________________
પતિ-પત્નીતો દિવ્ય વ્યવહાર
(૧)
વત ફેમિલી
ઘેર કે' આપણી વત ફેમિલી,
પછી મારી-તારી, કેમ તંતીલી ?
દાદાશ્રી : બન્ને એક ફેમિલી તરીકે જીવો છોને ? કે જુદી જુદી ? પ્રશ્નકર્તા : એક ફેમિલી !
દાદાશ્રી : એમ ?
કોઈ દહાડો ભાંજગડ થાય છે ઘરમાં વાઈફ જોડે ?
પ્રશ્નકર્તા : કોઈ વાર થાય.
દાદાશ્રી : તો પછી ફેમિલીમાં એવું ? તમારી એક ફેમિલી ન હોય ? એ તો તમારી ફેમિલી કહેવાય. ફેમિલીમાં હઉ એવું થાય ?
પ્રશ્નકર્તા : હા, જરૂર થાય.
દાદાશ્રી : પોતાના ફેમિલીમાં ? બીજી ફેમિલી જોડે તો થાય.
૨
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
પ્રશ્નકર્તા : પોતાની ફેમિલી સાથે પણ થાય.
દાદાશ્રી : તો ફેમિલી જાણતો જ નથી, ફેમિલી શું છે એ. પોતાનું ફેમિલી એટલે પોતાનું. એમાં કશું ડખો ના હોય. તમને શું લાગે છે, ફેમિલીમાં થાય એવું ?
પ્રશ્નકર્તા : થાય, થાય.
દાદાશ્રી : પોતાના ફેમિલીમાં ? આઈ એન્ડ માય વાઈફ અને મારાં છોકરાં, એ તો તમારી ફેમિલી કહેવાય. એમાં કશું ડખો હોય નહીં. બહારના જોડે, બીજી ફેમિલી જોડે ડખો હોય.
પ્રશ્નકર્તા ઃ દરેકની જુદી જુદી પર્સનાલીટી હોય એટલે ફેમિલીમાં કોન્ફલીક્ટ (ઘર્ષણ) થાયને ?
દાદાશ્રી : તો પછી ફેમિલી કહેવાય નહીં. અને કહો છો તમે ધીસ ઈઝ માય ફેમિલી !' અને ફેમિલી કોનું નામ કહેવાય કે ડખો ના હોય. ‘મારી ફેમિલી' કરી પ્રેમે જીવો એવો ધણી ઢંઢે લઈ દીવો !
જીવન જીવવાનું સારું ક્યારે લાગે કે આખો દહાડો ઉપાધિ ના લાગે. શાંતિમાં જાય, ત્યારે જીવન જીવવાનું ગમે. આ તો ઘરમાં ડખાડખ થાય એટલે જીવન જીવવાનું શી રીતે ફાવે તે ? આ તો પોષાય જ નહીં ને ! ઘરમાં ડખાડખ હોય નહીં. પાડોશી જોડે થાય વખતે, બહારનાં જોડે થાય, પણ ઘરમાંય ? ઘરમાં ફેમિલી તરીકે લાઈફ જીવવી જોઈએ. ફેમિલી લાઈફ કેવી હોય ? ઘરમાં પ્રેમ, પ્રેમ ને પ્રેમ જ ઊભરાતો હોય. આ તો ફેમિલી લાઈફ જ ક્યાં છે ? દાળ ખારી થઈ તો કકળાટ કરી મેલે. ‘દાળ ખારી' પાછું બોલે ! અંડરડેવલપ્ડ (અર્ધ વિકસિત) પ્રજા ! ડેવલપ્ડ કેવા હોય કે દાળ ખારી થઈ તો બાજુએ મૂકી દે અને બીજું બધું જમી લે. ના થાય એવું ? દાળ બાજુએ મૂકીને બીજું જમાય નહીં ? ધીસ ઈઝ ફેમિલી લાઈફ. બહાર ભાંજગડ કરોને ! માય ફેમિલીનો અર્થ શું ? કે અમારામાં ભાંજગડ નહીં શું કોઈ જાતની. એડજસ્ટમેન્ટ લેવું જોઈએ. પોતાની ફેમિલીની અંદર એડજસ્ટ