________________
(૪) ખાતી વખતે ખીટપીટ !
૮૫
પતિ-પત્નીના દિવ્ય વ્યવહાર
દાદાશ્રી : તો ‘કઠું ખારું છે' એવી ના ભૂલ કઢાય. એ કઢી બાજુએ મૂકીને આપણે બીજું બધું ખઈ લેવાનું. કારણ કે એને ટેવ છે કે આવું કંઈક એ ભૂલ ખોળી કાઢીને એને દબડાવવું. એ આદત છે અને એટલે. પણ તે આ બહેનેય કંઈ કાચી નથી. આ અમેરિકા આમ કરે, તો રશિયા આમ કરે. એટલે અમેરિકા-રશિયા જેવું થઈ ગયું આ, કુટુંબમાં, ફેમિલીમાં. એટલે કોલ્ડવૉર ચાલ્યા જ કરે નિરંતર મહીં. એવું નહીં, ફેમિલી કરી નાખો. એટલે હું તમને સમજાવીશ કે ફેમિલી તરીકે કેમ રહેવાય. આ તો ઘેર-ઘેર કકળાટ છે.
પ્રશ્નકર્તા : અહીંયાં અમેરિકામાં તો ઊંધું છે. આ બોમ્બાર્ડિંગ છે તે અહીંયાંથી નહીં પણ બહેનો તરફથી થાય.
દાદાશ્રી : ના, એ તો કેટલીક જગ્યાએ આય થાય ને કેટલીક જગ્યાએ આય થાય. બેઉ સામાસામી, પણ આ રશિયા ને અમેરિકા જેવી જ વસ્તુ છે. કોલ્ડ વૉર ચાલ્યા જ કરે છે મહીં.
કઢી ખારી થઈ તે આપણે ના બોલીએ તો ના ચાલે? ઓપીનીયન ના આપીએ તો એ લોકોને ખબર ના પડે કે આપણે જ કહેવું પડે ? આપણે ત્યાં મહેમાન આવ્યા હોયને, મહેમાનોનેય ખાવા ના દે. તે આપણે વળી એવા શું કરવા થઈએ ? એ ખાશે, તો એને ખબર નહીં પડે, તે વળી આપણે ભૂંગળું વગાડવું?
પ્રશ્નકર્તા : એ ચાખશે તો ખબર પડશે.
દાદાશ્રી : ચાખશે તો એની મેળે ખબર પડે. નહીં તો જેને ભૂંગળું વગાડવું હોય તે વગાડે. અને પાછું એ તો બનાવનારી, વગાડે જ નહીંને ! એની પોતાની આબરૂ જાય એટલે.
પ્રશ્નકર્તા : બોલે જ નહીં.
દાદાશ્રી : તમે છે તે ‘કઢી ખારી થઈ” એવી બૂમ પાડો. એટલે પછી મોઢાં બધાનાં બગડી જાયને, ના થઈ જાય ? ‘કઢી ખારી થઈ” એવું બોલાય ખરું, એક ફેમિલીમાં ?
પ્રશ્નકર્તા : કઢી ખારી હોય તો ખારી કહેવી જ પડે ને !
દાદાશ્રી : પછી જીવન ખારું જ થઈ જાય ને ! તમે ‘ખારી’ કહીને સામાને છે તે અપમાન કરો છો. એ ફેમિલી ના કહેવાય.
કઢી ખારી કરી' એમ બોલીએ,
આપણે શું તોટિસ બોર્ડ છીએ? પ્રશ્નકર્તા : એ અંતરતપને ?
દાદાશ્રી : ત્યારે અંતરતા એ જ ને, બીજું કયું? મોક્ષે જવું હોય તેને અંતરનું તપ કરવું પડે. મીઠું વધારે પડ્યું એટલે આપણે અંતરતા કરી એને ખઈ લેવાનું. પછી પેલા પૂછે. પેલા ખાય ને ત્યારે પૂછે કે તમને મીઠું વધારે પડ્યું હતું તે ખબર ના પડી ? ત્યારે કહીએ, ખબર પડી હતી, પણ તમને ખબર પડે એટલા માટે જ અમે આ ના કહ્યું. તમને ખબર પડશે, તે વળી મારે કહેવાની જરૂર શું છે ? હું કંઈ નોટિસ બોર્ડ છું, કહીએ.
દાળમાં મીઠું ઓછું છે તે નોટિસ બોર્ડ ઉપર આવી ગયું. પછી, ઘડીવાર શાંતિ ના રહે. આ કાળનો હિસાબ તો જુઓ. આ કેવો કાળ ધમધમતો કાળ છે, સળગતો કાળ છે. અને એમાં પાછા, ‘આ મીઠું કેમ વધારે નાખ્યું છે ?” ઓહોહો ! આ મીઠા ના ખાવાવાળા ! સતયુગમાં ખાવું હતુંને નિરાંતે, અત્યારે શું કરવા ખાવા આવ્યો છું, મૂઆ ! અત્યારે ખઈ લે ને પાંસરો, નહીં તો હમણે થાળી બહાર મૂકી આવીશ. મીઠું વધારે કેમ નાખ્યું, એનું અહિત કાઢે પાછું ! અત્યારે તો જેમ તેમ કરીને ખઈ લે. પતાવી દેવાનું કામ. રાત બગડે નહીં એટલું હિસાબ ચોખ્ખો કરવો. નહીં તો વધારે ભાંજગડ થાય તો રાત બગડી જાય, તે બેન આમના ફરીને સૂઈ જાય, આપણે આમ ફરીને સૂઈ જઈએ, તે આપણને ઉત્તર દેખાય ને એમને દખ્ખણ દેખાયા કરે. મેળ જ ના પડે આનો ! એટલે જેમ તેમ કરીને પાંસરું કરવું પડે.
ખોડ કાઢવાનું અક્કરમી કરે,
ભૂલ કાઢો ત્યાં એ ભડકી મરે ! પ્રશ્નકર્તા : પોતાના માણસ હોય તો કહેવાયને, બીજાને થોડું