________________
૭૮
પતિ-પત્નીના દિવ્ય વ્યવહાર
(૩) પતિ-પત્નીમાં મતભેદ ! ફરી જવાનો વાંધો નથી. મતભેદ પાડવો તેના કરતાં ફરી જવું સારું. તરત જ ફરી ગયો આખોય. મેં કહ્યું, ‘એવું નથી કહેવા માંગતો.” હું જૂઠું બોલ્યો, મેં કહ્યું, ‘મારી વાત જુદી છે, જે તમારી સમજણમાં જરા ફેર પડી ગયો. એવું હું નથી કહેતો ? ત્યારે કહે, ‘તો શું કહો છો ?” ત્યારે મેં કહ્યું, “આ ચાંદીનું વાસણ નાનું આપજો અને બીજા રોકડા પાંચસો રૂપિયા આપજો. એ એમને કામ લાગશે.’ ‘તમે તો ભોળા છો. આટલું બધું અપાતું હશે ?” એટલે હું સમજી ગયો આપણે જીત્યા ! પછી મેં કહ્યું, ‘તો તમારે જેટલા આપવા હોય એટલા આપજો. ચારેવ ભત્રીજી આપણી છોડીઓ છે !' એટલે ખુશ થઈ ગયાં. ‘દેવ જેવા છે' કહે છે !!
- જો પટ્ટી મારી દીધીને ? હું સમજું કે આપણે પાંચસો કહીએ તો આપે એવા માણસ નથી આ ! એટલે આપણે એમને જ કબજો સોંપી દો ને ! હું સ્વભાવ જાણું. હું પાંચસો આપું તો એ ત્રણસો આપી આવે. એટલે બોલો મારે સત્તા સોંપવામાં વાંધો ખરો ?
પ્રશ્નકર્તા : ના, કંઈ વાંધો નહીં.
ફેરે અમેરિકા ગયો ત્યારે મૂકવા આવ્યાં હતાં, ફક્ત પ્લેનમાં આવ્યાં એટલું જ અને પાછાં પ્લેનમાં ગયાં હતાં બસ. એ બાકી આમ બેસે નહીં, આપણે કહીએ તોય ના બેસે. પ્રકૃતિ ના ઓળખીએ આપણે ?
એટલે હું તો એ દહાડે છૂટી ગયેલો. નહીં તો તે દહાડે ભૂલમાં સપડાત. તમારા મામાના દીકરા એવું બોલ્યા. એટલે અમારું ને તમારું એવું બોલાય ? આપણે વન ફેમિલી, અમારું-તમારું, આમચા-તુમચા બોલે પછી રહ્યું જ શું ત્યારે ? એટલે અમારે મતભેદ નહીં પડેલો કોઈ દહાડો પછી !
પ્રશ્નકર્તા : હું, હવે એ વાત શીખી ગયો છું.
દાદાશ્રી : ના, પણ આવું સમજવું નહીં પડે ભઈ ! જીવન જીવવાની કળા તો સમજવી પડે ને ? એટલે પછી મને કહે છે, ‘તમે તો ભોળા છો એવા પાંચસો અપાતા હશે”, કહે છે. મેં કહ્યું, ‘આપણો હિસાબ પતી ગયો બધો. જો આપણે સંધાઈ ગયું. આ લોહી નીકળ્યું ખરું આપણાથી, પણ પાછું પટ્ટી લાગી ગઈ.” એવું ના શીખવું જોઈએ, ભઈ ?
પ્રશ્નકર્તા: પણ ત્યાં તો અહંકાર આવેને, હું ધણી, મારું કેમનું નીચું પાડવું જોઈએ ?
દાદાશ્રી : મૂઆ, તું ધણી ? ધણી તો કેવો નોબલ હોય ! આવા હોતા હશે !
આ તો મારા' ભાઈને ત્યાં તમે ઓછું આપો છો. એ વિચારો એમના મનમાં પેસતા હતા. તેને બદલે એમણે એમ કહ્યું કે આટલા બધા ના અપાય.
પ્રશ્નકર્તા : તમે ‘ફરી ગયા’ કે તમે ઢીલું મૂક્યું?
દાદાશ્રી : મેં ઢીલું નથી મૂક્યું. એ મારી ભૂલ જ થઈ. આવું કેમ થાય ? મારી-તારી થતું હશે ? એમણે મને કહ્યું કે “તમારા મામાના દીકરાને ત્યાં આવડા મોટા તાટ’ એવું કહ્યું કે મને થયું, હું એવું કેવું બોલ્યો કે એ મારી-તારી બોલ્યા ? મારી ભૂલ મને સમજાઈ, કે ઓહોહો ! આવડી મોટી ભૂલ કરી મેં ? સંસારમાં નીવડેલો માણસ આવું બોલે ? પણ તે તરત મેં
દાદાશ્રી : એટલે મેં કહ્યું, આ પાંચસો એક ને બીજું આ આપો. ‘તમે બહુ ભોળા, આવું અપાતું હશે, એને તો ચાર છોડીઓ છે.' કહ્યું, હવે જીત્યા આપણે. ભોળા કહ્યું કે તરત હું જીત્યો. પણ જીતી ગયો તે દા'ડે. નહીં તો મતભેદ પડત તો ખરેખરો પડત. મારું ને તમારું અને આંટી હલ રહેત.
જાણું કે પાંચસોય અપાવાના નથી એમનાથી, એ આપે તોય હું તો ખુશી હોઉં ! સાચા દિલથી ઇચ્છા ખરી કે આપે, પણ હાથ છૂટવો મુશ્કેલ છે ને ! એ બાર મહિને બે-ત્રણ વખત છે તે વડોદરાથી મુંબઈ આવે તો એરોપ્લેનમાં આવે એટલી મારી ઇચ્છા ખરી, પણ દસ-પંદર વખત આવે તો ના કહી દઉં. પણ એમને તો હું આજ પંદર વર્ષથી કહે કહે કરું છું. તમારે જ્યારે જ્યાં એરોપ્લેનમાં જવું હોય તો છૂટ. હું જાણુંને જવાનાં નથી તો પછી મારે શું કામ ના કહેવું ? ત્યારે કહે, “એ પ્લેનમાં જવાનું તમારે, મારે પ્લેનમાં નથી જવું, તમે જજો !” મને એક ફેરો, ગયે