________________
(૩) પતિ-પત્નીમાં મતભેદ !
૭૯
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
ભૂલ ભાંગી. અમને આવડી જાય તરત. તે ઢીલું મૂકેલું નહીં. મારી ભૂલ જ હતી.
પ્રશ્નકર્તા : આપે સુધારી લીધું એમ કહેવાય ?
દાદાશ્રી : હા, સુધારી લીધું. આખો ફરી ગયો કે આવું વાસણ આપજો એવું કહેવા ગયો, તેને બદલે આ હું આખો ફરી ગયો. એટલે મેં પાંચસો કહ્યા અને એ તો મારા ખ્યાલમાં જ હોય કે હું પાંચસો રૂપિયા કહીશ તો એ મને શું કહેશે. એટલે રૂપિયા ભેલાડવા નથી બેઠો. મારે તો મતભેદ પાડવો નથી ને રૂપિયા ભેલાડવા નથી. આ તો અણસમજણ ઊભી થવા દેવી નથી. બાકી રૂપિયા ભેલાડવા નથી બેઠો.
પ્રશ્નકર્તા : એટલે સાચવી લીધું.
દાદાશ્રી : હા, આ મારી ભૂલ થઈ એ ખુલ્લી કરી મેં. હું સમજી ગયો કે આ ભૂલ થઈ, કોઈ દહાડો આવું બન્યું નથી ને એક્સિડન્ટ થયો આવો ! મેં જાણ્યું કે આ મારી ને તમારી થઈ, માટે આ ઘરમાં આપણો હવે છૂટકારો થઈ ગયો. તે આપણે એવું કેવું બોલ્યા કે એમને આ બોલવાનો વખત આવ્યો. પણ તે બ્રેઈન અમારું બહુ પાવરફૂલ. બહુ બોધકળા હોય અમારી પાસે, બધી બોધકળા, જ્ઞાનકળા, બધી કળાઓથી સાબૂત હોઈએ. તરત જ બ્રેઈન કહે કે રૂપિયા પાંચસો આપી દેજો. ત્યારે એ કહેશે, ‘તમે ભોળા છો !' એટલે આ તો ભૂલ અમારી ને ફસાયા તમે. એવું સમજી જઈએ.
પ્રશ્નકર્તા : જે તૂટવાની તૈયારીમાં હતું, એ સાંધી લીધું દાદાએ અને રાજી કરીને પાછું.
દાદાશ્રી : હા. અને રાજી તો કેવાં હોય, તે મને તો પહેલેથી કહેતાં આવ્યાં છે કે તમે ભોળા છો બહુ. શાથી ? કે કોઈક આવે છે અને કહે કે ‘મારે આમ થયું, તેમ થયું’ એટલે કબાટમાંથી આપી દો છો. એટલું જ શીખ્યા છો તમે. એટલે હું સમજી ગયેલો કે ભોળપણ તો છે. વાત સાચી છે. પણ મારું ભોળપણ, હું જાણીને આપતો હતો. પેલા મૂરખ બનાવી દે
એવું નહીં, પણ જાણીને આપું. કારણ કે એને દુઃખ ઓછું થાય છે. છેતરતો હશે તોય દુ:ખ તો ઓછું થશે. એમ જાણીને આપતો હતો. હું કંઈ ભોળો નથી. આખી દુનિયાને ઓટીમાં ઘાલીને બેઠો છું.
એટલે હીરાબાએ મને ભોળો માની લીધેલો પહેલેથી કે આ બહુ ભોળા છે. ત્યારે મેં કહ્યું કે આ એકલું અવલંબન સારું છે આપણા માટે. એ ભોળા કહેશેને, ત્યાં સુધી એમની કોર્ટમાં નિર્દોષ. એમની હાઈકોર્ટમાં આપણે કાયમના નિર્દોષ ! હું હોંશિયાર હોઉં તો દોષિત થાઉંને ? ભોળા જ, બસ !
જ્યાં મતભેદ નથી ત્યાં વિજ્ઞાન,
જ્ઞાતી સેંટરમાંથી દેખે સમાત ! એટલે મતભેદ કોઈ જગ્યાએ અમે પડવા ના દઈએ. મતભેદ પડતા પહેલાં જ અમે સમજી જઈએ કે આમથી ફેરવી નાખો ને તમે તો ડાબું ને જમણું બે બાજુનું જ ફેરવવાનું જાણો કે આમના આંટા ચઢે કે આમના આંટા ચઢે. અમને તો સત્તર લાખ જાતના આંટા ફેરવતાં આવડે ! પણ ગાડું રાગે પાડી દઈએ, મતભેદ થવા ના દઈએ. અને મતભેદ પડ્યો તો હું જ્ઞાની શાની ? તારે પાડવો હોય તોય ના પડવા દઉં. તું આમ ફરું ત્યારે હું આમ ફરું. તું આમ ફરું તો હું આમ કારણ કે અમારી જાગૃતિ, એવર જાગૃતિ હોય. રાત્રે, ચોવીસે કલાક જાગૃતિ. આ ઊઘાડી આંખે ઊંધ્યા કરે છે આ આખું જગતેય. તમારા બોસ, બોસ બધા ઊઘાડી આંખે ઊંઘે છે. તમે કહેતા હો તો કહી આપું અને પછી કહું એક્સપ્લેનેશન માંગો. પહેલાં કહી આપું, આ પીરસી આપું અને પછી કહું. ‘આઈ વોન્ટ ટુ એક્સપ્લેઈન યુ.” કંઈ ગડું નહીં, નહીં તો આટલા બધા કપડાં ધોવાનાં ક્યારે પાર આવે તે ? એટલે આ મશીનમાં ઘાલ્યા કે પાર !
જ્યાં મતભેદ છે ત્યાં અંશજ્ઞાન છે ને જ્યાં મતભેદ જ નથી ત્યાં વિજ્ઞાન છે. જ્યાં વિજ્ઞાન છે ત્યાં સવાશ જ્ઞાન છે. ‘સેન્ટર’માં બેસે તો જ મતભેદ ના રહે. ત્યારે જ મોક્ષ થાય. પણ ડિગ્રી ઉપર બેસી ને ‘અમારુંતમારું રહે તો એનો મોક્ષ ના થાય. નિષ્પક્ષપાતીનો મોક્ષ થાય.