાણી નથી રેડતા ? કેમ ગાડી ઊભી રાખી, આપણે ઉતાવળ છે, અરે ભઈ, પાણી નાખવા દો ને, ગરમ થઈ ગઈ છે, ગાડી. આ ગાડી ગરમ થઈ જાય છે, તે એને આપણે મૂડમાં ના લાવી તો ગુનો ખરો ? એને મૂડમાં લાવવી કે ના લાવવી જોઈએ ?
(૭) ‘ગાડી'નો ગરમ મૂડ !
૧૩૩ શાથી બગડી ગયું છે એ જાણો. એને મૂડમાં લાવીશ ને ? એમને શું ભાવે છે એ જાણી રાખવું આપણે અને જ્યારે મૂડમાં ના હોય, તો ઝટપટ બનાવીને મૂકી દેવું. એ અકળાતા હોય તો આપણે છોડી દઈએ. કહીએ, તમારી વાત ખરી છે. આજે તો મારું મન જ સારું નથી, એમ તેમ કરીને ઊકેલ લાવીએ. એટલે એ ટાઢા પડી જાય. એ જાણે કે મારો રોફ પડ્યો એટલે ટાઢા પડી જાય. આ રોફવાળા, જો ખરા રોફવાળા !
આ તો રાત્રે કોઈ વખત ધણીને ઘેર આવતાં મોડું થઈ જાય, કોઈક સંજોગોમાં, હં.. આટલું બધું મોડું અવાતું હશે ? તો એ નથી જાણતા. એ મોડું થાય છે ? એમને મહીં ચૂન ચૂન થતું હોય, બહું મોડું થયું, બહું મોડું થયું. તેમાં પાછા આ વાઈફ એવું ગાય કે આટલું બધું મોડું અવાતું હશે ? બિચારા ! આ મિનિંગલેસ વાતો બધી આવી કરવી ? તને સમજાય છે એવું? એટલે આપણે એ આ મોડા આવેને તે દહાડે આપણે જોઈ લેવું કે મૂડ કેમનો છે ! એટલે પછી તરત જ કહેવું કે પહેલી ચા-બા પીને જરા એમને ચા-પાણી કરીને ખુશ કરીએ. જેમ પોલીસવાળો આવ્યો હોય, આપણે મૂડ ના હોય તોય ચા પાણી નથી કરતા ? આ તો પોતાનો એટલે ખુશ નહીં કરવાનો ? પોતાનો એટલે ખુશ કરવો પડે ! ઘણા ખરા તમને ખબર હશે કદાચ ગાડી મૂડમાં નથી હોતી એવું નથી બનતું ? ગરમ થઈ ગયેલી. તો આપણે એને લાકડી માર માર કરીએ તો ? એને મૂડમાં લાવવા માટે ઠંડી મૂકી દેવાની જરા, એ રેડિએટર ફેરવવાનું, પંખો ફેરવવાનો. ના કરાય ?
પ્રશ્નકર્તા: કરાય. દાદાશ્રી : મૂડમાં ના લાવવી પડે, ગાડીને ? પ્રશ્નકર્તા : લાવવી જ પડે.
દાદાશ્રી : એવું આ ધણી ગરમ થઈ ગયો એટલે જલદી જલદી પાણી રેડવું રેડીએટરમાં. ત્યારે તે ઘડીએ તમે કહેશો, મોડા કેમ આવ્યા ?.. એ ચાલ્યું તોફાન ! આ તો ધણીનો મૂડ ઠીક નથી. અને આ ઉપરથી બંદૂક મારે બળી. આવું જીવન કેમ હોવું જોઈએ. જ્યારે ગાડી ગરમ થઈ જાય
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : આ ગાડી ગરમ થઈ ગઈ હોય, એને કહીએ શેની ગરમ થઈ જઉં છું તું રસ્તામાં ! તારી વાત તું જાણે, એમ કરીને ચલાવ ચલાવ કરીએ તો શું થાય ? રેડીએટર એ ખલાસ થઈ જાય. થોડીવાર બંધ રાખી, પાણી-બાણી રેડી અને ઠંડું ના કરવું જોઈએ ? તે આ ના થઈ જાય બળી. આ મશીનરી છે. આ શરીરમાં બે આત્મા છે. એક મિકેનિકલ આત્મા છે અને એક મૂળ આત્મા છે. તે આ મિકેનિકલ આત્મા તો ગરમેય થઈ જાય, તે એને મુશ્કેલીમાં આવ્યો હોય તે ઘડીએ ના થઈ જાય ?
પ્રશ્નકર્તા : થઈ જાય.
દાદાશ્રી : એકલી બ્રાન્ડી પીવાથી ગરમ થાય તે જુદો અને બ્રાન્ડી પીધા વગરનું ગરમ થાય તેય જુદો. બ્રાન્ડી પીને ગરમ થાય તેને તો આપણે ડફળાવવો જરા. એમાંય મજા નહીં, ઘરમાં, વન ફેમિલીમાં ડફળાવવામાં મજા નહીં. બ્રાન્ડી ન પીવે એવો તમે પ્રેમ આપોને તો પેલા બ્રાન્ડીએ બંધ કરી દે. ઘરમાં પ્રેમ ના દેખે એટલે પછી બહાર જઈને પી આવે મૂઓ.
પ્રશ્નકર્તા : બ્રાન્ડી બંધ કરાવવી કેવી રીતના ?
દાદાશ્રી : તમારા ઘરમાં દેખે એટલે બધુય છોડી દે. પ્રેમની ખાતર દરેક વસ્તુ છોડી દેવા તૈયાર છે. આ પ્રેમ ના દેખે એટલે બ્રાન્ડી જોડે પ્રેમ કરે. ફલાણા જોડે પ્રેમ કરે. નહીં તો બીચ ઉપર ફર્યા કરે. અલ્યા મૂઆ, અહીં શું તારા બાપે દાઢ્યું છે, ઘરમાં જાને ? ત્યારે કહે, ઘેર તો મને ગમતું જ નથી.