________________
(૪) ખાતી વખતે ખીટપીટ !
૮૮
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
કહેવાય ?
દાદાશ્રી : એટલે પોતાના માણસને ગોદા મારવા ? પ્રશ્નકર્તા કહીએ તો બીજીવાર સારું કરેને એમ.
દાદાશ્રી : એ સારું કરે કે ના કરે. એ વાત બધી ગપ્પાં છે. શા આધારે થાય છે ? એ હું જાણું છું. નથી બનાવનારના હાથમાં સત્તા. નથી તમારા કહેનારના હાથમાં સત્તા. આ બધું સત્તા કયા આધારે ચાલે છે ? માટે અક્ષરેય બોલવા જેવો નથી.
પ્રશ્નકર્તા : એવું શા માટે ?
દાદાશ્રી : હાથમાં સત્તા નથી એ ! બનાવનારના હાથમાં સત્તા નથી. સત્તા જુદી જાતની છે. આ તો બધાં ગપ્પાં હં... વાતો કરીએ અને ઠોકાઠોક કરીએ એમાં કશું વળે નહીં કશુંય.
ઊલટો હું કોઈ દહાડો બોલું નહીં. અને સહજ રીતે ચાલવા દઉં. એ ભૂલ થાય કો'ક દહાડો પણ એ કંઈ સહજ રીતે ભૂલ થયેલી હોય છે.
પ્રશ્નકર્તા : ના, પણ સારું ખાવાનું ના બનાવે તો એવું કહેવું પડે
આવે છે ? દરેકને જે રસોઈ પોતાની સામે આવે છે..
દાદાશ્રી : તે આપણો જ હિસાબ, ભોગવનારનો હિસાબ. ભોગવનાર પુણ્યશાળી હોયને તો બહુ સુંદર ખોરાક આવે સામો અને ભોગવનાર જરા અડધો અકર્મી હોય, ત્યાર પછી અવળું આવે છે. એટલે ભોગવનારની ભૂલ છે એમાં. આપણું પુણ્ય અવળું હોયને તો અવળું આવે અને પુણ્ય સવળું હોય તો બહુ સુંદર આવે. એ બનાવે છે તે એના આધીન છે? એ કંઈ નાખે છે એ એની અક્કલ નથી એ, આપણું પુણ્ય જોર કરે છે. બધા ખાનારનું પુણ્ય જોર કરે છે.
પ્રશ્નકર્તા : તો દાદા, કોના હાથમાં સત્તા છે એ ?
દાદાશ્રી : એ સત્તા જુદા હાથની છે. એ તો મારી પાસે વધુ ટાઈમ આવો ત્યારે ખબર પડે. એ સત્તા જુદા હાથમાં છે. એક પરમાણુ, એક રઈ ખાવાની કોઈનામાં સત્તા નથી. આ વર્લ્ડમાં કોઈ એવો જભ્યો નથી કે રઈ પોતે ખઈ શકે. સંડાસ જવાની શક્તિ નહીં ને ! એ તો જ્યારે અટકે ત્યારે ખબર પડે. અહીંના ડૉક્ટરો ભેગા કર્યા ફોરેનના, એટલે ઊંચા નીચે થવા માંડ્યા કે ભઈ અટકશે ત્યારે ખબર પડશે. ત્યારે કહે યસ, યસ, યસ ! - આ વસ્તુ જુદી છે. આ માટે કશું બોલવાનું નહીં. વહુને તો કશું કહેવું જ ના જોઈએ. એ તો વહુ સારી હોય છે કે આપણો દોષ કાઢી બતાવતી નથી.
પ્રશ્નકર્તા ઃ અમુક જણને મતભેદ નહીં પડે તો આનંદ ના આવને !
દાદાશ્રી : બળ્યું, કકળાટથી જો આનંદ હોય ત્યારે એને કકળાટ કોઈ કહેય નહીં ને !
પ્રશ્નકર્તા : મતભેદ એ કકળાટ નથી, મતભેદ એટલે તો બસ. આનંદ આવે એમાં !
દાદાશ્રી : ના, કશુંય આનંદ ના આવે. કંટાળી જાય છે. આનંદ તો સોગટાબાજી રમતા હોય તે ઘડીએ આવે. પછી શેનો આનંદ ?
દાદાશ્રી : એ સારું શેના આધારે બનાવ્યું હતું, પહેલા આગળ ખાધેલું તે ? કહેવાથી સારું બનાવે છે ?
એટલે હું કેટલાંય વર્ષથી કહેતો નથી, એની મેળે સહજ રીતે નાખે તે જ બરાબર છે. વઢવાની જરૂર નહીં. સ્ત્રીઓને ખાવા માટે વઢવાની જરૂર નહીં.
ઘણા ફેરે તો ખાવાનું સરસ હોય છે. બીજાને ખવડાવીએ ને તો સરસ લાગે અને તમને તમારી જીભ ખરાબ હોય છે ઘણા ફેરા, પોતાની જીભ છે તે છેતરતી હોય, એવું મારે ઘણા વખત બનેલું, આપણી જીભ ખરાબ હોય ને આપણને ખરાબ લાગે ખાવાનું.
પ્રશ્નકર્તા અને જે ખાવાનું આપણી સામે આવે છે, તે ક્યા આધારે