________________
(૭) ‘ગાડી'નો ગરમ મૂડ !
ઇન્ડિયનો એની જોડે જ નિવેડો લાવે. આ બદલીએ એવા નહોય આપણે લોકો. આ ફોરેનર્સ જો પૈણી લાવેને જો કદી ભાંજગડ ઊભી રહી તો છૂટા કરી નાખે અને ના હોય તો લેડી બદલી જ આવે, એ આપણે ત્યાં ન હોય. આ તો સંસ્કાર છે આપણા. ગમે તેવા ઓલ્ડ થઈ ગયેલા હશે, ખરાબ થઈ ગયા હશે, પણ પાછલા આર્ય સંસ્કાર છે આ. નથી સંસ્કાર આપણા ? ભલે સોનું બહાર કાનમાં લટકાવીને ફરે પણ સંસ્કાર તો ખરા જ ને ? આ તમને એમ લાગે છે કે આ મારી વાઈફ છે. પણ જેનો મૂડ બગડે એ બધી ગાડીઓ. સમજાય છે. તને લાગે છે હેલ્પ કરશે આ વાક્ય મારું ? પ્રશ્નકર્તા : હા.
૧૩૭૩
દાદાશ્રી : જો એનો મૂડ બગડી ગયો હોય, તે ઘડીએ આપણે એમને રાગે પાડવી. પુરુષોને તો મહીં આવડે, મૂડમાં લાવવાની. આમ કરીને હાથ ફેરવે એટલે એ મૂડમાં આવી જાય એક હાથ જ ફેરવે તો. કેવી ચાવી છે ! મૂડમાં આવી જાય.
પ્રશ્નકર્તા : તો બૈરાંઓને ના આવડે પુરુષોને મૂડમાં લાવતાં ? બૈરાંઓને પુરુષોને મૂડમાં લાવતાં આવડે !
દાદાશ્રી : એ તો એને ખઈબદેલો હોય. બૈરાંને આવડે ખરું પછી, રસ્તો કરે. તે એક ભઈ મૂડમાં નહોતો આવતો, તે રાતની ભાંજગડ થયેલી હશેને તે સવારમાં ચા પીતી વખતે એ પીતો ન હતો. ટાઈમ થયો તે પીવા સારું આવ્યા નહીં. એટલે બઈ સમજી કે આજે મૂડમાં નથી અને મૂડમાં નહીં આવે તો આખો દહાડો બગડશે. એટલે બઈએ શું કર્યું કે બાબો હતો ને, તે એના બાબાને કહે છે, “જા પપ્પાજીને કહે કે પપ્પાજી, મમ્મી ચા પીવા બોલાવે છે.’ એટલે પેલો બાબો ‘પપ્પાજી’ બોલ્યોને તરત આ ભૂલી ગયો બધી વાત. અને ત્યાં જઈને પહોંચી ગયો. જો ચાવી ફેરવી એની અને એમ ને એમ નહતો આવે એવો. એટલે આ બેનોનેય આવડે બધું. બધું આવડે.
પ્રશ્નકર્તા : ખઈબદેલો એટલે શું ?
દાદાશ્રી : આ તમને ખઈબદેલા નથી મળ્યા ?
પ્રશ્નકર્તા : હજી બધાને નથી સમજણ પડી.
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
દાદાશ્રી : અપ અને ડાઉન બન્ને થતાં આવડે. એ જાણે કે અત્યારે જો અપ કરવા જઈશું તો અથડાશે. એટલે ડાઉન કરી નાખે, ખઈબદેલા હોય. પાકાં હોય, એને લોકો પાકાં કહે અને હું ખઈબદેલો કહું. હોશિયાર માણસ છો બધા આમ તમે.
૧૩૮
એટલે માણસે ઘડતર થવું જોઈએ. આવું ના હોવું જોઈએ ઘેર જઈને, કંઈ બગડ્યું તો મૂઆનું મગજ ફરી જાય. અને પછી બઈને બહાર પૂછીએ, શું હતી બૂમાબૂમ ? ‘મૂડમાં નથી’ કહેશે. આ આપણો મૂડ સ્ત્રી જોઈ જાય ! આપણો મૂડ તો ખરી રીતે કોઈ જોઈ શકવો જ ના જોઈએ. તેને બદલે, પોતાની સ્ત્રી જોઈ જાય, એ આપણી આબરૂ જતી રહે, શું કહે, મૂડમાં નથી, જો તમારા સાહેબ મૂડમાં નથી હોતા ને ત્યારે તમે ઑફિસની ફાઈલો મૂકવા જતા નથી ને ? અત્યારે રહેવા દો મૂડમાં નથી, ટકરાશે મૂઓ ! અમારો મૂડ બગડે નહીં. જ્યારે જુઓ ત્યારે એ જ મૂડમાં હોઈએ. એમનો મૂડ બદલાય છે. કોઈ દહાડો ?
પ્રશ્નકર્તા : અરે ઘણો.
દાદાશ્રી : આ બિલાડી છે કે પોપટ છે, તે લોક પાળતા હોય, પછી આ બિલાડી રોજ છે તે આમ હાથ ફેરવીએ તો આમ રોફથી ફરે અને મૂડ બદલાય તો બચકું ભરી લે, તો એને રાખે કોઈ ? બિલાડીનો મૂડ બદલાતો નથી ને, આપણા માણસોનો મૂડ બદલાય કેમ ? પોપટનો મૂડ બદલાતો નથી, પોપટ ચાંચ ના ભરી લે, હૈં. કૂતરુંય પાળેલું હોય ને તે આપણને કૈડી ના ખાય. એમને ત્યાં હતું જ ને ? ડૉગ પણ આપણને ના કૈડી ખાય. એટલું તો માયા એય રાખે. અને મનુષ્યનો મૂડ બગડે તો કૈડી ખાય છે !! આપણે ત્યાં તો આવું ના હોવું જોઈએ ને ? આ અવિચારુ છે. વિચારેલું પગલું નથી આ. આમાં વિચાર કરીએ તો નીકળી જાય એવું છે ને ? પ્રશ્નકર્તા : હાજી.
દાદાશ્રી : ખોટું ગાંડપણ જ છે ખાલી.