________________
(૫) ધણી ખપે, ધણીપણું નહીં !
૧૧૧
૧૧૨
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
તો લઈને આવે એટલે પછી રાંધીએ. પણ પેલો આવે ને ખાલી હાથે દેખે એટલે એ બૂમાબૂમ કરવા માંડે, પેલો આમ તો બહુ પાકો હોય એટલે વાઈફને સમજાવી દે કે, “યાર મેરી હાલત મેં જાનતા હું, તુમ ક્યા સમજે.' એવા એક-બે વાક્ય બોલે પછી વાઈફ કહેશે, “સારું, ફરી લાવજો.” પણ દશ-પંદર દહાડે ફરી પેલી બુમો પાડે તો પાછો “મેરી હાલત મેં જાનતા હું,’ એવું બોલે ને તો પેલી ખુશ થઈ જાય. એ કોઈ દહાડો ઝઘડો ના કરે.
અને આપણા લોક તો તે ઘડીએ કહેશે કે તું મને દબાય દબાય કરું છું ? અલ્યા, આવું સ્ત્રી પાસે ના બોલાય, એનો અર્થ જ ઇટસેલ્ફ બોલે છે, તું દબાયેલો છું. અલ્યા પણ તને શી રીતે દબાવે ? જ્યાં પૈણતી વખતે પણ તારો હાથ ઉપર તો રાખે છે, તો તને એ શી રીતે દબાવે ? હાથ ઉપર રાખીને પરણ્યો છે તે વખતે એ આજ દબાવી જાય તો આપણે શાંત રહેવાનું. જેને નિર્બળતા હોય એ ચીડાઈ જાય, જેનામાં નિર્બળતા હોય એ ચીડિયો હોય. આપણા લોક નથી કહેતાં કે કાકા, તમે બહુ ચીડિયા થઈ ગયા છો. ત્યારે પેલા કહેશે કે પહેલાં તો હું ચીડિયો નહોતો, આ પૈડપણને લીધે થઈ ગયો છું. એટલે પૈડપણમાં નિર્બળતા થાય તે માણસ ચીડિયો થઈ જાય. એટલે જ્યારે પેલી ચીડાઈ જાય ત્યારે આપણે ના સમજીએ કે આનામાં નિર્બળતા છે. તો તે ઘડીએ આપણે મશીનરી બંધ રાખવી, ને ગમતી હોય તો રેકર્ડ સાંભળવી ને ના ગમતી હોય તો રેકર્ડ સાંભળવાની બંધ રાખવી. રેકર્ડ તો વાગ્યા જ કરવાની.
હવે ત્યાં આગળ એવું બોલીએ કે તું મને દબડાય દબડાય કરે છે ? અલ્યા, એવું બોલવાનું જ શેને માટે ? ભેગું ખાવું, ભેગું રહેવું અને એક જ ઓરડીમાં પાછા સૂઈ રહેવાનું, ત્યાં આ શી ભાંજગડ ?! આ સંસારના લોકો કંઈ કાચી માયા છે ? ધણીનો હાથ ઉપર રાખીને પૈણાવે છેને ? એટલે જગત એવું કંઈ ગાંડું નથી ! એટલે ઘરમાં ઝઘડો ના કરે એ ઉત્તમતા કહેવાય. છતાં આ ઘર છે તે ઝઘડો થાય તો ખરોને ! બઈયે ચીડાતી હોય કારણ કે બબ્બે મહિના સુધી નોનવેજ ના લાવ્યા હોય તો ના ચીડાય ? સંસાર છેને, બધો ! કો'ક દહાડો ભાઈનેય ટેસ્ટ પડ્યો તો એય ચીડાઈ જાય ને ‘તું ઐસી હૈ તૈસી હૈ' કરે. પણ સામે જો પેલી ચીડાય તો એ બંધ
થઈ જાય. એ સમજી જાય કે આમાંથી ભડકો થઈ જશે. અને આપણા લોક તો ભડકો કરે, તે ઘડીએ દીવાસળી ચાંપે. આટલો ફેર. એટલે કહ્યું છેને, હિન્દુઓ ગાળે જીવન ક્લેશમાં. પહેલેથી જ આની આ જ ઓલાદ, બધું જુદે જુદું. પાઘડીઓય જુદી, દખણી પાઘડી જુદી, ગુજરાતી પાઘડી જુદી, ગુજરાતીમાં પટેલિયા પાઘડી જુદી, સુવર્ણકારની પાઘડી જુદી, બ્રાહ્મણની પાઘડી જુદી, વાણિયાની પાઘડી જુદી ! અલ્યા આ શું છે તે ? મેળો છે કે શું છે ? પાછો હિન્દુસ્તાનમાં તો ચૂલે ચૂલે ધરમ જુદો ! બધાનાં ભૂપોઈન્ટ જુદાં, મેળ જ ના ખાય. છતાં પણ ઘેર ઝઘડો ન કરતા હોય, નિરાંતે ખાતાપીતા હોય તેને સારું કહીએ. એને ઇન્સાનિયત ભરી પડી છે કહેવાય.
ઝઘડો કરતે પોલીસ જોડે,
ગરીબડીતે શા માટે ગદોળે ? આ કેટલાક તો બહાર મારીને આવે પણ ઘરમાં ના મારે. તમારામાં લોકો બહાર મારે કે ઘરમાં ?
પ્રશ્નકર્તા : ઘરમાં જ, બહાર તો બધે સારું સારું કહે.
દાદાશ્રી : ઘરમાં જ ? તો તો આવો ને આવો જ રિવાજ છે? આ વંશ એવો છે. અને કેટલાક તો ઘેર વાઈફ ગાળો ગાળો દેતી હોય તોય હીંચકા નાખે ને કહેશે, ‘ક્યા કરે, હમકો ઇનકી સાથે રહેને કા હૈ ન !” ઘેર તો વાઈફ વખતે ચઢી જાય તોય એને શાંત પાડે, ‘તું માગીશ એ તને આપીશ, તું તારે ઝઘડીશ નહીં. પ્રભુની મહેરબાની થશે કે તરત તને બધું આ કરી આપીશ.’ પણ શાંત કરે. બહાર લડીને આવે તો સારું. પણ ઘરમાં ના લડવું જોઈએ.
એટલે લોક બાઈડી જોડે વઢવાડ કરતા હોય તોય આપણે ના કરવી. મેં પૂછ્યું, ‘નિકાલ કેમનો થાય છે ?” ત્યારે કહે, ‘વાઈફ તો મને સુખ આપે છે. એ કંઈ અકળાયને, તો હું કહું કે, યાર મેરી ભૂલ થઈ હવે જાને દે ને.” તે આમ તેમ કરીને નીવેડો લાવે ! નહીં તો એ મારું સુખ જ જતું રહે પછી. “મેરી હાલત મેં હી જાનતા હું બોલે એટલે પત્ની ખુશ થઈ જાય. અને આપણા લોક તો હાલત કે કશું કહે નહીં. અલ્યા, તારી હાલત