________________
૧૩૨
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
(૭) ‘ગાડી’નો ગરમ મૂડ !
૧૩૧ સમજી લેવાનું કે આજે ધણી મૂડમાં નથી.
પ્રશ્નકર્તા : ધણી ઊકળે છે એનું કારણ શું ?
દાદાશ્રી : બધું આડુંઅવળું કરેલું હોય ને તે તપી ગયેલો હોય અને પછી જરાક સાધન મળ્યું કે ભડકો થાય.
પ્રશ્નકર્તા : ધણીને પ્રેમથી કેવી રીતના વશ કરાય ?
દાદાશ્રી : ધણી ઘરમાં આવે તો આપણે જાણીએ કે આજે કંઈક મુંઝાયેલો લાગે છે. એને સાહેબે જરા દબડાવ્યો હોય. તે મનમાં એમ થાય કે આ સાહેબ, નાલાયક ક્યાંથી મળ્યો આવો ને એમ તેમ. આ સાહેબને મારી ઉપર વેર જ છે. કાયમનું ન હોય એનું વેર મૂઆ ! અરે, સાહેબનો શો દોષ છે ? સાહેબને એની બઈએ ટેડકાવ્યો છે. ક્યાંનો ધક્કો છે એ તો જો ! આ ધક્કો વાગ્યો તે આવ્યો ક્યાંથી એ તો તપાસ કર ! પણ આવું તપાસ ના કરે એટલે પછી મોટું મોટું ચઢાવીને ઘેર આવે. એ પછી ઘેર આવીને હાંકે, આ તો અકળાયેલું હોય તેને વધારે અકળાવે. એને કો'કનો ધક્કો વાગ્યો ત્યારે પેલાને ધક્કો મારે. આવું બને કે ના બને ?
પ્રશ્નકર્તા : બને
દાદાશ્રી : તેને લીધે ઝઘડે છે. અમે સમજી જઈએ કે આ ધક્કો ક્યાંથી આવ્યો.
પ્રશ્નકર્તા: સાહેબ એના ઘરનો ધક્કો આપણને મારે, તેનો રસ્તો શું કરવો ?
દાદાશ્રી : બીજો શો રસ્તો કરવાનો ? દૂધપાક કરવો હોય તો તેમાં નીચે લાકડાં સળગાવવા પડે કે ના સળગાવવા પડે ! ત્યારે પાછું દૂધપાક ચિડાય, એ ઊભરાય. ત્યારે લાકડાં કાઢી લેવાં પડે. એ રસ્તો એનો. દૂધપાક ચિડાય નહીં, નહીં ? નહીં તો પછી એ ઊભરાય પાછું. આ આવતાની સાથે કહેશે, ‘તમારું મોઢું ચઢેલું છે.” તે ના બોલાય આવું. ધણી મૂડમાં ના હોય તો તે ઘડીએ ના બોલવું. કારણ કે માણસનો મૂડ બદલાઈ જાય છે ઘણી વખત. એટલે ધણી આપણા ઘરમાં આવતાની સાથે જ તમારે સમજી
જવાનું કે ભઈ સાહેબ, મૂડમાં દેખાતા નથી. કે ગાડી ગરમ થઈ જાય, એવું આ થઈ ગયું છે. એનો મૂડ જોઈને ના કામ લેવું જોઈએ ? મૂડ તો બદલાઈ જાયને માણસનો, અજ્ઞાની માણસનો મૂડ બદલાતાં કેટલી વાર લાગે ? મૂડ ઓળખે કે ના ઓળખે ? બધી જ સ્ત્રીઓ ધણીનો મૂડ ઓળખે. કે આજે આનું ઠેકાણે નથી. એટલે આપણે જાણીએ કે આને ફર્સ્ટ ક્લાસ ચાની ટેવ છે, પેલી મોંઘા ભાવની ચા રાખી મેલી હોય, કો'ક સારા માણસ આવ્યા હોય તેને માટે તો તે ચા બનાવી આપવી. કશું બોલવા-કરવાનું નહીં. ચાનાસ્તો-ભાવતી મીઠાઈ જે ઠીક લાગે તે રાખી મેલવી આપણે ન આપવું. તો ટાઢો પડી જાય ને. તો પ્રેમ વધે. તને કેમ લાગે છે ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : હા એ હા કરવું એ ના ચાલે કંઈ, એવા ઉપાયો કરવા પડે. તને કેમ લાગે છે ? મૂડમાં ના હોય તો મૂડ ટાઢો નહીં કરવો પડે ?
પ્રશ્નકર્તા : કરવો જ જોઈએ.
દાદાશ્રી : તોય આપણે, એ ચિડાયેલો એટલે આપણે પાછા એને સળી કર કર કર્યા કરીએ. પછી ભડકો થાય કે ના થાય ?
પ્રશ્નકર્તા : એ ચા નાસ્તો આપીએ તોય ખુશ ના થાય ?
દાદાશ્રી : એ તો ધીમે ધીમે થાય, એકદમ ના થાય. પહેલાંની આપણી ડખલ કરેલી હોયને પણ ધીમે ધીમે બહુ સરસ ખુશ થઈ જાય. એને ખાતરી થાય, ભડકાટ નીકળી જાય. જેમ ભડકેલું કૂતરું હોયને, એને પટાવ પટાવ કરીએ તોય ના જાય. પછી બે-ચાર દહાડા ખાતરી થાય પછી એ ના આવે.
પ્રશ્નકર્તા : બરાબર, દાદા.
દાદાશ્રી : તો આમને પણ મૂડમાં લાવ, આ ધણી એય ગાડીઓ જ છે. એમને મૂડમાં ના લાવવી પડે ? હવે મૂડમાં ના લાવે તો પછી ગાડીને માર માર કરે. એના જેવું આપણા લોકો અહીં આગળ કરે છે, શું તારું મોટું લઈને, આ તારું મોટું જો તો ખરો ! એવું ના બોલાય. એનું મોટું