________________
૧૨૬
પતિ-પત્નીના દિવ્ય વ્યવહાર
વકીલો ખોળે, પછી આપણે વકીલો ખોળીએ. મહીં અંદરના, બહારના નહીં. અંદરના એ જ ઝઘડા વધતા જાયને પછી એ તેથી ઊંઘ ના આવે રાતે. એના કરતાં કહીએ હૈ.... તારી વાત બહુ સાચી, આ તારે લીધે તો મને ખબર પડી કે આ સાલું ભૂલ થઈ એટલે પછી આપણે કહીએ, ચા-બાનું ઠેકાણું પડે છે ? હા, હમણે બનાવી આપીશું ખુશ થઈ જાય ને ? તો ચા મળે, દા'ડો સારો થાય, રાત સારી જાય, એમાં શું ખોટ ગઈ ?
પ્રશ્નકર્તા : બરાબર છે.
(૬) સામાની ભૂલ કાઢવાની ટેવ !
૧૨૫ વાઈફ તો કહે, તમે છો એવા તે કેરીઓ લાવતા આવડી નથી, ત્યારે કહેવું કે ભઈ ના આવડી ત્યારે તો આ ખાટી નીકળી. જો આવડી હોત તો મીઠી ના લાવત કહીએ ! એમ જરા નરમ બોલવામાં કંઈ આબરૂ ના જાય, શું કહ્યું ? પણ તે ઘડીએ ધણીપણું બજાવવા ફરે. એમાં આ તો રોજનું તોફાન ચાલ્યા કરે છે. એટલે આપણે જ મૂકી દઈએ કે ભઈ આ ભૂલ તો થઈ. તમે કહી તે વાત સાચી છે પણ ભૂલ આપણી છે. એની નથી, બઈની નથી. બઈ તો કહી છૂટે આપણને કે તમને લાવતા ના આવડી, ત્યારે કે તમને સારું લાવતા આવડે છે. એ હું જાણું છું પણ આ ફેરે તો મને નહીં આવડે કહીએ. એમ કહેવામાં વાંધો શો છે આપણને ? સાહેબ જોડે બોલીએ કે ના બોલીએ, આપણા સાહેબ જોડે ?
પ્રશ્નકર્તા : ના બોલીએ.
દાદાશ્રી : ત્યાં તો સાહેબ ખરાબ લાવે તોય સાહેબ તમે સારી લાવ્યા એમ કહીએ. તે આ અહીં બઈ પાસે શું વાંધો છે ? શું ? આપણા સાહેબ કરતાંય બઈ ગઈ ? કારણ કે સાહેબ દંડો ઉઠાવે. દંડ કરે કે આમ કેમ કર્યું? એવો ભય નહીં રાખવો, સાહેબનો ભય નહીં રાખવો. ભય પોતાના ઘરના માણસોનો રાખવો, એમને દુઃખ ના થાય એવો ભય રાખવો જોઈએ. સાહેબનો ભય રાખવાનો શો અર્થ છે તે ? આપણે આપણું સારી રીતે કામ કરીએ, છતાં એ મનમાં કહેતાં હોય, હું ડિસમિસ કરવાનો છું, હું તો એમ કરવાનો છું તો આપણે હસ્યા કરીએ કે ભમરડો કૂદયા કરે છે. આપણો હિસાબ હશે તો જ ને ? આપણે સારી રીતે કામ કરીએ છીએ પછી એ શું છે તે ! અને એનું ડિસમિસનું શું ઠેકાણું ? કાલ સવારે એનો ઓર્ડર આવે કે ભઈ તમને ડિસમિસ કરવામાં આવે છે. એટલે કોઈ ગભરામણ, કોઈ સાહેબ જોડે કોઈ બીજી કોઈ ગભરામણ નહીં. છે તે રાજાથી કે ભગવાનથીય એ ભડકવું નહીં. આપણે સારી રીતે કાર્ય કરે જાવ અહીં કોઈ આપણો ઉપરી નથી બા. આપણો ઉપરી આપણી ભૂલો, આપણે ભૂલો કરીએ તો એ આપણને પકડે. ભૂલ જ ના કરીએ તો ? હવે બેન જોડે આપણે કહીએ, ‘આ તને ક્યાં આવડે છે. તું ત્યારે શાક લાવી એટલે શું થયું.” હલદીઘાટ એટલે એ ઊલટું વધુ ને વધુ કેસ ચીકણું થયું. હવે આ
દાદાશ્રી : અને આ તો તમે વહુ જોડે હઠે ચડ્યા હોય, તો સવાર સુધી છોડે નહીં ! વહુએ સમજી જાય અને પાછા પોતેય જાણે, આ હઠ પકડી છે પણ હવે છોડવી નથી. એવું પોતે હઉ જાણે. આપણી આબરૂ જાય કહેશે. મૂઆ આબરૂદાર તે શું આબરૂદાર !
પ્રશ્નકર્તા : પણ એવું નીચું તો પોતાનું પાડે જ નહીં પણ ! ધણી કંઈ પોતાની બૈરી આગળ નીચું પડવા દે?
દાદાશ્રી : પણ નીચું પડવા દે તે જ ડાહ્યો કહેવાય. આ અમે તો કહી દેતા હતા, હીરાબાને કે અમારી ભૂલ થઈ હં.. કે. બહુ ભૂલો થાય છે અમારી તો. ત્યારે કહે, ના, તમારી ભૂલ નથી થતી. ઊલટા આપણે કહીએ કે ભૂલ થઈ તો આ કહે, નથી થતી અને આપણે કહીએ, નથી ભૂલ થતી તો એ કહે, તમારી ભૂલ થઈ છે. એટલે જાણીજોઈને વાઈફની જોડે છે તે સાચી વાત હોય તો પણ એને સાચી ઠરાવવા ફરીએ તો પછી એનું ફળ તો મળે કે ના મળે ? અને વાઈફનામાં આત્મા નથી રહેલો ?
પ્રશ્નકર્તા : છે.
દાદાશ્રી : એટલે આપણે ન્યાય-નીતિ બધું જોવું પડે અને વખતે વાઈફ થોડો અન્યાય કરે તો આપણે લેટ-ગો કરવું પડે. કારણ કે એની જાગૃતિ ઓછી હોય પુરુષો કરતાં ! આપણે જાગૃતિવાળા માણસ એટલે નભાવી લેવું જોઈએ.