________________
૧૦૬
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
(૫) ધણી ખપે, ધણીપણું નહીં !
૧૦૫ પ્રશ્નકર્તા : ના ઊગે !
દાદાશ્રી : અને આપણે મૂંડી નાખીએ તો જતી રહે ? ક્લીન સેવ કરીએ, પણ જતી રહે કંઈ ? ના જતી રહે, એટલે આ મૂછો થાય તો તો એ આપણી પર ચઢી બેસે. પણ એ તમે ખાતરી રાખજો. મૂછો નહીં ઊગે ! સરખા થવા ફરે, કશું સરખા થવાય નહીં, એ છોને, સામ્યવાદવાળા કૂદાકૂદ કરે. સરખું થવાય નહીં. તમે મૂછો ના રાખો, તેથી કંઈ સ્ત્રી મૂછો રાખી શકવાની છે ? આપણે મરજીમાં આવે એવું રાખીએ પણ સ્ત્રીઓ કંઈ એની મરજીમાં આવે તો મૂછો રાખી શકે ?
પ્રશ્નકર્તા : ના. ના.
દાદાશ્રી : માટે હંમેશાંય સ્ત્રી કોઈ દહાડો કંઈ ધણી થઈ બેસવાની નથી. માટે ધણી થવાની તમારે જરૂર જ નથી. ધણી છો જ, વળી થાવ છો શું કરવા તે ? જે છો એમાં થવાનું ક્યાં રહ્યું ? સ્ત્રીઓમાં બહુ શક્તિ હોય છે, પણ એ પુરુષ થઈ શકે નહીં. એટલે તમારી ઉપરી થઈ શકે નહીં. તમે ઘેર પૈણી લાવ્યા, એટલે એ તમારી ઊપરી નહીં થાય. માટે તમારે મનમાં એવું નહીં રાખવું કે એ ઉપરી થઈ જશે, ચઢી બેસશે. આ તો આના ભયમાં ને ભયમાં નકામાં ઝઘડા થાય છે.
બાકી એક ભવ તો તમારો હિસાબ છે એટલું જ પતશે. બીજો લાંબો લાંબો હિસાબ થવાનો જ નથી. એક ભવ તો હિસાબ ચોક્કસ જ છે, તો પછી આપણે શા માટે ઠંડા પેટે ના રહેવું ?
એક ભાઈ કહે છે કે મારી જોડે વાઈફને રોજ કકળાટ થાય છે. હવે વાઈફનો દોષ કે એનો દોષ ? શું કહો છો ?
પ્રશ્નકર્તા : દોષ તો બન્નેનો જ હોયને !
દાદાશ્રી : કારણ કે વાઈફ કોઈ દહાડો વઢવા આવે જ નહીં પુરુષ જોડે. એ તો જ્યારે પુરુષનામાં છત ના દેખે ત્યારે વઢવા તૈયાર થાય. છત દેખે કાં તો સંયમી દેખે, તો બોલે નહીં, અક્ષરે બોલે નહીં. વાઈફ તો છત ના દેખે એટલે પછી એવું જ ને ! છત તો હોવી જોઈએને ! આ પર્સનાલીટી
હોવી જોઈએ, એનામાં સંયમ હોવો જોઈએ.
હા, પછી પોતાનામાં બરકત ના હોય તો તો બધું ચઢી બેસે. સહુ કોઈ ચઢી બેસે. બરક્ત તો જોઈએને ! પૈણ્યા પછી બરકત ના હોય, તો કામનું શું ?
ચઢી બેસે, એવું બધું મનમાં શંકાઓ ના કરવી. આ શંકાઓને લીધે ટસલ ઉપર ચઢ્યા જ કરે છેને, નિરંતર દુઃખમાં જ રહ્યા કરે છે, કોલ્ડવોરમાં. હવે કોલ્ડવૉર કરવાની શી જરૂર છે તમારે ?
ક્યારેક વહુ કરે બડબડ,
કહે વહુને ‘હું છું અણઘડ' ! અને ચઢી બેસે ત્યારે આપણે છે તે સમજવાનું, કે આ બોલબોલ કરે તે ઘડીએ આપણે કેટલું ગ્રહણ કરવું ને કેટલું નહીં, એટલે પછી એ પોતે થાકીને શાંત થઈ જાય ને મનમાં સમજી જાય કે આના પેટમાં પાણી હાલતું નથી. મારું બોલેલું નકામું જાય છે. ફરી બોલવાનું બંધ કરી દેશે. આપણે કહેવાથી બંધ નહીં કરાય. પેટમાં પાણી ના હાલે એટલે આખી દુનિયા કબજે થઈ જાય !
પ્રશ્નકર્તા : વશ થઈ જાય. દાદાશ્રી : પોલીસવાળાય સજ્જડ થઈ જાય !
એટલે બઈ કો'ક દહાડો જરા ગરમ થઈ હોય તો આપણે એને કહીએ કે, મારામાં બરકત ઓછી છે, એમ કહીએ તો એ શાંત થઈ જાય. એને મનમાં થાય કે, “ઓહોહો, ધણીએ એમ કબૂલ કર્યું કે બરકત ઓછી
પ્રશ્નકર્તા : અને એવું ના કહીએ તો ?
દાદાશ્રી : એટલે શું થાય એમ ? શું એ ચઢી બેસશે ? એને ગમે એટલી દવા કરીએ તોય મૂછો આવે એને ? તો શી રીતે ચઢી બેસવાની છે ? એને કહીએ કે લે, રેઝરથી દાઢી કર જોઈએ ! અને બહુ રોફ મારતી