________________
(૧) વન ફેમિલી !
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
ત્યારે મેં કહ્યું, “માય ફેમિલીનો અર્થ શું થાય ?” ત્યારે કહે, ‘ત્યાં તો ભાંજગડ હોય નહીં. વિચારભેદ હોય પણ ભાંજગડ ના હોય, ફ્લેશ તો ના જ હોય. હા, ડખલો પોતાની ફેમિલીમાં ના હોય, બહાર જઈને ડખલ કરો. જો ડખલ કરવી હોય ને તો બહારવાળા જોડે જઈને કરી આવો. ફેમિલીમાં ના થાય. આ વન ફેમિલી કહેવાય. એટલે કાલથી બંધ કરી દો, એય તમારી જોડે બંધ કરી દેશે.
પ્રશ્નકર્તા : બહુ વર્ષો થયાં પરણે.
દાદાશ્રી : તે કંઈ આ એને રિપેર કરી કરીને કેટલુંક રિપેર કરશો ? જૂનું મશીન થયું હોય તો રિપેર કરીને કેટલુંક રિપેર થાય ? નવું તો ના જ થઈ જાયને, ભલેને ઘરડી ઉંમરના થયા છે, પણ આવું થોડુંક વિચારવાની જરૂર છે કે આમ કેમ ચાલે છે. આટલી બધી ભૂલ અને ભણીને આવેલા છો તમે, અભણ માણસો નથી. તમને સમજાય એવી વાત છે કે આપણે કેવું હોવું જોઈએ ? વધારે નહીં, બધો ધર્મ વધારે નથી કરવો આપણે, વન ફેમિલી એટલું જ વિચાર કરવાનો, શોખ હોય મારવાનો કરવાનો, ટેડકાવવું હોય તો બહારના લોકોને ટૈડકાવીને આવો, અહીં ટૈડકાવવાનું હોય, ઘરમાં? વન ફેમિલીમાં, ન શોભે આવું.
ઘાલ્યો ડૉક્ટરનેય ફેમિલીમાં,
‘આમતે' મૂકું કઈ સિમિલીમાં ? અને ત્યાં ઈન્ડિયામાં તો ફેમિલી ડૉક્ટર હઉ રાખે છે લોક. અલ્યા, ફેમિલી થયું નથી હજુ, ત્યાં તું ક્યાં ડૉક્ટર રાખે છે ?
આ લોકો ફેમિલી ડૉક્ટર રાખે પણ અહીં વહુ ફેમિલી નહીં ! કહેશે, ‘અમારા ફેમિલી ડૉક્ટર આવ્યા ? તો એની જોડે કચકચ નહીં. ડૉક્ટર બિલ મોટું મૂકે તોય કચકચ નહીં. કહેશે, “અમારા ફેમિલી ડૉક્ટર છે ને !” એના મનમાં એમ કે મારો રોફ પડી ગયો, ફેમિલી ડૉક્ટર રાખ્યા છે એટલે !
તે મેં, એક અમારો ભત્રીજો, ફેમિલી ડૉક્ટર કરીને લાવેલો. મેં કહ્યું,
આ ડૉક્ટર તો ફેમિલી રખાતા હશે મૂઆ, એ કંઈ ભૂત ઘાલ્ય ઘરમાં ? એ તો ના રોગ હોય, તોય કહેશે, ‘જરા મહીં પ્રેશર વધી ગયું છે’ એ તો ભૂત ઘરમાં જ નહીં ઘાલવાનું. જરૂર હોય ત્યારે બોલાવી લાવવાના, અને ઈન્ડિયામાં તો ચોંટી પડે છે બધા, ફેમિલી થઈ જાય છે. નહીં તો સ્વતંત્રતા જતી રહે આપણી. આ મારી પાસે ડૉક્ટર આવે ને, પહેલો અહીંથી બાંધે, ફટાક ફટાક... મૂઆ, શું કરવા જુએ છે તું, હું તો કેટલાય વર્ષથી જાણું છું આ. એ ત્રણ દાદરા એકદમ જોરથી ચઢ્યા હોય તો મહીં ફટાકા બોલે. આ કહે કે પ્રેશર વધી ગયું. મેં કહ્યું, “ના, ડૉક્ટર, તમારા મશીનમાં આવશે પણ મને નથી વધ્યું.’ હું સમજતો હોઉં કે ત્રણ દાદરા ચઢ્યો તેને લીધે આ છે, ગભરાવાનું નહીં. આ તો શંકા પેસી જાય. મને વાંધો નહીં. તમે જેટલા ડૉક્ટર આવો ને, પણ ડૉક્ટરોને શંકા પડે, મને ના પડે. હું તો આઉટ ઓફ ડેટ (સમયથી પર) થયેલો ને ! પોતાની જાતની શ્રદ્ધા. પારકાનાં કહેવાથી ગભરામણ ના થાય.
ફેમિલી ડૉક્ટર તો આપણા ઈન્ડિયામાં રાખે છેને, તે મનમાં શું સમજે છે કે આપણો રોફ વધી ગયો હવે. પેલા ડૉક્ટરના મનમાં શું થાય કે આપણે ખીલે બંધાયા આ એક. આપણા ઘરાકો આટલા બંધાઈ ગયા. કારણ કે ત્યાં બધા ડૉક્ટરો થયેલા તે આજે આને ત્યાં જાય, આજે આને ત્યાં જાય. પણ એની જોડે ફેમિલી ના રખાય. નહીં તો વારેઘડીએ જતાં-આવતાં આવે અને પાછું જુએ એ બધું. આ શરીર દેખાડવા જેવું નહીં કોઈ દહાડોય. ખાસ મુશ્કેલીમાં મૂકાય ત્યારે શરીર દેખાડવું. એવું ખાસ મુશ્કેલીમાં આવેને ? બાકી કુદરત મહીં કામ કરી જ રહી છે. મહીં જે છે ને, તે કામ કરી રહી છે. આ ડૉક્ટરો એને હેલ્પ આપે. પણ અટકી પડ્યું હોય ત્યારે જવું. અટકી ના પડ્યું હોય તે નહીં કામનુંને ?
તે વાત તારી ના કરી કશી. તારી વાત કરને ? તારે શું ગૂંચવાડા છે એ કહે બધા. તમને વાતો ગમે છે આ બધી કે નકામો ટાઈમ જાય
પ્રશ્નકર્તા : ના, ના, બહુ ગમે છે.