________________
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
(૧) વન ફેમિલી ! થતાં આવડવું જોઈએ. એડજસ્ટ એવરીવ્હેર. - ઘેર “માય ફેમિલી, માય વાઈફ’ કહેવાય. અને ત્યાં આપણે જઈએ ત્યારે તો મૂઆ વઢતા હોય ! અલ્યા મૂઆ, તું આવું જૂઠું બોલે છે ! “માય ફેમિલી” કોનું નામ કહેવાય કે આ મારી બાઉન્ડ્રી, આમાં તો અમારે ઝઘડો જ ના હોય, એનું નામ માય ફેમિલી ! અલ્યા, ઘરમાં પાંસરો રહેજે
‘ફેમિલી ઓર્ગેનાઇઝેશન’નું જ્ઞાન છે તમારી પાસે ? આપણા હિન્દુસ્તાનને ‘હાઉ ટુ ઓર્ગેનાઇઝેશન ફેમિલી’ એ જ્ઞાન જ ખૂટે છે. ‘ફોરેનવાળા તો ‘ફેમિલી’ જેવું સમજતા જ નથી. એ તો જેમ્સ વીસ વરસનો થયો એટલે એનાં માબાપ વિલિયમ ને મેરી, જેમ્સને કહેશે કે, તું તારે જુદો ને અમે બે પોપટ અને પોપટી જુદાં ! એમને ‘ફેમિલી
ઓર્ગેનાઇઝ' કરવાની બહુ ટેવ જ નથીને ? અને એમની ‘ફેમિલી’ તો ચોખું જ બોલે. મેરી જોડે વિલિયમ્સને ના ફાવ્યું એટલે ‘ડાઇવોર્સ’ની જ વાત ! અને આપણે તો ક્યાં ‘ડાઇવોર્સ'ની વાત ? આપણે તો જોડે ને જોડે જ રહેવાનું. કકળાટ કરવાનો ને પાછું સુવાનુંય ત્યાં જ, એની એ જ રૂમમાં ! આ જીવનનો રસ્તો નથી. આ ‘ફેમિલી લાઈફ' ના કહેવાય.
મને એવું લાગે છે, મારી વાત તને ગમતી નથી.
પ્રશ્નકર્તા : ના, ના, એમાં શું વાંધો છે ? કોઈકે તો કહેવું જ જોઈએને ?
દાદાશ્રી : શું કહેવું જોઈએ ? પ્રશ્નકર્તા : આ ખુલ્લે ખુલ્લું તમે કહો છોને, એવું. દાદાશ્રી : તો એટલું સારું છે ! તે સમજાય તો પછી કહે.
જાણ જીવન જીવવાની કળા,
પૈયા પે'લાં, ભણ્યો કઈ શાળા ? પ્રશ્નકર્તા ઃ એને માટે આપણે ફેમિલીની પરિભાષા શું છે એ લોકોને સમજાવવી જોઈએ.
દાદાશ્રી : નહીં, એઝેક્ટ ફેમિલી જ છે, પણ આમ જીવન જીવતાં નથી આવડતું. જીવન જીવવું એ શીખવાડ્યું નથી લોકોએ, ફોરફાધર્સીએ (બાપ-દાદાઓએ). અને પોતાને આવડે એવું એ ચાલ્યા જ કરે છે, રેઢિયાળ. રેઢિયાળ શબ્દ સાંભળેલો ? ભઈએ સાંભળેલો. હવે રેઢિયાળ ચાલ્યા જ કરે છે. એવું ના ચાલવું જોઈએ. સમજપૂર્વક ચાલવું જોઈએ. ઘર તો, પોતાનું ફેમિલી તો એવું સુંદર ચલાવવું જોઈએ. એ તો આ જ્ઞાન લઈને પછી બધી તમને આગળ વાત કરું. ફેમિલીમાં તો આપણને જીવતાં નથી આવડતું. તે આમ ભણ્યા બધું પણ પહેલાં આ ના ભણવું જોઈએ કે વાઈફ જોડે કેમ ડીલિંગ (વ્યવહાર) કરવું ? હાઉ ટુ ડીલ વિથ વાઈફ ? હાઉ ટુ ડીલ વિથ ચિલ્ડન ? (પત્ની જોડે, બાળકો જોડે વ્યવહાર કેમ કરવો તે) ના જાણવું જોઈએ ? તેં કઈ ચોપડી વાંચી છે, હાઉ ટુ ડીલ વીથ વાઈફ ?
પ્રશ્નકર્તા : “મેરેજ એન્ડ ફેમિલી’ એવી કંઈક બૂક વાંચી હતી.
દાદાશ્રી : તોય પણ એવા ને એવા રહ્યાને ? તો એ ચોપડીઓ ખોટી બધી. જે સાબુ ઘસવાથી મેલ ના જાય, એ સાબુ નહોતો એ નક્કી થઈ ગયું. અત્યારે લોકો ધર્મ શીખવાડવા આવે અને અહીંયાંથી આપણે કંઈ ઓછું ના થાય તો જાણવું કે સાબુ ન હોય. આ તો બધા વગર કામના ફરે છે. તરત જ, સાબુ ઘસે એટલે પછી મેલ જવો જ જોઈએ. મહેનત કરેલી ફળે, પાણી વાપરેલું નકામું ના જાય. કેટલાક ડૉક્ટરો તો ત્યાંથી હોસ્પિટલમાંથી ચિડાઈને આવે છેને, તે ઘેર આવીને વાઈફને કહે છે, તમારામાં અક્કલ નથી. અરે ! આ તો બધું ફેમિલીમાં બોલાય એવું ? બહારના જોડે ના ફાવતું હોય તો કહી દેવું કે તારામાં અક્કલ નથી. એટલે વઢવાડ ચાલુ થઈ જાય. પણ આ ઘરમાં ના કહેવાય ઘરમાં તો આપણને જલેબી ખવડાવે, લાડવા ખવડાવે, ભજિયાં ખવડાવે, એની જોડે, બિચારી જોડે કહેવાય નહીં. એટલે વાઈફ જોડે, છોકરાં જોડે, પહેલાંમાં પહેલું સુધારવા જેવું શું છે, કે પોતાના કુટુંબમાં, ફેમિલીમાં શાંતિ અને સંતોષ રહેવો જોઈએ. પહેલું પોતાની ફેમિલીમાં !
ઘેર હીરાબા છે, તેમની જોડે મતભેદ ઓછા થઈ ગયા બધા, બંધ થઈ ગયા. કારણ કે માય ફેમિલી કહેતાં શીખ્યો. ધીસ ઈઝ માય ફેમિલી.