________________
(૫) ધણી ખપે, ધણીપણું નહીં !
૧૦૭
૧૦૮
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
હોયને, તો એક દા'ડો બન્નેએ અંધારામાં ફરવા નીકળવું, તે ફરતાં જવાનું ને પછી આપણે એને એકલી મૂકીને દોડવું ! “ઓ મારા બાપ રે ! એ ફરી કોઈ દહાડો નહીં વટું’ એમ કહેશે !!! એટલે કોઈ સ્ત્રી બહુ રોફ મારતી હોય તો એને કહીએ કે રાતે બાર વાગે બહાર ફરવા જઉં છું ? રાતે જરા આઘા-પાછા થાવ જોઈએ ? ફફડી જશે, એ ના જીરવી શકે. એમનું ગજું શું છે તે ? એ કશું કરી શકે નહીં. અને એવું વહુ ચઢી બેસે તો મારી પાસે લાવજો. રીપેર કરી આપું હડહડાટ ! ઘણી બધી રીપેર કરી આપી.
પરદેશમાં રીતો હોય ખાસ,
ફરી પરણે ત્યાં વર્ષે પચાસ ! પ્રશ્નકર્તા: અહીંયાં, અમેરિકામાં છેને, સેકન્ડ સેરીમની કરતા હોય છે લોકો. અમુક વર્ષ પછી બીજી વખત એ જ સ્ત્રી જોડે લગ્ન કરે પાછો. પાછી પ્રતિજ્ઞા લે, અહીંયાં આગળ.
દાદાશ્રી : એટલે ?
પ્રશ્નકર્તા : આ તો પહેલાં પ્રતિજ્ઞા લીધી હોય, અણસમજમાં સ્ત્રીને જાણતો ના હોય, સ્ત્રી છે તે પુરુષને જાણતી ના હોય, પણ પછી પચાસેક વર્ષ પછી થાય કે હવે પાછાં લગ્ન કરીએ જેથી કંઈક પાછું ઐક્ય વધારે થાય, એટલા માટે પછી પ્રતિજ્ઞા લે, કે “જેવી છે તે તેવી, તારું પાછું પાણિગ્રહણ કરું છું.'
દાદાશ્રી : હા, એ સારી સમજણ કહેવાય.
પ્રશ્નકર્તા : આ બહુ ઊંચી સમજણથી પાછાં લગ્ન કરતાં હોય છે. અને જેથી કે બીજાં પચ્ચીસેક વર્ષ નીકળી જાય તો...
દાદાશ્રી : પણ એમને બીજી ભાંજગડ નથી હોતી.
એટલે આ ધણીપણું એ તો બહુ મોટામાં મોટી વસ્તુ છે. આ એકલા જ બજાવે ધણીપણું, ઈન્ડિયન એકલા જ. ફોરેનવાળા ધણીપણું બજાવતા નથી. એમને કંઈ ધણીપણું બનાવવાની ટેવ નથી. એમને તો મીઠાશ રહેવી
જોઈએ. પેલી “યુ યુ' કરે ત્યારે આય કહેશે, આવી જા ‘યુ યુ'. એ ભસે ત્યારે પેલી ભસે, ભસાભસ-ભસાભસ બધું ને પછી ડિવોર્સ !
પ્રશ્નકર્તા : આ બધા પુરુષ તો બકરી થઈ ગયેલા છે (ફોરેનર્સ).
દાદાશ્રી : બકરી નહીં, એ એમને બિચારાને આવું નહીં. આમને ઈન્ડિયનોને ધણીપણું બનાવવા જોઈએ ! અને પેલા ફોરેનવાળાને તો બિચારા એમને બીજું કશું નહીં, ડખેલ કોઈ નહીંને ! એને તો જો કદી પ્રેમમાં મહીં ગુસ્સે થઈ ગઈ કે ને પછી એ થઈ જાય, ફરી જાય. અને આપણા તો ગુસ્સાનેય ખઈ જાય. ગમે એટલી ગુસ્સો કરે. સવારમાં પાછા દૂધ પાય, ચા પાય. રાતે છે તે દૂધમાં બેશર મીઠું નાખે ને પછી સવારમાં ચા થાય. આ ઈન્ડિયનોની વાત જુદી છે. દૂધ ફાટે નહીં.
અવળી સમજે ગાળે જીવત ક્લેશમાં,
સવળી સમજે હિંડોળે ઝુલાવે ટેસમાં ! હિન્દુઓ તો મૂળથી જ ક્લેશી સ્વભાવના. તેથી કહે છેને, હિન્દુઓ ગાળે જીવન ક્લેશમાં ! પણ કેટલીક કોમમાં એ લોકો તો એવા પાકા કે બહાર ઝઘડી આવે, પણ ઘેર વાઈફ જોડે ઝઘડો ના કરે. હવે તો એ લોકો બગડી ગયા છે. પણ આ બાબતમાં મને તેઓ ડાહ્યા લાગેલા. અરે, કેટલાક તો વાઈફને હીંચકો હઉ નાખે !
પ્રશ્નકર્તા : એ હીંચકો નાખતા હતા, એ વાત કરોને.
દાદાશ્રી : હા. એક દહાડો ત્યાં ગયેલા, તે એ ભાઈ એની વાઈફને હીંચકો નાખવા માંડ્યો ! તે મેં પૂછ્યું કે, ‘તમે આવું કરો છો તે ચઢી બેસતી નથી ?” ત્યારે એ કહે કે “એ શું ચઢી બેસવાની હતી ? એની પાસે હથિયાર નથી કશું નથી’ મેં કહ્યું કે, “અમારે ત્યાં તો બીક લાગે કે બૈરી ચઢી બેસશે તો શું થશે ? એટલે અમે હીંચકો નથી નાખતા.” ત્યારે કહે કે, ‘આ હીંચકો નાખવાનું કારણ તમે જાણો છો ?”
એ તો એવું બનેલું કે ૧૯૪૩-૪૪માં અમે કોન્ટેક્ટ લીધેલો ગવર્મેન્ટનો, તેમાં એક કડિયા કામનો ઉપરી હતો લેબર કોન્ટેક્ટવાળો. તેણે