________________
(૬) સામાની ભૂલ કાઢવાની ટેવ !
કટુ આપે તે પીં થા મહાદેવ ! જાતને જ વઢવાતી પાડ ટેવ !
૧૨૭
વધારે કડવું હોય તો આપણે એકલાએ પી જવું, પણ સ્ત્રીઓને કેમ પીવા દેવાય ? કારણ કે આફટર ઑલ આપણે મહાદેવજી છીએ. ન હોય મહાદેવજી આપણે ? પુરુષો મહાદેવજી જેવા હોય. વધારે પડતું કડવું હોય તો કહીએ, ‘તું તારી મેળે સૂઈ જા, હું પી જઈશ.’ બેનોય મહીં સંસારમાં
સહકાર નથી આપતી બિચારી ? પછી એની જોડે કેમ ડખલ થાય ? એને
કંઈક દુઃખ અપાઈ ગયું હોય તો આપણે પશ્ચાતાપ કરવો જોઈએ ખાનગીમાં કે હવે નહીં દુઃખ આપું કહીએ. મારી ભૂલ થઈ આ.
ઘરમાં કયા પ્રકારનાં દુઃખો થાય છે, કયા પ્રકારના ઝઘડા થાય છે,
કયા પ્રકારના મતભેદ થાય છે ? જો બન્ને જણ લખી લાવતા હોયને
તો એને એક કલાકમાં જ બધાનો નીવેડો લાવી આપું. અણસમજણથી જ ઊભાં થાય છે ? બીજું કશું નહીં. આ તને કેમ લાગે છે, આપણે ભૂલથી કરીએ છીએને, ખોટું જ કરીએ છીએને ?
પ્રશ્નકર્તા : સાચી વાત છે.
દાદાશ્રી : તો એટલું આ ફેરફાર ના થાય ? આ મારું કહેવાનું છે.
અને તમે લખીને આપો. આ સ્ત્રી કહે છે કે આવી રીતે એમની જોડે મારે
ઝઘડા થાય છે, તો એ લખીને આપો તો એમને કહી આપું કે આમાં આ ખોટું છે, આ ખોટું છે.
આ ગ્લાસવૅર તૂટી ગયાં, બઈના હાથે સો ડૉલરનાં અને કકળાટ કરે એણે શો અર્થ છે ? મિનિંગલેસ ! એ બઈ તોડી નાખે ખરી, એક પ્યાલો ? એને જરા વિચારવું જોઈએ કે બઈ તોડી ના નાખે. તો એની પાછળ શું શું કારણો છે ? અમને પૂછો તો અમે તમને બતાવી દઈએ. તેથી આ બઈનોય ગુનો નથી ને તમારો ગુનો નથી. આ એનું કારણ આ પ્રમાણે છે. એટલે પછી તમારે ગુસ્સે થવાનું કંઈ કારણ જ નથી. એવું હરેક બાબત પૂછો તો બધી બાબત અમે તમને કહી દઈએ. તમારી ભૂલને લઈને લૂંટી ગયો એવું અમે તમને સમજાવીએ. એ બધું સમજવું જોઈએ બધું.
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
જો આજ તમારા ઘરના માણસો અહીં ના આવ્યા હોય તો તમે કહેજો કે દાદા આ પ્રમાણે કહે છે કે મારી ભૂલ મને સમજણ પડતી હોય એ ભૂલ તમે કહેશો નહીં અને તમારી ભૂલ તમને સમજણ પડતી હોય એ હુંય નહીં કહું. આપણે આટલું સમાધાન કરી નાખો કહીએ અને આ ડખલ જોઈએ નહીં હવે, કહીએ. પ્રેમમય જીવન જીવો કે છોકરા બધા ખુશ થઈ જાય, માટે આવું ન હોવું જોઈએ. જીવન તો જીવન હોવું જોઈએ !
૧૨૮
હવે ઘેર છે તે ભાંજગડ નહીં થાય ને ? અને એ ભૂલ કાઢતા હોય તમારી, ત્યારે કહે આ તો હું જાણું છું. એ ભૂલ ના કાઢવાની દાદાએ કહી છેને, કહીએ. એવી સમજણ પાડવી. એટલે એને ચેતવવા, આ તો હું જાણું છું. એ ભૂલ ના કાઢશો !
ધણી જોડે એ કશું કરતી હોય ત્યારે કહીએ મહીંથી પોતાની જાતને કહીએ, ‘શું કામ આમ કરે છે, આખી જિંદગી આવું ને આવું કર્યું, કહીએ. તારે તારી જાતને ઠપકો આપવાનો છે. સામાને ઠપકો આપીએ ને ત્યારે
ક્લેશ થાય અને તમારે મહીંથી તમારી જાતને કહેવું, આમ શું કામ કરે
છે.
બાકી, જૂનાં કર્મને જોયા કરવાનાં. જોયા કરવાથી શું થાય, સ્ટડી થાય, કયું કયું ખરાબ ને કેવી રીતે થયું છે, ફરી નવેસરથી એમાં સુધારાય. મોક્ષનું કંઈ જ્ઞાન તો હોતું જ નથી પણ જો સંસારમાં રહેવું હોય, તો જૂનાં કર્મને સુધારવાં જોઈએ કે વાઈફ જોડે વગર કામનો ઉકાળો કર્યો, તે આ જ રસ-રોટલી હતી, તે મને કઢી ભાવી નહીં અને આ બધું બગડ્યું. એટલે એમાંથી અનુભવ શીખીને અને પછી બીજે દહાડે નક્કી કરવું જોઈએ કે ફરી આવું કરવું નથી. ભૂલો તો થયા જ કરવાની, ભૂલ તો બન્નેની થાય ને ? કોની ભૂલ ના થાય ?
પ્રશ્નકર્તા : ભૂલ તો બધાની થાય.
દાદાશ્રી : ભૂલો કાઢવાની જ ના હોય. ભૂલ હંમેશાં ઘરમાં કોઈની ભૂલ ના કાઢવાની હોય. ભૂલ કાઢવી હોય તો ઓફિસમાં બોસની કાઢવી, જતાં આવતાં અહીં ઊભો રહ્યો હોય તો કહીએ કે આમ કેમ ઊભો રહ્યો