________________
(૨) ઘરમાં ક્લેશ
૧૫
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
દાદાશ્રી શાંતિ કેવી રીતે રહે પણ ? શાંતિ તો છોડીનું (છોકરીનું) નામ પાડીએ તોય શાંતિ ના રહે. એના માટે તો ધર્મ સમજવો જોઈએ. ઘરમાં માણસો બધાને કહેવું જોઈએ કે ‘ભઈ, આપણે બધા ઘરનાં માણસો કોઈ કોઈનાં વેરવી નથી, કોઈ કોઈનો ઝઘડો નથી. આપણે મતભેદ કરવાની કંઈ જરૂર નથી. વહેંચી વહેંચીને શાંતિપૂર્વક ખઈ લો. આનંદ કરો, મઝા કરો. એવી રીતે આપણે વિચારીને બધું કરવું જોઈએ. ઘરના માણસો જોડે કકળાટ ક્યારેય ના કરવો જોઈએ. એજ ઓરડીમાં પડી રહેવાનું ત્યાં કકળાટ શા કામનો ? કોઈને પજવીને પોતે સુખી થાય એ ક્યારેય ના બને, ને આપણે તો સુખ આપીને સુખ લેવું છે. આપણે ઘરમાં સુખ આપીએ તો જ સુખ મળે ને ચા-પાણીય બરોબર બનાવીને આપે, નહીં તો પણ બગાડીને આપે.
આ તો કેટલી ચિંતા-ઉકળાટ ! કશોય મતભેદ જતો નથી, તોય મનમાં માને કે મેં કેટલો ધર્મ કર્યો ! અલ્યા, ઘેર મતભેદ ટળ્યો ? ઓછોય થયો છે ? ચિંતા ઓછી થઈ ? કંઈ શાંતિ આવી ? ત્યારે કહે, “ના, પણ મેં ધર્મ તો ર્યો જ ને ?” અલ્યા શાને ધર્મ કહે છે તું ? ધર્મ તો મહીં શાંતિ આપે, આધિ-વ્યાધિ-ઉપાધિ ના થાય, એનું નામ ધર્મ ! સ્વભાવ ભણી જવું એનું નામ ધર્મ કહેવાય. આ તો ક્લેશ પરિણામ વધારે ને વધારે થયા કરે છે.
વાઈફથી તૂટી ડિશો કાચતી, ‘ડિયા'ની કિંમત કોડી પાંચતી !
દાદાશ્રી : ના પણ, આનંદ થાય તે ઘડીએ કે દુઃખ થાય ? પ્રશ્નકર્તા : સાફ કરવું પડે એનું દુઃખ તો થાય.
દાદાશ્રી : તો દુઃખ થાય એટલે કશું બબડ્યા વગર રહો નહીંને, આ રેડિયો વગાડ્યા વગર રહે જ નહીં. દુઃખ થયું કે રેડિયો બોલે, એટલે પેલીને દુઃખ થાય પછી. ત્યાર પછી પેલી શું કહે, હં.. તમારા હાથે કંઈ ફૂટવાનું થતું નહીં હોય પછી. આ સમજવાની વાત છે કે ડિશો પડી જાય છેને ? એને આપણે કહીએ કે તું ફોડી નાખ તો ના ફોડે. ફોડે ખરી ? એ કોણ ફોડતું હશે ? આ વર્લ્ડમાં કોઈ માણસ એક પણ ડિશ ફોડી શકવાની શક્તિ ધરાવતો નથી. આ તો બધો હિસાબ ચૂકવાય છે. એ તૂટી જાય, એટલે આપણે કહેવું કે વાગ્યું નથીને તને શું કહેવાનું ? કાચ વાગ્યા નથીને, એવું કહેવાનું?
પ્રશ્નકર્તા : તું સુઈ જા, હું સાફ કરી આપીશ.
દાદાશ્રી : હા, આ તો કઢી ઢળી ગઈ, સાણસી છટકી અને જો ઓવર ટર્ન થઈ જાય, તો કહેશે, ‘તારામાં અક્કલ નથી'. આ અક્કલનો કોથળો મોટો, વેચવા જઈએ તો ચાર આના આવે નહીં ! આવું ના કહેવાય. એ સ્ત્રી છે તે કોઈ દહાડો આપણે જમવા આવીએ તો એ કઢી ઢોળતી હશે ? એ કંઈ કપ-રકાબીઓ ભાંગી નાખે ? નોકરને હઉ ના વઢાય. આ બધું અજ્ઞાનતા છે, ઘોર અજ્ઞાનતા ! કશું ભાન જ નથી માણસ તરીકે જીવવાનું, કકળાટ કરવા જેવું છે જ નહીં આ જગત, અને જે કકળાટ છે તે અણસમજણ ને અજ્ઞાનતાને લઈને છે. આ સમજવા જેવી વાત છે. અમે કહીએ છે , હું !
પ્રશ્નકર્તા: હા, આપણે જાણીએ છીએ કે કકળાટ ના કરવો જોઈએ.
વાઈફના હાથે છે તે પંદર-વીસ આવડી આવડી કાચની ડિશો હતી તે અને ગ્લાસ-વેર હતાં તે પડી ગયાં. તે વખતે તમને કશી અસર થાય ખરી ?
પ્રશ્નકર્તા : મને ના થાય. દાદાશ્રી : શું થાય ! આનંદ થાય ? પ્રશ્નકર્તા : તૂટી જાય તો બીજાં લેવાય.
દાદાશ્રી : એમ માનો કે એક કબાટમાં બધું ગ્લાસવેર મૂક્યું છે અને એકદમ એવું કંઈક વાગ્યું અને બધું પડ્યું. હવે ત્યાં કકળાટ કરી મેલીએ, તે હન્ડેડ પરસેન્ટ રોંગ છે, કકળાટ કરનારો ગુનેગાર છે ત્યાં આગળ. એને છ મહિનાની જેલ આપવી જોઈએ. ઊલટું એણે એમ કહેવું જોઈએ કે તને