________________
(૫) ધણી ખપે, ધણીપણું નહીં !
૧૦૯
૧૧૦
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
પેટા કોન્ટેક્ટ લઈ લીધેલો. તે કેટલાય વખતથી કહે કે સાહેબ, મેરે ઘર આપ આવો, મેરે ઘર, ઝૂંપડીમેં આવો. ઝૂંપડી બોલે બિચારો. બહુ સારા ડાહ્યા હોય બોલવામાં, વર્તનમાં હોય જુદી વાત ને ન પણ હોય. પણ બોલવામાં જ્યાં સ્વાર્થ ના હોય ત્યાં સારું લાગે.
તે એક દહાડો કહે છે, શેઠ આજ અમારે ઘેર આપના પગલાં પાડો. મારે ત્યાં પધારો તો અમારી પત્ની-બાળકો બધાંને આનંદ થાય. ત્યારે તો જ્ઞાન-બાન નહીં પણ પેલા વિચારો બહુ સુંદર, લાગણી બહુ સરસ બધાને માટે. આપણે ઘેર કમાતો હોય તો એને સારું, કેમ કરીને કમાય, એવી પણ ભાવના. અને એ દુઃખમાંથી મુક્ત થઈ સુખી થઈ જાય, એવી ભાવના !
આ તો આ જોયેલું મેં, એ કમ્યુનિટીમાં શું શું એના ગુણ કેવા હોય છે તે ! મેં કહ્યું, ‘કેમ ના આવું ? તારે ત્યાં પહેલો આવું.’ ત્યારે કહે, ‘મારે ત્યાં તો એક જ રૂમ છે, તમને ક્યાં બેસાડું ?” ત્યારે મેં કહ્યું, ‘હું ત્યાં બેસી રહીશ. મારે તો એક ખુરશી જ જોઈએ. નહીં તો ખુરશી ના હોય તોય મારે ચાલે, તારે ત્યાં અવશ્ય આવું. તારી ઇચ્છા છે તો હું આવીશ.” એટલે હું તો ગયો. અમારે ‘કોન્ટ્રાક્ટર’નો ધંધો એટલે અમારે આવું એને ઘેર પણ જવાનું થાય, અમે તેની ચા પીએય ખરા ! અમારે કોઈની જોડે જુદાઈ ના હોય.
હવે તે દહાડે જમાનો સારો બહુ, તે દહાડે તો પાંચ રૂમ જોઈતા હોયને તોય છે તે વીસ રૂપિયામાં મકાન મળે. તોય એણે બિચારાએ બે રૂમ રાખેલી. ત્યારે મેં કહ્યું, ‘આ ત્રણ છોકરાને આ તમે બે જણ આ રૂમમાં શી રીતે ફાવે છે તમને ?” ત્યારે કહે, ‘સાહેબ શું કરું? પૂરું થવું જોઈએને !' એને મેડા ઉપર ત્રીજે માળ બે રૂમ હતા. આ કોન્ટ્રાક્ટ તો મોટા મોટા લઉં છું, તો કેમ આ બે જ રૂમ ? ત્યારે કહે, ‘ખર્ચા બહુ છે. ઘેર દેવું છે, તે વાળવાનું. મધર-ફાધર છે તેને ખર્ચા મોકલવાના છે, બિમાર રહે છે.’ કહ્યું, ‘અલ્યા, આ ... એક જ રૂમ મોટી છે અને આ બીજી તો આ સંડાસ જેટલી જ નાની છે.' ત્યારે કહે, “સાહેબ ક્યા કરે ! હમારે ગરીબ કે લીયે ઇતના બહોત હૈ.” મેં કહ્યું, ‘તારા વાઈફ ક્યાં સૂઈ જાય છે ?” ત્યારે કહે, ‘યે હી જ રૂમમેં. યે બેડરૂમ કહો, યે ડાઈનિંગ રૂમ કહો,
યે સબ યે હી.” મેં કહ્યું, ‘ઓરત કે સાથ કુછ ઝઘડા-બઘડા હોતા નહીં હૈ કે ?’ ‘યે ક્યા બોલા ?” મેં કહ્યું, ‘શું ?” ત્યારે એ કહે, “કભી નહીં હોતા હૈ. ઐસા મૂર્ખ આદમી નહીં હમ.” “અલ્યા મતભેદ ?” ત્યારે કહે, ‘નહીં, મતભેદ ઓરત કે સાથ નહીં.” શું કહે છે, વાઈફ જોડે મારે વઢવાડ ના હોય.’ મેં કહ્યું, ‘કોઈ દહાડો વાઈફ ગુસ્સે થઈ જાય ત્યારે ?” તો કહે, ‘મારી, આ બહાર પેલો સાહેબ હેરાન કરે છે ને તું પાછું હેરાન કરીશને તો મારું શું થશે ?” એટલે ચૂપ થઈ જાય !
મેં કહ્યું, ‘મતભેદ પડતો નથી, એટલે ભાંજગડ નહીંને?” ત્યારે કહે, ના મતભેદ પડે તો એ ક્યાં સૂઈ જાય અને હું ક્યાં સૂઈ જાઉં ? અહીં બે-ત્રણ માળ હોય, તો હું જાણું કે ત્રીજે માળ જતો રહું ! પણ આ તો એની એ જ રૂમમાં સૂઈ જવાનું, એ આમની ફરીને સૂઈ જાય ને હું આમનો ફરીને સુઈ જાઉં પછી શું મજા આવે ? આખી રાત ઊંઘ ના આવે, પણ અત્યારે તો શેઠ હું ક્યાં જાઉં ? એટલે આ વાઈફને તો કોઈ દહાડો હું દુઃખ આપે નહીં. એ મને મારે તોય દુઃખ ન આપું, કહે છે. એટલે હું બહાર બધાની જોડે વઢી આવું, પણ ઘરવાળી જોડે ‘ક્લિયર' રાખવાનું ! વાઈફને કશું ના કરાય. ચળ આવતી હોય તો બહાર વઢીને આવે, પણ અહીં ઘરમાં નહીં.
મેરી હાલત મેં હી જાતું.'
મનાવે પોતે કરી બહાતું ! વાઈફે પતિને પોતે (માંસ) લાવવા કહ્યું હોય હવે એનો પગાર ઓછો મળતો હોય, તે બિચારો નોનવેજ શી રીતે લાવે ? પેલી મહિનાથી કહે કહે કરતી હોય કે આ છોકરાંઓને બધાને બિચારાને સાંભળ સાંભળ કરે છે, હવે તો માંસ લઈ આવો. પછી એક દહાડો પેલી મનમાં બહુ અકળાય ત્યારે પેલો કહે, આજ તો લઈને આવીશ. ભાઈ પાસે જવાબ રોકડો એ જાણે કે જવાબ ઉધાર દઈશ તો ગાળાગાળી દેશે. તે પછી કહી દે કે આજ લાઉંગા. એમ કહીને છટકીને આવે. જો જવાબ આપે નહીં તો જતી વખતે પેલી કચકચ કરે. એટલે તરત પોઝિટિવ જવાબ આપી દે કે આજ લે આઉંગા. કિધર સે ભી લે આઉંગા. એટલે પેલી જાણે કે આજે