________________
‘ગાડી'તો ગરમ મૂડ !
(૬) સામાની ભૂલ કાઢવાની ટેવ !
૧૨૯ છું, શોખ હોય તો. ભૂલ બોસની કાઢે તો શું થાય ? તે આપણા લોક તો ત્યાં સીધા રહે. અહીં પાંસરો રહે નહીં !
ઘરતી વાત ઘરમાં જ રહે,
નહીં તો જગ જંગલી કહે ? ફેમિલી એટલે શું ? ફેમિલીમાં જરાય ક્લેશ ના હોય એનું નામ ફેમિલી કહેવાય અને આપણા હિન્દુઓ તો બધા ફેમિલીમાં જ કચ્ચરઘાણ વાળી દે છે. ફેમિલી એટલે ફેમિલી, એમાં કોઈ માણસ કોઈની કશી ભૂલ ના કાઢે.
આપણા ઘરની વાત ઘરમાં રહે એવું ફેમિલી તરીકે જીવન જીવવું જોઈએ. એટલું ફેરફાર કરો તો બહુ સારું કહેવાય. ક્લેશ તો હોવો જ ના જોઈએ. આપણે જેટલા ડૉલર આવે એટલામાં સમાવેશ કરી લેવાનો. અને તમારે છે તે પૈસાની સગવડ ના હોય તો સાડીઓ માટે ઉતાવળ નહીં કરવી જોઈએ. તમારેય વિચાર કરવો જોઈએ કે ધણીને અડચણમાં, મુશ્કેલીમાં નહીં મૂકવો જોઈએ. છૂટ હોય તો વાપરવા. એટલે આ ઝઘડા બધા ઊભા થાય છે આ ગાંડપણનાં, મેડનેસ છે ખાલી ! થોડું વાઈલ્ડપણું કહેવાય. એ ના હોવું જોઈએ. આપણને શોભે નહીં. કેટલા સંસ્કારી મા-બાપના દીકરાઓ તમે. સંસ્કારી દેશના આર્ય પ્રદેશના. આપણને આ શોભે નહીં. અને જે ભૂલ ના જાણતા હોય તે આપણે કહેવી જોઈએ કે આ રીતે આ ન થવું જોઈએ. એટલે ઘણું ખરું આ ઝઘડા બધા બંધ થઈ જાય.
બૉસતો બીબીએ માર્યો મૂડ,
બૉસ વઢે ત્યારે ક્વો તું શૂર ? ઑફિસમાં કોઈવાર બૉસ ચિડાયો હોય આપણી પર, એટલે આપણે શું માનીએ કે મેં કશો ગુનો નથી કર્યો અને ખરેખર ન જ કર્યો હોય ને પેલો ચિડાતો હોય, તો આપણે એવું ના સમજવું જોઈએ કે આ ઘેર લડીને આવ્યો હશે ? ઘેરથી કંઈક ઝઘડો કરી નાખ્યો, અગર તો રસ્તામાં કંઈ ઝઘડો થયો, પણ ક્યાંક ઝઘડો કરીને આવ્યો છે, એ મૂડમાં નથી. એટલે આપણે એને ટાઢો પાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. એની જોડે જો આપણે ચિડાઈએ તો શું થાય ? બૉસને ના થાય એની વહુ જોડે ?
પ્રશ્નકર્તા : થાય ને.
દાદાશ્રી : હં, એટલે આપણે જરા ધીરજ પકડવી જોઈએ કે આ ગાડી ગરમ થઈ ગઈ છે, જરા ઠંડી પડવા દો. પછી વાતચીત ધીમે રહીને કરીએ અને તે વાતેય સુંવાળી કરીએ પાછું, એને જરા ટાઢો કરીએ. સમજીને કામ ના લેવું જોઈએ ? ગાડી જોડે કામ લો છો સરસ, પણ અહીં નથી આવડતું.
ધણી ઊકળે પેસતાં જ ઘરે,
ખેંચી લે લાકડાં તો દૂધ ઠરે ! હવે બહારથી ધણી ઘેર આવ્યો હોય, ઑફિસમાં બોસે ટેડકાવ્યા હોય ધણીને અને પછી ઘેર પેલું મોટું બગડી ગયેલું આવે ઘરમાં. ત્યારે બઈ કહે, બળ્યું, તમારું મોટું જોઈને મને તો એ લાગે છે....... આવું બોલાતું હશે ?