________________
૮૪
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
ખાતી વખતે ખટપીટ !
પેટમાં પધરાવવું તે ધર્મ,
વાંધો કાઢ્ય બંધાય કર્મ ! ‘થાળીમાં જે આવ્યું તે પેટ પડ્ય ધર્મ છે, દાળમાં મીઠું નથી, જો બોલ્યો તો તે કર્મ છે.’ – નવનીત.
એ શું કહેવા માગે છે કે થાળીમાં જે આવે એ પેટમાં પધરાવી દેવું અને વાંધો ઉઠાવવો નહીં.
દાળમાં મીઠું વધારે પડી ગયું હોય તો આપણે ઓછી ખાવી. આ તો એકલું મીઠું જ ઓછું હોયને તો તેના માટે લોકોના ઘેર શું બને છે જાણો છો ? એટલા બધા તોરીવાળા હોય છે તે શું કહેશે ? કે દાળ બગાડી નાખી છે, આમાં કંઈ ભલીવાર નથી, પેલું ઊઘાડું શું કામ પડ્યું છે ? એટલે પેલો બૂમાબૂમ કરે પાછો. અલ્યા, આ તો રોજનું ખાવાનું છે તે બૂમાબૂમ શેની કરે છે ? ત્યારે બૈરીય કહેશે કે ‘કો'ક દહાડો ભૂલ થઈ જાયને તોય આ બૂમાબૂમ કરે છે.” અરે ! કો'ક વાર નહીં, રોજ ભૂલ થતી હોય તો પણ આ તો રોજનું ખાવાનું છે તો કકળાટ શેને માટે ? આ તારે વેપારમાં ભૂલ નથી થતી ? તે એક કકળાટ માંડેને તેમાં તો ભયંકર કર્મો બાંધે છે અને શરીરમાં ખાધેલુંય બધું પોઈઝન થઈ જાય. જ્યાં કકળાટિયો માણસ ખાયને ત્યાં પોઈઝન થઈ જાય છે.
સારું છે આમના ધણી સાઉથ ઈન્ડિયન છે, નહીં તો આપણા ગુજરાતી હોયને તો એની વાઈફને કહેશે, ‘તારામાં અક્કલ નથી’ એવું
બોલીને ઊભો રહે. આ સાઉથ ઈન્ડિયન આવી રફ ભાષા ના બોલે એ. ભાષા આપણી ગુજરાતીઓની રફ, પણ સુંદર, હં કે !
બતી સરસ મજાની રસોઈ,
‘કઠું ખારું કરી ‘એણે’ મજા ખોઈ ! દાદાશ્રી : ઘેર વાઈફ છે તે સારું સારું ના ખવડાવે ? પ્રશ્નકર્તા બહુ સારું સારું ખવડાવે છે.
દાદાશ્રી : હા. તો પછી એમની જોડે ડખો ના કરવો જોઈએ આપણે. પણ તમારો ઇગોઇઝમ છેને, તે ગાંડાં કાઢ્યા વગર રહે નહીંને ! ટેવ પડેલી આ. તે તમે શું કરો ? સરસ રસોઈ બનાવી હોય, રત્નાગિરી હાફુસ લાવ્યા હોય અને રસ કાઢીએ અને બેને સરસ પૂરીઓ બનાવી હોય, શાક બહુ સારાં બનાવ્યાં હોય, બધું કર્યું હોય અને કઢીમાં જરાક સહેજ મીઠું આગળ પડતું વધારે પડી ગયું હોય, તે બધું ખાતા જાય અને કઢી ચાખી એટલે ‘આ કઠું ખારું.’ મૂઆ, ખાને, પાંસરો બનને. આ કઢીને બાજુએ મૂક, બીજું બધું ખઈ લેને. તે મૂઓ પાંસરો ના કર્યો. તે બધાનું બગાડે પાછું ! એ તો ન ખાય તે ના ખાય, પણ બધાનું મોટું ઊતરી જાય. બિચારા છોકરા બધાં ભડકી જાય. આ આપણને શોભે કેમ કરીને આવું ? કોઈક દહાડો કઢી ખારી ના થઈ જાય ? તે દહાડે બૂમાબૂમ કરીએ એ સારું કહેવાય ? અલ્યા, રોજ તો કઢી સારી થાય છે તો એક દહાડો સારી ના થઈ તો જરા પાંસરો રહેને ! એક દહાડો પાંસરા ના હેવું જોઈએ ? તમને કેમ લાગી ? આ વાત ગમીને ? પણ આપણા લોક શું કરે છે કે, કો'ક દહાડો કઢી ખારી થઈ ગઈ હોય, તેમાં પેલીની આબરૂ લઈ નાખે.
પતિ ભૂલ કાઢે વારંવાર,
પછી થાય શરૂ કોલ્ડવૉર ! ઘરમાં શું કરવા આ ડખલ કરું છું ? કંઈ ભૂલ ના થાય માણસની ? કરનારની ભૂલ થાય કે ના કરનારની ?
પ્રશ્નકર્તા : કરનારની.